Friday, May 05, 2023

VSSM's Water Conservation effort article published by Navgujarat Samay ...

A brief report pulished on VSSM's water conservation 
effort in Navgujarat Samay

For over five years, VSSM has been creating water shrines/repairing the community water bodies in Banaskantha. The number of lakes deepened has reached 228; after this season's end, we will have deepened 260 lakes. A mammoth task made possible due to the support we have received from our well-wishing donors.

This year even the government has helped us create water shrines in Sabarkantha's Poshina and Mehsana's Visnagar regions. I am thankful to Cabinet Minister Respected Shri Rushikeshbhai Patel, who is like an elder brother to me, for ensuring the water conservation efforts in the areas are covered under the Sujalam Sufalam Abhiyan.

Sadly, we could not cover the Banaskantha efforts under the Sujalam Sufalam initiative. Had the government agreed to partner with VSSM, we could have deepened more lakes.

Well, at times, it is difficult to understand the governmental nitty-gritty. On the one hand, we specially get called to participate in the meeting Chief Minister Shri Bhupendrabhai Patel calls for water management; there were detailed discussions with the officials who agreed to partner and take the work forward, only not to allot us work later. Some bitter truths we encounter during the course of our work.

The groundwater tables in North Gujarat have dropped to alarming levels, it is organizations like us who spend their funds and government authorities should consider partnering with us.

I hope we all wake up to the looming crisis. The rural communities are becoming proactive, hope the government, especially the officials, also comprehends this at the earliest.

Recently,  Navgujarat Samay talked about VSSM's water conservation effort; it is thoughtful articles like these that voice our concerns and struggles. Thank you to the team of Navgujart Samay.

 #mittalpatel #vssm

બનાસકાંઠામાં જલમંદિર નિર્માણ કાર્ય ઘણા વર્ષથી કરીયે. 228 તળાવ અત્યાર સુધી ઊંડા કર્યા અને આ સીઝનમાં 260નો આંકડો પાર કરીશું. ઘણા બધા સ્વજનોની મદદથી આ કાર્ય થયું.

આ વર્ષે તો સરકારે પણ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં અને મહેસાણાના વીસનગરમાં જલમંદિર થાય એ માટે મદદ કરી. સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તળાવો આ બે જિલ્લામાં  ઊંડા થાય તે માટે આદરણીય અને મારા મોટાભાગ જેવા માનનીય મંત્રી શ્રી ઋષીકેશભાઈ પટેલે ઘણી મદદ કરી. તેમની આભારી છું.

જો કે બનાસકાંઠામાં અમને સુજલામ સુફલામ અંતર્ગત કામ ન મળ્યું એનુ દુઃખ પણ છે. સરકાર પૈસા ખર્ચે છે VSSM સાથે આ વિસ્તારમાં તળાવ ઊંડા કરવામાં ભાગીદારી કરી હોત તો અમે થોડા વધારે તળાવ કરી શક્યા હોત..

ખેર ક્યારેક આ સરકારી માથાકૂટ નથી સમજાતી. એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જળસંચય સંદર્ભે મીટીંગ થાય ત્યાં અમને ખાસ બોલાવવામાં આવે. અધિકારીગણ સાથે કામો સંદર્ભે બધી વાતો થાય. ત્યારે અધિકારી હા પણ પાડે પણ પછી કામ જ ન આપે.. આ કડવી વાસ્તવીકતા છે..

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ ભયજનક સ્થિતિએ પહોંચ્યા છે. ત્યારે અમારા જેવી સંસ્થાઓ જે સાચા મનથી પોતાના ગાંઠના ખર્ચતી હોય તેની સાથે તો ભાગીદારી અવશ્ય કરવી જોઈએ..

ખેર સવેળા સૌ જાગે એ ઈચ્છનીય. બાકી ગ્રામજનો પોતે હવે જાગ્યા છે. ત્યારે સરકાર ખાસ કરીને અધિકારીગણ સમજે એ જરૃરી...

નવગુજરાત સમયે જળસંચયના અમે કરેલા કાર્યોને સરસ કવર કર્યું એ માટે આભારી છું.

 #mittalpatel #vssm



Wednesday, May 03, 2023

VSSM organized meeting of tree plantation at Banaskantha's Jetda village...

Mittal Patel discusess tree plantation

Trees are those supreme beings the human race has failed to respect. They are those gentle giants who give unconditionally. Life will cease to exist in their absence. The impact of global warming and climate change can be tackled if we increase the earth’s green cover, but we aren’t doing enough. The rampant cutting of trees to make space for the growing population continues while the efforts to plant new trees are meagre. Institutions and individuals concerned about the environment are struggling to find ways to protect and grow more trees. VSSM also shares those concerns.

To find a solution to this grave issue, VSSM launched a campaign to make the arid and parched landscape of Banaskantha green by planting and raising trees on wastelands, cemeteries, graveyards, etc. In 2019, we planted 3000 trees in the cemetery of Dhedhal village with a pledge to submit them all. Gradually the campaign set rolling and has taken wings now. By 2022 we reached 91 villages, and 129 sites to plant trees, 1000 to 15,000 in numbers. Today our collective efforts are raising 4.72 trees. VSSM appoints a Vriksh Mitra on each tree plantation site and forms a Vriksh Mandli consisting of proactive local community members. Recently we organized a combined meeting of Vriksh Mitra, Vriksh Mandli, and other dedicated individuals at Banaskantha’s Jetda village. We discussed the difficulties faced in raising the trees, exchanged the learnings, and discussed the selection of new sites for the plantation of trees in 2023. Growing trees is like raising children, it can be challenging, but if we put in collective and persistent efforts, the results are incredible.

Trees become home to thousands of life; let us pledge to join hands and grow as many such homes as possible.

વૃક્ષ અમે એને જીવતો જાગતો દેવ કહીએ.. એ વણ માંગે ઢગલો આપે.. પણ આ દેવને જોઈએ એવું સન્માન આપણે આપતા નથી.

અને આ દેવ વગર જીવન શક્ય નથી. હાલ આપણી ધરતી ગરમ થઈ રહી છે. વાતાવરણમાં જબરજસ્ત પલટો આવી રહ્યો છે. ટૂંકમાં અસમાન્ય ઘટનાઓ ખાસ કરીને વાતાવરણને લઈને બની રહી છે. આ વાતાવરણને સમતુલીત કરવાનું કામ માત્ર વૃક્ષો કરી શકે. પણ આપણે એના પ્રત્યે ઉદાસની છે.

દિવસે દિવસે વૃક્ષો કાપવાનું પ્રમાણ વધ્યું છે એની સામે વૃક્ષો વાવવાનું જોઈએ તેવું થતું નથી.

શું કરવું એ પ્રશ્ન પર્યાવરણની ચિંતા કરનાર સૌ સેવે. અમે - VSSM પણ સેવે.

ને સમાધન રૃપે બનાસકાંઠાની બંજર જમીન તેમજ સ્મશાનમાં વૃક્ષો વાવી ઉછેરવાનું નક્કી કર્યું. 

2019માં ઢેઢાલ ગામના સ્મશાનમાં 3000 વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે એ પછી તો અમારુ વૃક્ષ ઉછેર અભીયાન ભાંખડીયા ભરવા માંડ્યું ને હાલ તો એને પગ આવી ગયા. 

2022 સુધીમાં 91 ગામની કુલ 129 સાઈટ પર 1000 થી લઈને 15,000 સુધી વૃક્ષો વાવી ઉછેરી રહ્યા છીએ. હાલમાં કુલ 4.72 લાખ વૃક્ષો ઉછરી રહ્યા છે.

આ વૃક્ષો ઉછેરવા  માટે દરેક સાઈટ પર અમે વૃક્ષોમિત્રોની નિમણૂક કરીએ.  સાથે ગામના સક્રિય વ્યક્તિઓની અમે વૃક્ષમંડળીઓ બનાવીએ. 

આ વૃક્ષમિત્રો તેમજ વૃક્ષમંડળી સાથે સંકળાયેલા પ્રિયજનોની બેઠક બનાસકાંઠાના જેતડાગામે આયોજીત કરી. જેમાં વાવેલા વૃક્ષોના જતન માટે શું ધ્યાન રાખીએ. ક્યાં તકલીફો છે વગેરે બાબતે વિસ્તારથી ચર્ચા થઈ. 

સાથે વર્ષ 2023માં વધારે વૃક્ષો વાવવા સંદર્ભે નવા ગામો, જગ્યાઓ શોધવાની પણ ચર્ચા થઈ.

સૌ સાથે મળી પ્રયત્ન કરીએ તો વૃક્ષો વાવી ઉછેરવા મુશ્કેલ નથી. બસ જરૃર પ્રયત્નની છે..

વૃક્ષો હજારો જીવોનું ઘર છે. આ જીવોને આશરો આપવાનું કામ ઘણું મોટુ.

બસ સાથે જોડાજો તો વધુ કાર્ય કરી શકીશું.

જેતડા રામજીમંદીરમાં બેઠકનું આયોજન કરી આપવા બદલ ડો. મેહુલભાઈનો ઘણો આભાર. અલબત બેઠક પછી એમણે ભાવનું ભોજન પણ કરાવ્યું. 

આપનો ઘણો ઘણો આભાર..

#MittalPatel #VSSM #Banaskantha



Mittal Patelwith vriksh mitra and vriksh mandli and other
dedicated individuals

Mittal Patel discusses the difficulties and plans related to
tree plantation

Mittal Patel during the meeting at Jetda village

VSSM coordinator Naran Raval dicusses tree plantation

Mittal Patel discusses tree plantation

Dedicated Individuals discussed tree plantation

Dedicated individuals during  tree plantation meeting

Mittal Patel with vriksh mitra and vriksh mandli during 
the mandli

Vriksh Mitra and Vriksh Mandli during tree plantation meeting

Mittal Patel with vriksh mitra, vriksh mandli and dedicated
individual at Jetda village



VSSM began lake deepening work in Banaskantha’s Mudetha with the support of Mahendra Brothers and the local community...

Mittal Patel with VSSM Coordinator Naran Raval

To understand how precious water is, ask people with the least access to it.

Kutch’s Rapar is a water-starved region. The scarcity was not for drinking water alone; even water for domestic use was a scarce commodity. So people would not bathe for days. And when they decided to clean, they would sit over a charpoy with a large container underneath it to collect the bathing water and reuse it for watering the trees and rinsing the cooking vessels.

However, the drinking water issues have been largely resolved with the Narmada waters reaching remote Kutch. Nonetheless, water for agriculture remains a concern.

Since 2015, VSSM has worked to deepen the community lakes in North Gujarat. Until now, it had been Banaskantha; beginning this year, we have also extended the efforts to Patan, Mehsana, and Sabarkantha districts.

We began lake deepening work in Banaskantha’s Mudetha with the support of Mahendra Brothers and the local community. The villagers think that the depth of the lake should be increased. If the government wishes to become a partner, we would collectively achieve a very positive outcome. 

We are happy that more and more communities are becoming increasingly aware of water issues. We hope our collective efforts work wonders in raising the groundwater tables and filling our water reservoirs.

We thank Mahendra Brothers, respected Vikrambhai, Milanbhai,  Shaunakbhai, and family members.

જ્યાં નથી ત્યાં પુછો પાણીની શું કિંમત છે...

વાત નાનકડી પણ અગત્યની. પાણીની મુશ્કેલીની એક વાત કોઈએ કરેલી.

કચ્છનો રાપર વિસ્તાર. પહેલાં પાણીને લઈને ઘણી તકલીફ વેઠતો. પીવાના પાણીની પણ મુશ્કેલી. લોકો નિયમીત નાહવા ધોવાનું ન કરે. અને જ્યારે નાહવાનું કરે ત્યારે ખાટલામાં બેસી સ્નાન કરે અને ખાટલા નીચે મોટુ વાસણ રાખે જેથી નાહ્યાનું પાણી એ વાસણમાં ભરાય જેને ઘર આગળ કરેલા વૃક્ષો કે વાસણ ધોવા માટે વપરાતા બે પાણીમાંથી એક પાણી માટે વાપરી શકાય.

પાણીની આ મુશ્કેલીમાંથી આજે મા રેવા(નર્મદા) આવવાના લીધે ઘણી રાહત થઈ છે. છતાં સંપૂર્ણ રાહત થઈ છે તેવું ન કહી શકાય. કદાચ પીવાનું પાણી આપણને સમયસર મળે પણ ખેતીલાયક પાણીની સ્થિતિ અંગે વિચારવા જેવું.

અમે ઉત્તર ગુજરાતમાં તળાવો ઊંડા કરવાના કાર્યો કરીએ. બનાસકાંઠામાં 2015થી ગામની ભાગીદારીથી તળાવો કરીએ. આ વર્ષે આ અભિયાન ફક્ત બનાસકાંઠા પુરતુ સમિતિ ન રાખતા પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ જલમંદિરો બાંધી આગળ વધાર્યું. 

બનાસકાંઠાનું મુડેઠા. ત્યાં અમે મહેન્દ્રબ્રધર્સ અને ગ્રામજનોની ભાગીદારીથી તળાવ ઊંડુ કરવાનું શરૃ કર્યું. ગામના ખેડૂતોની લાગણી તળાવનું કામ વધારે ઊંડુ થાય એવી હતી. જો સરકાર આ કાર્યમાં ભાગીદારી કરે તો સંસ્થા, સરકાર, ગ્રામજનોની ભાગીદારીથી સરસ કામ થઈ શકે. 

પણ આનંદ હવે ગામો પાણી માટે જાગૃત થયા એનો છે.. બસ પાણીને લઈને ખુબ કામ થાય તેમ ઈચ્છીએ જેથી આપણી પાણી બેંક વર્ષો પહેલાં ભરાયેલી હતી તેવી રહે...

આભાર મહેન્દ્ર બ્રધર્સ, આદરણીય વિક્રમભાઈ, મીલનભાઈ, સૌનકભાઈ સૌ પરિવારજનોનો... 


Mittal Patel visits water management site

Ongoing lake deepening work

Mittal Patel with local community at water management site

Ongoing lake deepening work

Mudetha Water Management Site

Mittal Patel discusses water mangement with villagers

Mittal Patel with others at Mudetha water management site