Friday, October 18, 2019

VSSM recently organised a gathering of Saraniya Community leaders at Anandpar in Morbi...

Mittal Patel wears a paghadi placed by Takhubhagat

 “Do you have any knives to be sharpened, bring them, we are here!!” A heavy Saran loaded on their shoulders, mostly  travelling on feet, from village to village, shouting at the top of our voice. This is the image of  Saraniyaa or the Knife sharpeners most of us carry in our memory. The Saraniyaa families, with their entire household loaded on a bullock cart, travelling from village to village have now  settled on government wastelands. VSSM has been assisting them at various levels including processing  the applications and acquisition of residential plots.

Mittal Patel talked about the need for deaddiction, sending
children to school,general awareness amongst the community
We recently organised a gathering of Saraniyaa Community leaders at Anandpar in Morbi. The community leaders shared their woes, the general apathy and gratitude towards  the warmth and support they receive from VSSM’s committed team members Kanubhai and Chayabahen. “Bahen, we were unable to find one document. The entire village was against our residing in the village. Kanubhai and Chayabahen stood beside us  like a rock and asked the village to provide us land for permanent settlement.”

VSSM’s team has been instrumental in bringing hope, spreading joy in the lives of thousands of nomadic families. Only the fortunate are blessed with  strong, devoted and hardworking team. It is a team that brings laurels to VSSM and me. I feel immensely fortunate and proud to be a part of such a team.

The community leaders shared their woes, the general
apathy and gratitude towards  the warmth and support they
receive from VSSM’s committed team members
Kanubhai and Chayabahen. 
Since several years, Takhubhagat has been residing on a small hill at some distance from Anandpar. Some individuals in the village were against granting permeant settlement to him. During the gathering we requested the village Sarpanch and other leaders to participate in the meeting. The case was presented and Sarpanch agreed to providing land to the families.

We also talked about the need for deaddiction, sending children to school, general awareness amongst the community. “VSSM is our guardian, never  ever leave our side.” Such sentiments are truly overwhelming.

We recently organised a gathering of Saraniyaa Community
leaders at Anandpar in Morbi.
The commitment of Kanubhai, Chayabahen, Vaaghabhai, Takhubhagat   ensured a productive gathering.

“Only the worthy can wear a  Paghdi/head-gear, it is not for everyone,” said Takhubhagat while placing the Paghadi on my head. Indeed, a true honour!!


ખભે ભારેભરખમ સરાણ લઈને ગામે ગામ છરી ચાકા હજાબ્બા હોય તો....ની બૂમ પાડતા સરાણિયાને તમે દીઠા હશે...
ગાડા લઈને એક ગામથી બીજે ફર્યા કરતા આ સરાણિયા પરિવારો આજે સરકારી ખરાબાની જગ્યામાં સ્થાયી થયા છે. સરકાર પાસે રહેવા પોતાના નામનો પ્લોટ તેમજ પોતાની ઓળખના તમામ પુરાવા મળે એ માટેની મથામણ VSSM સાથે રહી તેઓ કરી રહ્યા છે..

આવા સરાણિયા સમાજના આગેવાનોની એક બેઠક મોરબી જિલ્લાના આણંદપરમાં અમે કરી. બેઠકમાં સૌએ પોતાની વેદના વ્યક્ત કરી સાથે સંસ્થાના સંનિષ્ઠ કાર્યકર કનુભાઈ અને છાયાબહેન થકી મળતી હૂંફની પણ વાત કરી.'બેન એક કાગળિયું જડતું નહોતું, ગામ આખુ અમારા વસાવટ હામે વિરોધ કરતું ન્યાં કનુભાઈ અને છાયાબહેન અમારી પડખે રીયા અને આજે ગામે અમને રેવા હાટુ જમીન આપવાની કીધું..
'VSSMના કાર્યકરો થકી હજારો પરિવારોને સુખ અપાવવામાં નિમિત્ત બનવાનું થયું છે. મજબૂત કાર્યકરોની આવી ટીમ મળવી નસીબની વાત છે.. મને ગર્વ છે તમામ કાર્યકર પર જેમના થકી હું અને VSSM ઊજળા છીએ...

વર્ષોથી તખુભગત આણંદપરગામથી દૂર ટેકરા પર છાપરાં નાખીને રહેતા.. ગામ રહેવા કાયમી જગ્યા આપેની માંગ એમની વર્ષોની પણ ગામના કેટલાક આ બાબતે સહમત નહોતા.

સરાણિયા સમાજના આગેવાનોની બેઠકમાં ગામના સરપંચ અને અન્ય આગેવાનોને અમે ઉપસ્થિત રાખ્યા અને સરપંચ શ્રીએ જમીન આપવાની સહમતી દર્શાવી.

સરાણિયા આગેવાનોએ આ બેઠકમાં પોતાના સમાજમાં વધારે જાગૃતતા આવે, બાળકો ભણતા થાય તેમજ વ્યસન મુક્ત સમાજ બેને તે માટે પ્રયત્નો કરવાની વાત કરી અને સૌથી અગત્યનું 'સંસ્થા અમારી માવતર અમારો હાથ ઝાલી રાખજો'ની એમની વાત પર નતમસ્તક થવાયું.. કનુભાઈ છાયાબહેન, વાધાભાઈ, તખુભગત સૌની કટીબદ્ધતાના લીધે આ બેઠક સુંદર રીતે પૂર્ણ થઈ... પાઘડી બધાને નો પહેરાવાય.. લાયકને જ પહેરાવાય એવું કહીને તખુભગતે પાઘડી પહેરાવી...એમણે આપેલી આ ઈજ્જત માટે કૃતજ્ઞતાભાવ...



Mittal Patel talks about VSSM's work at Gujarat Vidhyapith hosted by the Social Work Department...

Mittal Patel spoke about VSSM's work
Gandhiji, my ideal !!

I wasn’t fortunate enough to be born in a Gandhian era but, could make up for that loss  by deciding to study in Gujarat Vidhyapith,  a university established by Gandhiji.

I had just finished my Masters in Journalism, M. Phil seemed lit  the next stop. It was  then that I had decided to pursue my M. Phil from Gujarat Vidhyapith.

The program had presence of professors and students
Today, I was at Vidhyapith to speak at ‘Nisbat’, a talk series hosted by the Social Work Department.

The program had presence of professors as well as students. I spoke about VSSM’s work with the nomadic and de-notified communities for over 2 hours.

It was a moment to be grateful for, to be given an opportunity to speak at the very institute that to an extent helped me plunge to take up the cause I have dedicated myself to!!
Mittal Patel spoke about VSSM's work
Mittal Patel with professors and students of Vidhyapith
 
Heartfelt thanks to Vidhyapith and Social Work Department.

ગાંધીજી..
મારા આદર્શ...
ગાંધીના સાનિધ્યમાં રહેવાનું તો નસીબ નહોતું પણ એમના પ્રત્યેના વિશેષ પ્રેમના લીધે ગાંધી સ્થાપીત #ગુજરાત_વિદ્યાપીઠમાં ભણવાનું નક્કી કર્યું.
પત્રકારત્વમાં માસ્ટર થઈ ગયું હતું હવે એમ. ફીલ બાકી હતું જે માટે ૨૦૦૮માં વિદ્યાપીઠમાં એડમીશન લીધું અને એમફીલ પૂરું કર્યું

આજે આજ વિદ્યાપીઠમાં 'નિસ્બત' કાર્યક્રમમાં વિચરતી જાતિઓ સાથે કરેલા કામોની વાત કરવા જવાનું થયું.
કાર્યક્રમમાં વિદ્યાર્થીગણ, અધ્યાપકગણ સૌ હાજર રહ્યા. બે કલાક સળંગ વિચરતી જાતિઓના કામોની વાત થઈ..
જ્યાં ભણ્યા હોઈએ, જેમણે ભણાવ્યા હોય તેમની સામે હાલમાં આપણે શું કરી રહ્યા છીએ તે કહેવા મળે તે ઘડી ધન્યતાની..

આભાર વિદ્યાપીઠ અને સમાજકાર્ય વિભાગ....

#MittalPatel #vssm #GujaratVidyapith #NomadicTribes



Tuesday, October 15, 2019

Choose to be guardian angles for the destitute elderly!!

Kashima gets her ration kit from VSSM
“I worked until I could, I cannot anymore. Walking a few feet is difficult for me now. I beg for food from the families in this village. During rains, I remain confined to home. If someone from the neighbourhood remembers to bring food they come and give me or else I just drink water and go to sleep at night.”

Kashima, from Patan’s Bandhvad shared her sentiments when we asked her if she appreciates the fact that now a monthly ration kit reaches her from VSSM

It is the very generous gesture from well-wishing donors of VSSM that it has had the good fortune to become instrumental in providing ration kits to the elderly, needy and destitute individuals. 
Nomadic family with their ration kit
VSSM has encountered numerous such individuals who struggle to find enough grains to make even a single meal in a day. Couples with no kids to look after, couples who have children but have been left to fend for themselves. In some instances, the children do care but they have difficulties in managing two square meals in a day. We were contemplating on how to takes care of such destitute elders. “Help us with food,” was the suggestion most had. It was an apt suggestion but cost was a major concern. We planned to go ahead with the suggestion hoping that like always help will pour in for sure. 

A few days back VSSM’s Mohanbhai was in the villages of Patan to distribute the ration kits to the elderly when he got generously showered with as many blessings as they could. Kashima spoke for the video and made sure she conveyed her blessings to me too… 

The physical and living condition of our elderly
and the ration kits we distributed
VSSM has decided to provide a ration kit to such needful elderly every month. You can choose to be their guardian son or daughter and support towards the kits. 

The images shared here to reveal the physical and living conditions of our elderly and the ration kits we distributed.

 It should be noted that some elderly do receive old-age pension from the government. However, that amount gets used in expenses towards their medicines etc. 

Mohanbhai, team members like you are big assets to the organisation. It VSSM has been able to find the needy just because of your efforts. Team members like you enable VSSM to reach its closer to its goals…

Nomadic women with her ration kit
'કોમ થતું તું' તો હુદી કીધું.. હવ હેડાતું નઈ. કોમેય થતું નઈ એટલ ગોમમોથી મોગીન ખાવા ખઉં.. વરહાદ પોણી હોય તો ઘેર બેહી રહું.. વાહના કોઈન ખબર પડ અન ઇમના ઘેર થોડું પડ્યું હોય તો મન ખવાર નઇ તો પોણી પીન પડ્યા રેવાનું...'

પાટણના બંધવડ ગામના કાશીમાને મહિનાનું અનાજ આપ્યાં પછી અનાજ આપ્યું તે ગમ્યું? એમ પૂછ્યું એના જવાબમાં એમણે ઉપરની વાત કહી...
આવા નોધારા પરિવારોના આધાર બનવાનું નસીબ આપ જેવા પ્રિયજનોની મદદથી શક્ય બન્યું છે..
કહે છે અન્ન દાન મહા દાન.. પણ આ દાન યોગ્ય વ્યક્તિને, યોગ્ય જગ્યાએ આપવું અગત્યનું...

ગામડાંઓમાં વિહરતા એવાં કેટલાંય માણસોને અમે દીઠા. આ બધાને અને અનાજ ને જાણે આડવેર હતું..

Nomadic family with their
ration kit
ક્યાંક એકલા તો કયા પતિ પત્ની બેય બુઢાપાના ભારને વહન કરતા... બાળકો હોય તો જરા આશરો રેત પણ બાળકો નસીબમાં નહોતા.
જો કે કેટલાક એવા માવતર પણ હતા જેમને બાળકો હતા પણ એતો પોતાનો માળો લઈને માં કે બાપને મૂકીને જોજનો દૂર જઈ બેઠા... પોતાનું પરાણે પૂરું કરે આવામાં માં બાપ એની મેળે જ રેઢા મુકાઈ ગયેલા...
આવી કપરી હાલતમાં જીવતા માવતરને જીવનની પાછલી અવસ્થા વસમી લાગે નહિ માટે શું કરી શકાય એ વિચારતા જ કેટલાક માવતરોએ બે ટંકના રોટલા જડી જાય એવું ગોઠવી આપવા કહ્યું... વિચાર સારો જ હતો પણ આ બધાના ખર્ચની પણ ચિંતા કરવાની ને?
પણ ખેર હંમેશા કુદરત મદદ કરે છે તે આમાંય કરશે એમ વિચારી આ માવતરના જઠરાગ્નિને સંતોષવાનું અમે નક્કી કર્યું..

તાજેતરમાં પાટણ જિલ્લામાં રહેતાં વડીલોને VSSM ના કાર્યકર મોહનભાઈ એ રાશનની કીટ આપી પછી એમણે આશીર્વાદનો ધોધ વરસાવ્યો...અને કાશીમાં એ તો વિડિયોમાંય કહ્યું અને મને ફોન પર પણ વિશેષ વાત કરી...
દર મહિને આ માવતરને અનાજ આપવાનું અમે નક્કી કર્યું છે... આપને પણ આ માં બાપના શ્રવણ એ દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપમાં બનવા અને આ કાર્યમાં સક્રિય મદદ કરવા વિનંતી...
ફોટોમાં રાશન કીટ સાથે આપણા પ્રિયજનો...અને આ લોકો જેવામાં રહે છે એ પણ દશ્યમાન છે...

Nomadic family with their
ration kit
સરકારની મદદ કેટલાક વડીલોને વૃધ્ધ પેન્શનના રૂપમાં મળે પણ એ એમને દવા કે અન્ય ખર્ચ માટે મજરે આવે...આ ખાસ નોંધવું રહ્યું...
Thank you મોહનભાઈ તમે સાચા માણસોને શોધ્યા...
તમારા જેવા કાર્યકરો જ vssm ની સાચી મુડી છે...

#mittalpatel #vssm #Nomadic #અન્નદાનમહાદાન #patan

Nomadic families received their caste certificate from the hands of Collector Shri K Rajesh...

Collector Shri distributes caste certificate to nomadic'families
 “Why do you travel so much? You now have a team, why is the need for you to travel so much!!” I am often asked.

“It is the my travels through the countryside, the areas we work that enables me understand the real India, the people and communities that give India it’s identity, comprehend their everyday struggles!!”

The current residence of the nomadic families
It is not just me, the government officials, authorities, ministers, leaders all travel to understand the people they represent. However,  their entourage and official protocol limits their ability to mingle with the communities. The police and security  that  surround our political leaders and bureaucrats intimidates the communities to reach out to them.

The Surendranagar district collector Shri K Rajesh however, is moving and interacting with the communities in a completely  informal manner. A very different approach from a senior official of his level. Even if his officials fail to reach on time, Shri Rajesh is invariably present on the decided place and begins his day by listening to the problems of the poor and marginalised  people of the district he is entrusted with. Everyone talks to him without any inhibitions. The people do not hold back on their grievances,  complaints or appreciations 

A report is published in the newspaper
“He is our man, we can share anything to him,” they say in chorus. This is a huge achievement for any  district collector.


An official was unnecessarily delaying the issuance of caste certificates to the Saraniya and Devipujak families of Chuda. A phone call reaches Shri Rajesh who then  instructs his official to make a visit  to the place of residence and issue the certificate. “I too will remain present when you visit the place,” he tells. Obviously, the official had to work in the direction.

Finally, two days back the families who had been awaiting caste certificate for years,   received it from the hands of Shri K Rajesh himself.  He insists on going to the settlement so that his officials take a cue from his actions and begin to embrace this poor  communities. And Surendranagar district bureacary is witnessing this change. Now, one can see authorities interacting with the communities more often.

 During a small function we had organised for the distribution of caste certificates VSSM’s Harshad mentioned, “K. Rajesh Saheb has promised to allot residential plots to 500 nomadic families after Diwali…” before he could continue any further Shri Rajesh interrupted, “Not after,  but before Diwali!!” 

Honestly, no one has ever given such a gift to these families… Thank you for such a thoughtful commitment. Thank you for embracing these poorest of poor families.

You are an inspiration to us!! A very dear one at that. God Bless you.

In the picture - the caste certificate  distribution ceremony and the current residences of the families…

મને ઘણા કહે, હજુ તમે આટલો બધો પ્રવાસ કેમ કરો છો.. હવે તો તમારી સાથે આખી ટીમ છે...
ઘણા દ્વારા પુછાતા આ પ્રશ્નના જવાબમાં હું કહુ છું, ઓફીસ છોડી ફીલ્ડમાં રખડુ છુ એટલે જ મને સાચુ ભારત સમજાય છે અને એની તકલીફો પણ...

વહીવટીતંત્રમાં બેઠેલા અધિકારી, નેતા પણ પોતાની રીતે ગામડાંઓમાં ફરે.. લોકોને મળે.. પણ એ વેળા એ પ્રોટોકોલથી આરક્ષીત હોય છે.. પોલીસ અને અન્ય પદાધિકારીઓથી એ ધેરાયેલા હોય છે એટલે ઈચ્છીત વાત બેય પક્ષે થતે નથી..

પણ કલેક્ટર સુરેન્દ્રનગર કે રાજેશ.. બહુ જુદી રીતે લોકોની વચ્ચે ફરી રહ્યા છે..
પોતાનું વહીવટીતંત્ર નિર્ધારીત સમયે પહોંચે કે ના પહોંચે, પોતે તો પહોંચી જ જાય અને શરૃઆત થાય લોકોની તકલીફો સાંભળવાની...
સૌ ખુલ્લા મને કલેક્ટર શ્રી સામે બોલવા માંડે....
'અમારો માણસ છે બધુયે એમને કહેવાય' એવું લોકો હવે કે રાજેશ માટે કહી રહ્યા છે. મારે મન કલેક્ટર શ્રીએ મેળવેલી આ સૌથી મોટી ઉપલબ્ધી છે...

ચુડામાં રહેતા સરાણિયા તેમજ દેવીપૂજક પરિવારોને જાતિ પ્રમાણપત્ર આપવામાં ક્યાંક કોઈ અધિકારી ઠાગાઠૈયા કરે કે કે.રાજેશનો ફોન જાય. સ્થળ તપાસ કરીને પ્રમાણપત્રો આપો.. હું પોતે પણ હાજર રહીશ એવું ફરમાન પણ કરે.. પછી તો કામ થવાનું જ..

બે દિવસ પહેલાં વર્ષોથી પ્રમાણપત્ર માટે વલખાં મારતા ફોટોમાં દેખાય એ પરિવારોને પ્રમાણપત્ર આપવા એમની વસાહતમાં એ ગયા..

વસાહતમાં જવાનો આગ્રહ રાખવાનું કારણ પોતાના અધિકારીઓ પણ વંચિતોના દ્વારે જતા થાય તે..
પ્રમાણપત્ર વિતરણ વખતે અમારા કાર્યકર હર્ષદે કહ્યું, સાહેબનો સંકલ્પ છે દિવાળી પછી 500 વિચરતી વિમુક્ત જાતિઓને રહેવા પ્લોટ આપવાનો... હર્ષદ આગળ કશું બોલે તે પહેલાં સાહેબે એને અટકાવ્યો અને કહ્યું,
'દિવાળી પછી નહીં પહેલાં..'
ખરેખર આવી ભેટ આ પરિવારોને કોઈએ નથી આપી..

થેક્યુ આવી સુંદર ભેટનો સંકલ્પ કરવા બદલ અને ઝૂંપડે ઝૂંપડે ગાંધીજીએ જેને દરિદ્રનારાયણ કહ્યા છે તેમની વચ્ચે ફરવા બદલ...
તમે અમારા સૌ માટે આદર્શ અને પ્રિય છો....
ગોડ બ્લેસ યુ....
કલેક્ટર શ્રી દ્વારા અપાઈ રહેલા જાતિપ્રમાણપત્રો તેમજ આ પરિવારો જ્યાં રહે છે તે બધુયે ફોટોમાં દેખાય છે...

#Mittal_Patel #VSSM #residential_plot #human_rights #empathy #compassion #Nomadic_tribes #nomads #devipoojka #sarania #caste_certificate #humanity #nomads #Gujarat #Surendranagar #humanintereststory #motivation #inspiration #humanity #hardwork


We are grateful to Rotary club of Palanpur for providing health services to nomadic families...

Jayeshbhai bavishi examining the patients
Jayeshbhai Bavishi, is a practicing eye surgeon in Palanpur.  Helping those in need has been his second nature. Although we haven’t had the opportunity to meet in person, we have known Jayeshbhai well through our frequent telephonic conversations. He has always stood by us whenever we needed his help  in Banaskantha region.

Jayeshbhai Bavishi examining the patients
Recently, I was required to stay at Kankar settlement from two days. Naran shared with us about the repeated complains from Vadee individuals about  weak eyesight. We immediately called Jayeshbhai and briefed him about the condition.

“Jayeshbhai, can we arrange eye camp here in the settlement?”

“Why not??”

Jayeshbhai Bavishi and everyone who pitched in the effort
“That would be very supportive of you. However, the families are here only during Navratri, we will need to work a schedule convenient to them.”

“Not an issue. We will ensure that their suitable time is taken into consideration!!”

Rarely do people comprehend the conditions of the extremely deprived  communities like Vadee, but Jayeshbhai is amongst those rare few.
Jayeshbhai Bavishi examining the patients

The festival of Navratri had begun we hadn’t reminded Jayeshbhai. On Sunday I receive a call from Jayeshbhai.

“How are you?” I inquired.

“All well, we are at your Vadee settlement!!”

He had examined eyes of 100 individuals. 70 of them were detected of  weak eyesight. He immediately arranged for their glasses through  Rotary Club Palanpur. 12 individuals were detected of cataract. Jayeshbhai and Rotary Club team decided to operate them for free at Palanpur hospital.

In fact, all the settlements inhabited by nomadic families  are in dire need of such health check-up camps. “We are unable to see well!!’ was a constant complaint by many Vadee. Health has never been a priority for these families. The families never went for  timely check-up  for cataracts or anything, the cataract would ripen, rupture in the eyes and damage the eyesight. It is crucial doctors like Jayeshbhai and other well-wishing individuals, institutions  working to provide better health services reach families like these.  

We are grateful to Rotary Club of Palanpur, Rotarian Dr. Jayeshbhai Bavishi, Sanjaybhai Joshi, Keyurbhai Bachani, L.S. Patel and youth from Vadee settlement, VSSM’s Naran for making this possible.

In the picture – Jayeshbhai examining the patients and everyone who pitched in the effort.

જયેશ બાવીશ...
પાલનપુરમાં આંખના સર્જન તરીકે કામ કરે..
જરૃરિયાત મંદોને મદદ કરવાની ભાવના તો એમની પહેલેથીઅમારો પરિચય રૃબરૃ કરતા ટેલીફોનીક વધારે. પણ બનાસકાંઠામાં જયેશભાઈને લગતુ કાંઈ પણ કામ પડે અને એમને યાદ કરીએ તો ક્યારેય મદદ માટે ના ન પાડે..

હમણાં કાકર વાદી વસાહતમાં બે દિવસ સળંગ રહેવાનું થયું. ત્યારે મોટી ઉંમરના વાદી સ્ત્રી, પુરુષોની આંખો બહુ નબળી થઈ ગયા બાબતે કાર્યકર નારણે ધ્યાન દોર્યું. અમને તુરત જયેશભાઈ યાદ આવ્યા અને અમે ફોન જોડ્યો..
'જયેશભાઈ વાદી વસાહતમાં આંખોનો કેમ્પ થઈ શકે?'
'કેમ ન થાય?'
'થેક્યુ પણ આ લોકો નવરાત્રી દરમ્યાન જ અહીંયા હશે એટલે ત્યારે અનુકૂળતા કરીને કેમ્પ કરવો પડે..'
'જરૃર આપણે એમ કરીશું'
ખુબ ઓછા લોકો વાદી જેવા તકવંચિતોની અનુકળતાએ પોતાની અનુકૂળતા કરતા હશે... જયેશભાઈ એમાંના એક નીકળ્યા..

નવરાત્રી શરૃ થઈ ગઈ અમે ફરી જયેશભાઈને યાદ નહોતું કરાવ્યું..ત્યાં રવિવારે તેમનો ફોન આવ્યો,
મે કેમ છો પુછ્યું તો કહ્યું,
'બસ તમારા વાદીપરામાં બેઠા છીએ..'

100 લોકોની તપાસ એમણે કરી અને તેમાંથી 70 લોકોની આંખો નબળી નીકળી જેમને તુરત ચશ્મા રોટરી કલ્બ પાલનપુરના અન્ય સ્વજનો થકી અપાવ્યા.12 વ્યક્તિઓની આંખોમાં મોતિયાબીંદ કે અન્ય તકલીફો જણાઈ તેમના ઓપરેશન પાલનપુરમાં વિનામૂલ્યે કરી આપવાનું જયેશભાઈ અને રોટરી કલ્બની ટીમે નક્કી કર્યું.

વિચરતી જાતિઓની મોટી વસાહતોમાં આવા કેમ્પની સાચે ઘણી જરૃર છે..
ઓસુ ભળાય સે એવી ફરિયાદ કરનાર આ પરિવારો માટે આંખો કે તબીયત ક્યારેય પ્રાથમિકતામાં હોતી જ નથી.
એટલે આ સમાજના ઘણા વડીલોની આંખોમાં થયેલો મોતિયાબીંદ સમયસર ઓપરેશન ન થવાના કારણે પાકીને આંખમાં જ ફૂટી જાય અને તેમની દૃષ્ટિ જતી રહી..
આવા વંચિતોના ત્યાં જયેશભાઈ અને જયેશભાઈ જેની સાથે સંકળાયેલા છે તેવા રોટરી કલ્બલના અન્ય પ્રિયજનોનું પહોંચવું બહુ જરૃરી છે..

આભાર રોટરી ક્લબ પાલનપુર તેમજ રોટેરીયન જયેશભાઈ બાવીશી, સંજયભાઈ જોષી, કેયુરભાઈ બચાણી અને એલ.એસ પટેલ.બાકી વાદી વસાહતના યુવાનો તેમજ વિચરતી જાતિની અન્ય યુવાટીમ અમારા સંનિષ્ઠ કાર્યકર નારણ સાથે ખડે પગે એટલે જ આ બધુ શક્ય બને....

ફોટોમાં આંખોની તપાસ કરી રહેલા પ્રિય જયેશભાઈ તેમજ આ કેમ્પમાં મદદગાર બનેલા સૌ..
#MittalPatel #VSSM Jayesh Bavishi Naran Raval #Vadi #Phulvadi #Eyecheckup #eye_checkup_camp #health_checkup #Health_care_for_nomads