Friday, April 18, 2014

વિચરતા સમુદાયોને પગભર કરવાના પ્રયાસો.....

ખેતીની સિઝનમાં ખેડૂત ખેતરમાંથી ધાન ઘરે લાવે એ વખતે ભરથરી, બજાણિયા, રાવળ વગેરે જેવી વિચરતી જાતિના લોકો બાંધેલા ગરાસના ગામોમાં ખેડૂતોના ઘરે જતા અને તેમને સૌ માનભેર એમનો હક છે, એમ માની અનાજ આપતા. પણ હવે જમાનો બદલાયો છે લોકો હવે આ પરિવારોને મહેનત કરીને ખાવા કહે છે. જમાનાને ધ્યાનમાં રાખી આ પરિવારોએ પણ યાચક બનવા કરતા સ્વતંત્ર વ્યવસાયો પસંદ કરવા માંડ્યા છે.

બનાસકાંઠાના દિયોદરમાં રહેતા જેઠાભાઈ ભરથરી રાવણહ્થ્થો વગાડી યાચવાનું કામ કરતા. પરંતુ, ઉપર જણાવ્યા પ્રમાણે લોકો મહેનત કરી કમાવવાની સલાહ આપ્યા કરે, આખરે તેમણે યાચવાનું બંધ કરવાનું નકકી કર્યું. એમણે શૃંગારપ્રસાધનો વેચવા માટે લારીની મદદ કરવા આપણને અરજી કરી. એમણે કહ્યું, ‘મારે લારી મફત નથી જોઈતી, હું તમને હપ્તે હપ્તે પૈસા પાછા આપીશ.’ સામે ચાલીને મહેનત કરવાની કોઈ વાત કરે તો એ સમયે એને મદદ કરવી જોઈએ તેવું vssm માને છે. એટલે આપણે જેઠાભાઈને લારી આપવાનું નક્કી કર્યું.

આપણે આ પરિવારને રૂ.૫૫૦૦ ની લારી આપી. આ લારીમાં જેઠાભાઈએ શૃંગાર પ્રસાધનો વેચાવનું શરુ કર્યું છે. જેમાં તેમને રોજના રૂ. ૨૦૦ થી રૂ. ૨૫૦ સુધીનો નફો થાય છે. જેઠાભાઈ ખૂબ ખુશ છે. તેઓ કહે છે કે, ‘વગર વ્યાજે કોઈ આ રીતે મદદ કરે! સંસ્થાએ અમારા પર ભરોષો મુક્યો છે. અમે એ ભરોષો કાયમી રાખીશું. મારા ઘરમાં સૌ ખૂબ રાજી છે.’ જેઠાભાઈ દર મહીને લારીના હપ્તા પેટે રૂ. ૫૦૦ પરત આપે છે. આ રકમ પરત આવતા આપણે બીજા પરિવારોને પણ  રોજગારલક્ષી પ્રવૃત્તિ માટે મદદ કરીશું. 

આજ રીતે દિયોદરમાં રહેતા ચેતનભાઈ કાંગસિયા અને શ્રવણભાઈ કાંગસિયા પણ છૂટક મજૂરી કરતા જેમાં તેમને કાયમી કામ મળે અને ના પણ મળે તેવું થતું. એમણે vssm પાસે લારીની માંગણી ગંજબજારમાંથી સામાન ભરી જેતે દુકાને પહોંચાડવાનું કામ કરવા માટે કરી. આપણે આ બંને ભાઇઓને લારી આપી. તેઓ રોજના રૂ. ૩૦૦ કમાઈ લે છે. ચેતનભાઈ કહે છે, ‘અમે સંસ્થાથી પરિચિત ખરા. પણ જયારે ધંધા માટે લારીની મદદ કરવાની વાત કરવાનું નક્કી કર્યું ત્યારે હતું કે, વ્યાજ આછું લે તો સારું. પણ સંસ્થાએ તો અમને વગર વ્યાજે લારી આપી. આ અમારા માટે નવાઈની વાત હતી. અત્યારે તો સૌને વ્યાજવા રૂપિયા ફેરવવામાં જ રસ છે એમાં અમારા જેવા ગરીબો પર ભરોષો મૂકી અમને મદદ કરી એ માટે સંસ્થાનો આભાર માનીએ છીએ...’

દિનેશભાઈ રાવળ પણ લારીની માંગ કરી અને એમને ફ્રુટની લારી દિયોદર બસ સ્ટેશન પાસે કરી. તેઓ લારીનો ઉપયોગ ફ્રુટ વેચવાની સાથે સાથે બસમાં આવતા સામાનને ઉતારી બીજી જગ્યાએ પહોંચાડવામાં પણ કરે છે. આમ તેઓ પણ રોજના રૂ.૩૦૦ કમાઈ લે છે.

ઉપરોક તમામ વ્યક્તિ દર મહીને રૂ.૫૦૦ આપણને પરત આપે છે. વિચરતા સમુદાયને માનભેર રોજગારી મળે તે માટે મદદરૂપ થનાર ‘સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા’(SBI) તથા આદરણીય શ્રી ભારતીબેન પ્રજાપતિના આભારી છીએ. આ દાતાઓ તરફથી મળેલું અનુદાન રોજગારલક્ષી પ્રવૃતિમાં ખર્ચાય છે.  મફતનું નહિ લેવાની ભાવના રાખવાવાળા આવા હજારો પરિવારોને આપણી મદદની જરૂર છે. સાથે મળી સમાજ ઘડતરના આ કામમાં થવાની આશા સાથે...




Tuesday, April 15, 2014

3500 people had applied for Voters ID card with the help of VSSM

The collapse of  traditional occupations of the Nomadic and De-notified is affecting the migration patterns of these communities.  The families are now leading a more settled lives. The migration period which earlier used to be of 8 to 11 months a year is gradually decreasing. When it comes to settling down these communities are preferring  to settle down in cities and towns as compared to rural areas because of the resistance they face from the rural communities. 

A huge number of Nomadic and De-notified tribes live in the city of Ahmedabad. Inspite of residing here for a couple of years they do not possess any residential or citizenry proofs. This year as a result of the efforts of Chief Election Officer of Gujarat  Ms. Anita Karwal around 3500 people had applied for Voters ID card. The applications were made almost 4 months back and the families have began receiving the cards. 

The individuals from Devipujk community from Kundannagar and  Laxminagar areas with  their new possessions…..

પરંપરાગત વ્યવસાયોના આધારે જીવતા વિચરતા સમુદાયોનું વિચરણ પણ ધીમે ધીમે અટકી રહ્યું છે અથવા વિચરણનો સમય જે પહેલા વર્ષમાં ૮ થી ૧૧ મહિનાનો હતો તે ઘટી ગયો છે. હવે તેઓ છૂટક મજૂરી કરતા થઇ ગયા છે. વળી ગામમાં તેમના વસવાટ સામે વિરોધ થાય પણ શહેરમાં એવા પ્રશ્ન ખાસ થતા નથી. આથી હવે ધીમે ધીમે તેઓ શહેર તરફ આવતા જાય છે. અહી પણ ઓળખના આધારો મેળવવા પુરાવાના પ્રશ્નો તો છે જ! 

પણ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અનિતાબેન કરવાલની મદદથી અને અમદાવાદ જીલ્લાના ચુંટણી અધિકારીની મદદથી અમદાવાદમાં રહેતા વિચરતા સમુદાયના ૩૫૦૦ ઉપરાંત લોકોના મતદાર કાર્ડ માટેના અરજી પત્રક છેલ્લા ૪ મહિનામાં ભર્યા. હવે આ વ્યક્તિઓને કાર્ડ મળવાના શરુ થયા છે. 
નીચે ફોટોમાં અમદાવાદમાં વસ્ત્રાલમાં કુંદનનગર, લક્ષ્મીનગર વિસ્તારમાં રેહતા દેવીપૂજક વ્યક્તિઓ પોતાના મતદાર કાર્ડ સાથે..