What option doI have? I had asked then.
'You can meet all of them at one time, on occasion of marriage or death.’ he suggested.
I found the suggestion was quite valid. After that I was invited to a lot of marriages where I would go and talk to the people about their issues and know more about that. But somehow in the pomp and revelry of marriage people were not much interested to hear me out. So later I began suggesting them to call me on the occasion of death in the community so that the in the sombreness of the occasion at least I could convey my message.
I have hardly remained present in the social gatherings in my family but always try to attend the the occasions I am invited at in these communities.
But on 16th September at the wedding in a Vadee community even after all the song and dance, when we sat down to talk all those present had their ears on what we had to say!! Indeed a long way from where we began…..
‘કોઈનું મરણ થાય તો મને જાણ કરજો.....’
વિચરતા સમુદાયો સાથે કામ શરુ કર્યું તે વખતે સૌથી વધારે મુશ્કેલી આ સમુદાયને શોધવાની હતી. હું ગામડે ગામડે તેમને શોધતી. બસમાં જતા ક્યાંય પણ છાપરાં દેખાય એટલે ઉતરી પડવાનું. તેમની સાથે વાતો કરવાની, માહિતી મેળવવાની અને કામ પતે એટલે બીજી વસાહતમાં. આ ક્રમ ઘણો સમય ચાલ્યો. આ સમુદાયની વસતિ કેટલી? અને ક્યાં રહે છે? એવી માહિતી નહિ એટલે જ આ રીતે મારું પણ વિચરણ અવિરત ચાલ્યા કરે. આ દરમ્યાન એક વસાહતમાં ઉપર જણાવ્યા પ્રમાણે માહિતી માટે જવાનું થયું. ત્યાં એક યુવાન મને મળ્યો જે મને પહેલાં પણ મળ્યો હતો. મારી વસાહતના લોકો સાથે વાત પૂરી થઇ. હું નીકળવાની તૈયારી કરતી હતી એ વખતે એ યુવાને મને કહ્યું, ‘તમે કેટલું ફરવાનાં? મતલબ કેટલા ડંગામાં જવાના?’ મેં કહ્યું, ‘તમે જ્યાં છો એ બધા જ ડંગામાં’ એણે કહ્યું, ‘બેન આખી જિંદગી નીકળી જશે..’ મેં કહ્યું, ‘પણ બીજો રસ્તો નથી.’ એણે કહ્યું, ‘અમારા ત્યાં લગ્ન અને મરણના પ્રસંગે સૌ ભેગા થાય એ વખતે તમે ડંગાના આગેવાનોને કહી રાખો એ તમને બોલાવશે.’
મને પણ વિચાર બરાબર લાગ્યો. એ પછી સૌ મને લગ્નમાં બોલાવવા લાગ્યાં જ્યાં જઈને હું એમની સાથે વાતો કરતી, માહિતી આપતી. પણ લગ્નનો માહોલ ખુશીનો હોય ત્યાં કોઈને અમારી આ વાતોમાં ઝાઝો રસ ના પડે. શું કરવું? ત્યાં જ વળી આગેવાનો કહ્યું, ‘બેન તમે મરણ વખતે આવો.. એ વખતે માહોલ ગંભીર હોય તમે જે સમજાવો છો એ બધામાં એ ધ્યાન દેશે.’ આજે આ બધું વિચારું છું તો હસવું આવે છે, એ વખતે હું વસાહતમાં જતી ત્યારે એવું કહેતી કે, કોઈનું મરણ થાય તો મને જાણ કરજો.....
આમ તો મારા પારિવારિક મેળાવડામાં હું ભાગ્યે જ જતી હોઉં છું પણ વિચરતી જાતિના કેટલાય લગ્નોમાં અને મરણ વખત ભજનોમાં હું ગઈ છું...
તા.૧૬ સપ્ટેમ્બર ૧૪ ના રોજ ફરી લગ્ન પ્રસંગે ધ્રાંગધ્રામાં વાદી પરિવારોના મકાન બાંધકામ માટે વાત કરવા જવાનું થયું. તે વખતે લગ્નમાં થયેલાં નાચ ગાનની તસ્વીર... હા આ નાચગાન પછી વરરાજા સાથે સૌ જાનૈયા મંડપમાં જ બેઠા અને આ મંડપમાં એકવાર ફરી અમે અમારી વાત કરી... પણ પહેલાં લગ્નમાં ધ્યાનથી અમારી વાત ન સાંભળતાં અમારાં આ વહાલાં સ્વજનો અમે ક્યારે વાત કરીએ એની રાહ જોતાં હોય છે..