Tuesday, December 04, 2018

Compartment Bunding in Vadia- Returning the Favour of Mother Nature...

Compartment Bunding at Vadia
With the desilting  and  deepening of 45 lakes in Banaskantha, we were eagerly awaiting the arrival of rains that would fill up these thirsty and parched lakes. However, the rain gods decided otherwise. The entire region received almost no rain. Narmada that has turned out to be lifeline of Gujarat is also drying up soon.

The forecast is that Gujarat is heading towards potable water crisis this year. Chances are that even drinking water will be hard to access this summer.

However, Banaskantha’s Vadia decided to try its level best to save as much water possible. It decided to put into practice the theory of restricting the village water within village boundaries. It went a bit further and captured the rain water falling on the farmlands by designing and implementing compartment bunding on the farms of 40 farmer members of Saraniya Women Cooperative Society.

Trenches dug on the boundaries of the fields
Large pit have been created to ensure that the rain water through the farms flows in these pits and begins percolating underground (can be seen in the picture).

Vadia, a village believed to be ignorant and illiterate managed to work wonderfully to preserve water. We hope other villages try to emulate these efforts.
Here’s praying for a better monsoon next year….

ગુજરાતીમાં રૂપાંતર

ગુજરાતથી વરસાદ રીસાયો.

બનાસકાંઠામાં અમે 45 તળાવો ખોદાયા.

ગામના તમામ અમી દૃષ્ટિએ વરસાદની રાહ જોતા રહ્યા પણ વરસાદ તો સાચે રીસાયો..

આખો પંથ કોરો ભઠ્ઠ રહ્યો. નર્મદા જીવાદોરી. પણ એના નીરેય આવતા ઉનાળા સુધી ખુટવાના..

પીવાનું પાણી મળી રહે તોય ઘણું એવો ઘાટ ઘડાયો..

વરસાદ રીસાયો પણ આપણાથી થોડી એની કટ્ટી કરાય.

એના આવવાની રાહમાં તો લાલ જાજમ પાથરવાની..

બનાસકાંઠાના વાડિયાએ આવી જ લાલજાજમ પાથરી.. 

ગામમાં એકેય તળાવ નહીં. પણ વરસાદી પાણીને તો બચાવવું રહ્યું. શું કરવું?

5ft,. deep trenches were dug for compartment bunding
આખરે ગામનું પાણી ગામમાં ને સીમનું સીમમાં એ થીયરીથી થોડા આગળ ચાલી ખેતરનું પાણી ખેતરમાં એ વાત ઉપર અમે આવ્યા.

સ્ત્રી સરાણિયા સહકારી મંડળીના ચાલીસ ખેડુત ખાતેદારોના ખેતરોમાં VSSM એ કંપાર્ટમેન્ટ બંડીંગ કર્યું. ખેતરમાં પાણીનો ઢાળ જે બાજુ હોય તે બાજુ શેઢાની અંદરની બાજુ સળંગ મોટા ખાડા કર્યા જેથી ખેતરમાંથી વરસાદી પાણી વહીને આ ખાડામાં જ આવે ને ત્યાંથી જમીનમાં ઉતરે. (ફોટોમાં કંપાર્ટમેન્ટ બંડીંગ જોઈ શકાય છે)

વાડિયા જેવું સૌની નજરે નાસમજ ગામ પાણીનું મહત્વ સમજે એનાથી રૃડુ શું.

વાડિયાગામની પાણી બચાવવાની આ સમજમનું અનુકરણ ગુજરાતનો દરેક ખેડુત કરે એવી આશા રાખીએ...
સાથે ભઈ’સાબ આવતે ચોમાસે ના રીસાતો હો... એવા કાલાવાલાય વરસાદને અત્યારથી...