Friday, September 11, 2020

We were so happy to read the copy we received that we had to write a letter to the DDO appreciating his response...

 

The response letter to one of our applications received from Jamnagar
DDO cheered us up

It is almost like a habit now, us writing to the concerned government offices on an almost daily basis to follow up on the pending files of various applications made for the nomadic and de-notified families. The responses the government officials give are so incoherent, it is hard to make sense of it even to us. Makes us wonder how poor illiterate applicants might comprehend such responses to their request for a ration card or BPL card, caste certificate or application for plot etc. The responses need to be simple, the applicants should be able to understand the steps taken by the department in response to their application or the instructions they have given to other departments etc while forwarding the files. At times we have requested for a simpler response but in vain. 

Recently, the response one of our applications received from Jamnagar DDO cheered us up. It was a response that carried proper instructions for the administrative team responsible for following it up. We were so happy to read the copy we received that we had to write a letter to the DDO appreciating his response.  

The poor and needy people of our country have minimum wants. They frequent the government offices for trivial matters. I have seen them visiting Sachivalay to complain about the non-issuance of ration card. 

As I always say, that even if I have lakhs of rupees I would feel helpless to help someone obtain a ration card but the person sitting in that government office has the power to do so. The files loaded with papers that arrive at the desks of these officials are connected to the being of those poor individuals. If we had put to ourselves in their place I am sure the resolutions to the matters concerning the poor of this country would not take years to accomplish. 

Sharing the image of the letter I have talked about, the one I have liked so much.  

સરકારી કચેરીઓમાં અમે વિચરતી જાતિઓના મુદ્દે પત્રો લખતા રહીએ અને કચેરીમાંથી રાબેતા મુજબ જવાબ આવતા રહે, જેમાં મોટાભાગે અરજીઓ નીચેની કચેરીઓમાં,

'આ અરજી પરત્વે નિયમોનુસાર કાર્યવાહી કરી અરજદારને બારોબાર પ્રત્યુત્તર પાઠવવો અથવા અમારી જાણ હેઠળ પ્રત્યુત્તર પાઠવવા' એ સબબના લખાણ સાથે મોકલવામાં આવતો વધુ જોઈએ...

આવામાં જામનગરના જિલ્લા વિકાસ અધિકારીએ અમારી અરજી પર નીચેના અધિકારી કેવી રીતે કાર્ય કરી શકે તે સંદર્ભે વિગતે માર્ગદર્શન સાથે પત્ર પાઠવે તે જોઈને રાજી થવાયું.. 

અમે DDO સાહેબને આ પત્ર સામે હરખ વ્યકત કરતો પત્ર પણ પાઠવી દીધો..

કેવી નાની નાની બાબતો માટે લોકો સરકારી કચેરીમાં આવતા હોય છે.. 

રેશનકાર્ડ નથી મળતુંની ફરિયાદ લઈને સચિવાલયમાં આવેલા માણસોને મે જોયા છે.. 

હું હંમેશાં કહુ છુ કે, મારી પાસે લાખો રૃપિયા હોય છતાં હું કોઈનું રેશનકાર્ડ નથી કાઢી શકતી પણ સરકારી કચેરીમાં બેઠેલા એ અધિકારી પાસે એની સત્તા છે.. 

એટલે ટેબલ પર આવતી ફાઈલોમાં રહેલા કાગળિયા કોઈ માણસના જીવતર સાથે જોડાયેલા છે.. એ જગ્યાએ આપણી જાતને મુકીને ફાઈલ જોવાનું કરીએ તો કોઈ વંચિતના કામો આમ વર્ષો સુધી ન થાય એવું ન બને...

આ પત્ર મને ખુબ ગમ્યો. એટલે અહીંયા એની નકલ મુકી રહી છું..

#MittalPatel #VSSM

The Lavana community and its leaders aspire to make it an ideal village, we too have begun dreaming for the same...

Mittal Patel with the sarpanch and other leaders who have pledged to
make Lavana a green village

Lavana is one of my favourite villages. 

The village puts aside its differences when it comes to matters relating to the growth and development of the village, is one of the reasons it is my favourite village. And also overwhelming is the understanding and wisdom of its Sarpanch Ramabhai who never says no to undertaking any progressive activity. 

“Lavana has a vast expanse of open land, can we plant 10,000 trees there?” we asked Ramabhai. 

“Sure Didi we can!” he responded immediately. Not wasting a moment, Ramabhai geared up the community to level and repair 18 acres of land. They also build the barbed wire fence around it. I have travelled across many villages and know the leaders too it is difficult to find leaders like Ramabhai for whom at the core is the welfare of the village and its inhabitants. 

12,500 native trees were planted on three sites in Lavana village. Village school teacher Hirabhai and his entire family joined the plantation drive, Hirabhai’s two brothers have been appointed as Vruksha-Mitra. 

Dudabhai Rajput and Bhalabhai Chauhan actively supported the Ramabhai in his efforts. “We will always join hands and support the Sarpanch in matters of development,” said leader T. P. Rajput.

The expanse of land to be watered is huge hence, drip irrigation seemed the best possible option. We requested T. P. Rajput and community leaders to come forward to support. The Lavana community and its leaders aspire to make it an ideal village, we too have begun dreaming for the same. 

It has been anticipated that Laakni and Lavana will experience severe water scarcities in coming times. Not only has the underground water table depleted, but the quality of water has deteriorated as well. 

We are going to try our best not only to ensure that the rainwater is captured, stored but also that the waters of Narmada reach in this region. However, we also need to comprehend the role of trees in bringing rains and conserving the groundwater tables. Therefore, it is perennial we must plant and raise trees. As many as we can. 

In the picture. Hirabhai and his family who poured in immense efforts in the plantation drive. Later, they also hosted and fed us with 
much love. The other images are of Sarpanch and other leaders who have pledged to make Lavana a green village. 

લવાણા મને ગમતું ગામ..

ગમવાનું મુખ્ય કારણ ગામના વિકાસ કાર્યો માટેની વાત આવે કે આખુ ગામ તમામ વિખવાદો મુકીને એક થઈ જાય...આ વાત મને સૌથી વધુ રુચી..

સરપંચ રામાભાઈ રાજપૂતની સમજણ પર તો ઓવારી જવાય. ક્યાંય કોઈ ચીજ માટે ના નહીં. 

'લવાણામાં ઘણી ખુલ્લી જગ્યા પડી છે. આપણે ત્યાં 10,000 ઝાડ કરી શકીએ? ' એવું રામાભાઈને પુછ્યું ને એમણે કહ્યું, 

 'જી દીદી થઈ શકે' એવું કહ્યું.

અમારી વાત થયા પછી તુરત એમણે કામ ચાલુ કરી દીધું. લગભગ 18 એકર જમીન એમણે ગામના સહકારથી સરખી કરી ને તાર ફ્રેન્સીંગથી એને કવર કરી

ગામના કલ્યાણની આવી ભાવના દરેક સરપંચમાં નથી હોતી જે મે રામાભાઈમાં જોઈ.. 

લવાણાની ત્રણ સાઈટ પર અમે 12,500 ઝાડ એ પણ આપણા અસલ લાવીને વાવ્યા. 

ઝાડ વાવવામાં ગામના શિક્ષક હીરાભાઈનો આખો પરિવાર જોડાયો. એ પછી વૃક્ષમિત્ર તરીકે પણ હીરાભાઈના બે ભાઈઓએ વૃક્ષોને ઉછેરવાની જવાબદારી લીધી. 

રામાભાઈને આ કાર્યમાં સક્રિય સહયોગ દુદાભાઈ રાજપૂત, ભલાભાઈ ચૌહાણે કર્યો.

ગામના આગેવાન ટી.પી.રાજપૂતે કહ્યું, 'જ્યાં જરૃર પડે ગામના વિકાસમાં અમે સરપંચ સાથે..'

આટલી મોટી જગ્યામાં ઝાડને પાણી પીવડાવવા ટપક હોય તો વધુ સારુ એ માટે ટી.પી. રાજપૂત અને ગામના અન્ય આગેવાનોને આગળ આવવા વિનંતી.

લવાણાને આદર્શ ગામ બનાવવાનું સ્વપ્ન તમે સેવ્યું એ સ્વપ્ન અમારી આંખો પણ હવે જોવા માંડી છે..

લાખણી - લવાણાના આ વિસ્તારમાં પાણીની સખત અછત આગામી દિવસોમાં ઊભી થવાની.. અહીંયા બોરના પાણી પણ કસ વગરના આવવા માંડ્યા છે.. આવામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય ઉપરાંત સરકાર પણ નર્મદાના પાણીનો લાભ આ વિસ્તારને આપે તે માટે સૌ સાથે મળીને કોશીશ કરીશું પણ ત્યાં સુધી આપણા હાથમાં વૃક્ષો વાવોને વરસાદ લાવો એ સૂત્રનો આધાર છે. માટે વૃક્ષો વાવીએ ને એને ઉછેરીએ...

ફોટોમાં હીરાભાઈનો આખો પરિવાર જેમણે વૃક્ષોની વાવણી માટે ભારે જહેમત ઉઠાવી.. એમણે ખુબ પ્રેમથી અમને જમાડ્યા..

એ સિવાય સરપંચ અને અન્ય આગેવાનો જેઓએ વૃક્ષોના જતનની જવાબદારી સ્વીકારી છે.. 

12,500 native trees were planted on three sites in Lavana village
Mittal Patel with Hirabhai and his family who poured in immense efforts in
the plantation drive


Village school teacher Hirabhai and his entire family joined the plantation drive


Sunday, September 06, 2020

Dedhal village shows awareness towards environment conservation by tree plantation...

Mittal Patel discusses environment conservation with the sarpanch of
dedhal village


My daughter just finished writing her first quarter exams. One of the subjects required her to write on the ‘Importance of trees.’

Trees give us wood, help for clouds and bring rain, they emit oxygen into  the air we breathe, they provide us shade, birds build their nest on them…!

There are countless advantages of having trees around, 9-year-old Kiara comprehended these many.

 All of us comprehend the fact that it is impossible to survive without trees, yet we have been felling trees without giving a second thought. The destruction our actions has caused to the environment is beyond comprehension.

To mitigate the situation in the areas we work, VSSM initiated a rainwater harvesting, water conservation and tree plantation campaign with the support from its well-wishing donors and friends.

The support from O2H firm enabled us to plant  1900 trees in Banaskantha’s Dhedhal village of Deesa block.

Bharatbhai, Sarpanch of Dhedhal village is supportive and fervent towards this campaign.

“This is a very noble endeavour,” the elders had expressed when I was in Dhedhal to monitor the plantation process.

VSSM ensures that the trees are cared and nurtured hence, appointing a Vruksha Mitra is non-negotiable.

The government wastelands that are full of wild babool trees need to be cleared and planted with native trees of our land. This mission needs to be picked up at multiple levels. We all need to do out bit to make our home green again.

The images share the glimpses for the above narrative.

 મારી દીકરીની હમણાં ત્રી માસીક પરીક્ષા ગઈ એમાં એને વૃક્ષની ઉપયોગીતા વિષે લખવાનું હતું....

એણે લખ્યું, વૃક્ષ લાકડું આપે, વરસાદ લાવવામાં મદદ કરે, ઓકિસજન આપે, છાયડાં આપે અને ઘણા બધા પક્ષીઓનું એ ઘર બને...

આમ તો ઉપયોગ આનાથીયે વધુ છે પણ નવ વર્ષની કિઆરા આટલું સમજી...

ઝાડ વગર જીવન શક્ય નથી એ આપણે સૌ જાણીએ..છતાં આડેધડ એને કાપવાનું થઈ રહ્યું છે.. પર્યાવરણ અસમતુલીત થયું છે..

આવામાં વૃક્ષ ઉછેર અને પાણી બચાવની ઝૂંબેશ VSSM સાથે સંક્ળાયેલા સ્નેહીજનો મારફત હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસાના ઢેઢાલમાં અમે 1900 જટેલા ઝાડ કર્યા છે. ઓટુએચ કંપનીએ એમાં સહયોગ કર્યો છે.

ગામના સરપંચ ભરતભાઈ બહુ ઉત્સાહથી આ કાર્યમાં મદદ કરે છે.

ઢેઢાલ ગઈ ત્યારે ગામના વડીલો પણ વૃક્ષો જોવા આવેલા તે એમને પણ મળવાનું થયું.. એમણે કહ્યું, આ બહુ પુણ્યનું કામ..

અમે વૃક્ષો વાવીએ અને તેને ઉછેરવા વૃક્ષમિત્ર રાખીએ જેથી એ ઝાડની બરાબર કાળજી કરે અને ઝાડ સરસ ઉછરે..

ગામે ગામ સરકારી ખરાબામાં જ્યાં બાવળોના જંગલ થયા છે જ્યાં જમીન બંજર પડી છે ત્યાં સઘન વૃક્ષારોપણની જરૃર છે..

લોકો ઝૂંબેશના રૃપમાં આ કાર્ય હાથ ધરે તેવું ઈચ્છીએ...

લખ્યું એ બધુંયે ફોટોમાં...

#MittalPatel #VSSM #Treeplantation

#Savetree #Treeplantationdrive

#Greenvillage #Greenbanaskantha

#Vilageofgujarat #Environment

#Greenintiative #saveenvironment

VSSM planted trees in the dedhal village of banaskantha

VSSM planted trees in the dedhal village of banaskantha


VSSM planted trees in the dedhal village of banaskantha