Thursday, July 29, 2021

Under the Sanjivani Aarogya Setu program VSSM supports Rahul Gadaliya's medical treatment...

Rahul Gadaliya meets Mittal Patel to express his gratitude

Rahul resides in Anand’s Sihol. 8 years ago he recovered from a freak injury which left some damage to his leg.  He always complained about leg ache. Rahul is 22 years old now but the pain in his leg had become unbearable. The family showed his condition to numerous hospitals but no one was able to diagnose the condition. Finally, at a private hospital a treatment costing more than a lac rupees was prescribed.

Rahul Gadaliya’s family sells toys for living, they did not have that kind of money.

Someone in Rahul’s extended family knew VSSM and its work, they knew we assisted people in need receive proper treatment. It was suggested to bring Rahul to Ahmedabad’s Civil Hospital and spoke to VSSM’s Kiran after inquiring if he would help through the treatment. 

Kiran informed Rahul to come to Ahmedabad without any worry or fear. Kiran was operated at Ahmedabad Civil and discharged after 11 days of stay at the hospital. He is much better now. After his discharge Rahul was in the office to express his gratitude. “I had not imagined to make it through this condition. I was tired of my visits to the clinics and hospitals. Everyone had advised me against treatment at Civil hospital, but here I am because of the assurance you had given me. I am much better now.”

Under the Sanjivani Aarogya Setu program VSSM supports medical treatment of the individuals who cannot afford medical treatments. Our dear Krishnakant Uncle and Indira Auntie have been providing financial assistance in this initiative.

We are so very grateful for the support they have been. 

There are many like Rahul who cannot afford treatment at private hospitals for whom Civil Hospital is a good alternative. If you know anyone in need of treatment do get in touch with Kiranbhai at +91 84017 26987. 

રાહુલ આણંદના સિહોલમાં રહે.. 8 વર્ષે પગમાં કાંઈક ઈજા થઈ એ વખતે તો સાજા થઈ જવાયું. પણ કોણ જાણે શું ખામી રહી તે પગમાં સતત દુખાવાની ફરિયાદ રહ્યા કરે.. હાલ એમની ઉંમર 22 વર્ષની પણ છેલ્લા બે વર્ષથી તો પીડાએ જીવવું દોઝખ કરી નાખેલું. 

કાંઈ કેટલાય દવાખાને બતાવ્યું પણ દરદ પકડાય નહીં. છેવટે એક ખાનગી હોસ્પીટલે દરદના ઈલાજ માટે એક લાખથી વધુનો ખર્ચ કહ્યો.

રમકડાં લાવીને વેચવાનું કામ કરતા રાહુલભાઈ ગાડલિયા કે તેમના પરિવાર પાસે નાણાંકીય સગવડ નહીં..

રાહુલભાઈના સગા vssmના કામોથી પરિચીત. અમદાવાદ સિવીલમાં અમે સાથે રહીને આ પ્રકારની બિમારીવાળા દર્દીની સારવારમાં મદદ કરીએની વાત એ જાણે. એમણે રાહુલને અમદાવાદ સીવીલમાં બતાવવા કહ્યું ને અમારા કાર્યકર કીરણ આ કાર્યમાં મદદ કરશેનું કહી કીરણ સાથે વાત કરી.

કીરણે ચિંતા વગર અમદાવાદ આવવા કહ્યું.  અમદાવાદ આવ્યા પછી ઓપરેશન થયું.11 દિવસ હોસ્પીટલ રહેવું પડ્યું. પણ હવે એ સંપૂર્ણ સ્વસ્થ છે.

આજે હોસ્પીટલમાંથી રજા આપી એ આભાર માનવા ઓફીસ પર આવ્યા. રાહુલભાઈએ કહ્યું, 'બચવાના કોઈ આસાર નહોતા. દવાઓ ને દવાખાનાથી થાક્યો હતો. સિવીલ માટે તો સૌ કોઈ ના પાડે પણ તમે ભરોષો આપ્યો ને હું આવ્યો. જુઓ હવે મને સારુ છે'

અમે સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત આવા દર્દીઓને મદદરૃપ થવાનું કરીએ છીએ. જરૃર પડે આર્થિક મદદ પણ કરીએ. આ કાર્ય માટે આદરણીય ક્રિષ્ણકાંત મહેતા અને ઈન્દિરા આંટી મદદરૃપ થઈ રહ્યા છે એમનો ખુબ ખુબ આભાર...

રાહુલભાઈ જેવા ઘણા દર્દીઓ જેઓ પૈસાના અભાવે સારવાર નથી કરાવી શકતા તેવા દર્દીઓ માટે સીવીલ ખુબ સારો વિકલ્પ છે. આ માટે જરૃર પડે અમારા કાર્યકર કિરણભાઈ - +91 84017 26987નો સંપર્ક કરી શકાય. 

#MittalPatel #vssm




A positive contagion...

Mittal Patel during Tree-worship ceremony


In association with Mandal’s Sadbhavna Mitr Mandal, VSSM planted around 1500 trees around the village cemetery. VSSM will also nurture and raise these trees. While the plantation was underway,  the ones who admired the systematic way of tree plantation  initiated cleaning the neighbouring cemetery and began removing the wild growth of the mad-babul tree.

Yesterday while we were in Mandal for the Tree-Worship program, some villagers visited us with a request to help them with tree plantation on the adjoining plot that housed another cemetery. What more could we ask for, we agreed immediately and planned for more collective plantations.

The Tree-Worship ceremony was carried in presence of everyone including Kankrej MLA Shri Kirtisinhji Vaghela, who has always stood beside us in our efforts to help the poor.

VSSM’s Naranbhai has worked hard to make these aspirations a reality. And our regards to the youth of Sadbhavna Mitr Mandal.

I believe the tree to be our most cherished deity, hence worship them for all they bring to us and pray for their proper growth.

 હકારાત્મ ચેપ..

માંડલાની સ્મશાનભૂમીમાં અમે ગામના સદભાવના મંત્ર મંડળ, વનવિભાગ અને VSSMની મદદથી 1500 ઉપરાંત વૃક્ષો વાવ્યા અને હા અમે એને ઉછેરવાના તો ખરા જ. સરસ રીતે વવાતા વૃક્ષો જોઈને આ સ્મશાનની બાજુમાં આવેલા અન્ય એક સ્મશાનમાં પણ ગામલોકોએ સ્મશાનમાં ઊગેલો બાવળ કાઢવાનું શરૃ કર્યું. 

ગઈ કાલે અમે માંડલામાં વૃક્ષ પૂજનનો કાર્યક્રમ કર્યો તો ગામના કેટલાક લોકોએ બાજુના સ્મશાનને રળિયામણું કરવામાં સંસ્થા મદદ કરશેનું પુછ્યું? અમને તો ભાવતું તુ ને વૈદે કીધા જેવું થ્યું. તુરત હા પાડીને સફાઈ પૂર્ણ થાય પછી ચોક્કસ સાથે મળીને વૃક્ષો ઉછેરીશુનું કહ્યું. 

વૃક્ષ પૂજનનો કાર્યક્રમ ગામના સૌએ મળીને કર્યો. કાંકરેજના ધારાસભ્ય શ્રી કિર્તીસિંહજી વાધેલા ખાસ ઉપસ્થિત રહ્યા..તેઓ વંચિતોના કાર્યોમાં સદાય અમારી પડખે... 

કાર્યકર નારણભાઈની ભારે મહેનત.. ને સદભાવના મિત્ર મંડળના યુવાનોને પ્રણામ..

વૃક્ષ આપણો સૌથી મોટો ઈષ્ટ દેવ.. આપણને કેટલુ આપે માટે પૂજન ને વૃક્ષ ઉછેરમાં બરકત આપેની પ્રાર્થના....

#MittalPatel  #vssm Kirtisinh Vaghela



VSSM team in Mandal for Tree-Worship Ceremony

The Tree-Worship ceremony was carried in presence of 
everyone

The Tree-Worship ceremony was carried in presence of
everyone including Kankrej MLA Shri Kirtisinhji Vaghela

The villagers performed pooja and planted the saplings

The Tree worship ceremony was carried in front of
everyone


The villagers performed pooja and planted the saplings

Mandal Tree Plantation site

Mandal Tree Plantation site

Local newspaper published the brief story of Mandal
Tree Plantation Ceremony


Monday, July 26, 2021

We feel lucky to have received abundant love from these communities...

Mittal Patel with Lalvadi and Fulvadi community

Our charming Lalvadi and Fulvadi, whenever they come to meet me there is always this request for a clicking a picture together. “Ben, one picture?” and they all fall arrange themselves around me for a photo.

“What will you all do with these pictures?” I would retort.

“Memories!” they would reply.

But I know that the fact is slightly different.

This community continues to wander for work, when they land up in an unwanted situation or face some kind of harassment they are quick to pull out an album from their Jhola and show off the people they know. The images include ministers, government officials. I know they would also include this image they captured today.

What can be better than a  picture that can bring sense of warmth and security…

I feel lucky to have received abundant love from these communities. 

અમારા લાલવાદી અને ફુલવાદી..

જ્યારે મળવા આવે ત્યારે બેન એક ફોટો કહી હું કશુંયે કહું એ પહેલાં જ ગોઠવાઈ જાય..

હું હંમેશાં પુછુ શું કરશો ફોટોનું તો કહે સંભારણું...

પણ સાચી હકીકત થોડી જુદી...

કામ ધંધા માટે ગામે ગામ વિચરણ તો એ આજેય કરે.. કોઈ હેરાન પરેશાન કરે તો ઝોળીમાંથી આલ્બમ કાઢીને જુઓ કોણ કોણ ઓળખે એ બતાવે..

આમ તો આલ્બમમાં મોટે ભાગે મંત્રી, અધિકારીઓના ફોટો વધુ હોય.. 

એમાં ક્યાંક હવે આનોય ઉમેરો થશે....

ફોટોથીયે કોઈને હૂંફ, સુરક્ષા મળે એનાથી રૃડુ શું?

કુદરતે આ બધાનો ખુબ પ્રેમ આપ્યો...એ રીતે હું નસીબદાર...

#MittalPatel #vssm #ફુલવાદી #લાલવાદી

#vadee #nomadic #denotified 

#nomadiclife #denotifiedtribe