Saturday, March 31, 2018

Miracles of Nomad Musabhai Dafer's Ration Card

Musabhai Dafer Showing his Antyodaya Card to Mittal Patel
Ration card…

Ration card is always a major concern of poor people, without which their lives become more miserable. Rich people are not at all concerned about having a ration card. 
Literate people recognize these cards as APL, BPL, APL-2 and Antyodaya but for a poor person it is red card and black card. 

Musabhai Dafer, lives in Bhojva of Viramgam block. He happened to get the antyodaya card. 
Musabhai Dafer with his colourful conatainers
That officer must be in a great mood, else not all poor people are not lucky enough to get this card. 
But this Antyodaya Card in the hands of Musabhai made the line of containers in his house. 
When two meals a day was a rarity and now he started storing the grains in the containers.

Now he has started buying grains in the bulk for 15-20 days. Daily wager at the village boundary, Musabhai passionately aspire to build his pucca house. He doesn’t have money to buy the land but if the government gives the piece of land then he confidently says that he will build a house. 

“I have got this card, why all the Dafers can’t get it?”- Musabhai had asked this question. This is an open ended question.

When we went to Bhojva, Musabhai showed this magical grain giving ration card. Hope all the needy people get this card….

રેશનકાર્ડ...

આમ તો રેશનકાર્ડ સાથે ગરીબ માણસો ને વધારે પનારો પડે. બાકી ગાડી, બંગલામાં ફરવાવાળાને આ રેશનકાર્ડની રામાયણ જરા નવાઈ ઉપજા
વનારી લાગે.

રેશનકાર્ડને ભણેલા APL, BPL , APL-2 અને અંત્યોદય એવા પ્રકારથી ઓળખે. પણ ગરીબ માણસ લાલ અને કાળા કેડ તરીકે એને ઓળખે. 
વિરમગામના ભોજવામાં રહેતા અમારા મુસાભાઈ ડફેર. એમને ભૂલથી અંત્યોદય કાર્ડ જડી ગયું. અધિકારી એ દિવસે કાંઈક સારા મૂડમાં હશે એટલે જ તો બાકી કાંઈ દરેક ગરીબ પાસે આ કાર્ડ નથી આતો જેના નસીબ હોય એને મળે.

પણ મુસાભાઈના હાથમાં આવેલા અંત્યોદય કાર્ડથી એમના છાપરામાં ડબ્બાઓની હારમાળા થઈ. 
બે ટંકના ફાંફા હતા ત્યાં હવે અનાજ ભરવા ડબ્બા આવ્યા.
જો કે મહેનત કરીને હવે તો પંદર વીસ દાડાનું ભેગું અનાજ લાવતાએ થઈ ગયા છે. સીમમાં મજુરી કરતા મુસાભાઈને હવે પાકા ઘરની હોંશ છે. જમીન ખરીદી શકાય એટલા પૈસા નથી પણ સરકાર જમીનનો નાનો ટુકડો આપે તો ઘર બાંધી લઈશું એવું એ કહે છે.
મને જેવું કેડ મળ્યું બેન બધાય ડફેરને એવું નો મળે? એવું મુસાભાઈએ પુછ્યુ છે...... જવાબ અધુરો મુકુ છુ...

પણ ભોજવા ગયા ત્યારે મુસાભાઈએ હોંશથી અનાજ આપતું ચમત્કારીક રેશનકાર્ડ બતાવ્યું.. કાશ જરૃરિયાત મંદ તમામને આ કાર્ડ મળે.....

#rationcard #VSSM #MittalPatel #antyodayrationcard #BHojva #Dafercommunity #saving #storage #saving #magicalrationcard #NomadsofIndia #Nomadictribes #Denotifiedtribes

Wonderful Marriage of Nat Community...

We got a chance to attend a marriage of Nat Community and the experience was very wonderful and thought provoking.

Rituals of Nat Community
No rounds of fire (agni), poojas and chanting of mantras by brahmins god and altar as witness, neither a priest to chant!

God is witnessing everything!

Put for pots in square tied with cotton thread; the sacred altar/Mandap (chori) is ready! Bride groom and bride enter this thread careful of not touching it and take four circles (fera) and exit.

Marriages in Nat Community
 If they touch the thread then the panch will punish them with small fine. It will be a small fine but everyone present will enjoy the act.

Lacs of rupees are spent after destination weddings but the amount is adequate for marrying many daughters of our Nat Community. Now a days mass marriages have become a trend, but our Nat community has been following this practice since ages.  There is less expense in Nat mass marriages than in other mass marriages.

Nuptials in Nat Community of Gujarat
Alcohol was a part of the event but now it is stopped.  
“Though people call us backward; we know this doesn’t look good so we quit it. “

On the other hand, now it is a trend to consume alcohol by so called cultured people of Dry State of Gandhi’s Gujarat. 

Now the question is who should learn from whom- small and so called “backward” Nat community from the ‘cultured’ lot or vice versa? 
ગુજરાતી અનુવાદ

અમારા નટ સમાજના અદભુત લગ્ન.

ના અગ્નિની સાક્ષી ના બ્રાહ્મણ ના કોઈ મંત્ર તંત્ર.

બધું જ ઈશ્વરની સાક્ષીયે.

ચારે બાજુ ચાર ઘડા મુકાય ને એને સુતરથી બાંધો એટલે લગ્નની પવિત્ર ચોરી તૈયાર. વર વધુ આ ચોરીમાં સુતરના દોરા ને અડકાય નહિ એમ સાવધાનીથી પ્રવેશે ને જાતે ચાર ફેરા ફરી લઈને પાછા એજ રીતે બહાર નીકળે. 

સુતરને અડી જવાય તો નાતપંચ દંડ કરે. દંડ નાનોજ હોય સાવધાની પૂરતો બાકી બધાને હરખ જ હોય.
ડેસ્ટિનેશન વેડિંગ પાછળ ખર્ચાતા લાખો રૂપિયામાં અમારા નટની ઘણી દીકરીઓ પરણી જાય. વળી સમુહલગ્નો આપણે હમણાં કરતા થયા અહીંયા તો સમૂહમાં જ દીકરીઓ પરણે છે ને આ પ્રસંગે અન્ય સમાજમાં થતા સમુહલગ્નો જેવા ખર્ચ પણ નથી થતા. 

હા પહેલા થોડો દારૂ પીવાતો પણ એ એમણે બંધ કરાવ્યો.
'લોકો પછાત કહે છે ને એટલે આ ના શોભે બેન એટલે બંધ.'
ત્યારે અન્ય કહેવાતા ભદ્ર સમાજોમાં પહેલા નહોતું એ દારૂનું ચલણ શરુ થયું દારૂબંધી વાળા ગાંધીના ગુજરાતમાં.

નાનો અને અન્યોની નજરમાં પછાત નટ સમાજ પાસેથી ખરેખર કોણે શીખવાનું એ અંગે આપણે વિચારવું રહ્યું...


Thursday, March 29, 2018

Exceptional support shown by the village people for VSSM Water Management program...

‘If you will spend 2.5 lakh to dig a lake in our village then we will also give you 5 lakh.’

 If people from all village start saying like this, then how amazing work we can do. Anyways, let’s not talk about others but we should definitely talk about  the village people of Bhensana, Diyodar.

Mittal Patel at Bhesana Water Management site
We have taken up work of digging lakes. Originally it rains less in Banaskantha, but this time water level reached 1000-1200 ft. Then again to revitalize the underground water levels, we took up this task with intention of digging the lakes deep. We decided to do work of maximum 5 lakhs in one village. But if village is helpful and we get good participation, then the lakes can be made bigger and water income can be raised.  Also, in special cases we can raise the budget as well. 

Bhesana Water Management site
A Gaam Talav (Name of the lake) of Bhensana is very nice but there was encroachment around the lake which was increasing day by day.  So, in order to dig the encroached land and that space is utilized as the space of the lake People of the village requested us to start digging out that land. All though, the village people voluntarily vacated the encroached land And we started working. The task was enormous but the participation of village was wonderful. We incurred the expenditure of JCB the tractors to carry out the soil was on village people.

Rashmin Sanghvi and Mittal Patel discussing
Water Management with village leaders and
VSSM co-ordinators
Mittal Patel at Bhensana 
But the way we were digging the lake, it was nearly impossible to do that in 5 lakhs. From Mumbai respected Rashminbhai Sanghvi, Atulbhai, Rohanbhai and Niravbhai came from Mumbai and we conducted a meeting in Bhensana. At that time village people felt like, their desire to have big lake won’t be fulfilled. Their wish was to remove encroachment and dig the lake as big as possible. They wanted to solve the issue of water clogging in the village during the rains But, we were stuck at the budget. Ultimately, in the meeting, Maknabhai from the village said, “if you spend 5 lakhs and then 2.5 lakh for village expense, then we will spend 5 lakhs and also 3 lakhs for planting trees to create garden around the lake.” If we get such a great involvement from village then who would not like to work.

For this village we even decided to dig another lake on the memories of respected Pradipbhai Shah. According to what villagers will say we will dig another lake and spend 3.5 lakh on it. Now village people will decide in which lake they want to spend this amount. 

Rashmin Sanghvi talking about Water Management
Actually entire villages should be thanked but we thank the Talati of the village Shri Premjibhai, Sarpanch shri Jeramjibhai and a person who said 5 lakhs on behalf of village, Shri Maknabhai. This gratitude is for keeping their land alive but still giving back to it, with all their spirit even after, constantly taking out water from the land.

VSSM team is wonderful. They deserve this praise. We salute this organization, that in such scorching heat, they worked on all the tasks which they have taken on hand and fulfilling without looking back. “

Respected Rashminbhai, Atulbhai and entire core group, all villagers who were helpful, if you all were not there then how would we have completed this task! We heart fully thank you all.
Mittal Patel and Rashmin Sanghvi with Bhesana village
leaders
We will pay unique tribute to respected Pradipbhai shah by digging a lake in Bhesana. We thank dear Nanditabahen and Kokilabahen for supporting us and we are happy for that…

‘તમે અમાર ગોમમાં તળાવ ગોદાવવા બીજા અઢી લાખ ખરચસો તો અમેય પોચ લાખ આલીશું.’

આવું દરેક ગામના લોકો બોલતા થઈ જાય તો કેટલું સરસ કામ થાય. ખેર બીજાની તો વાત નથી કરવી પણ દિયોદરના ભેંસાણાના અદભૂત ગ્રામજનોની વાત ચોક્કસ કરવી છે.

અમે તળાવો ખોદાવવાનું કામ કરીએ. મૂળ તો બનાસકાંઠામાં વરસાદ ઓછો પડે અને પાણીના તળ છેક 1000 -1200 ફૂટે પહોંચ્યા છે તે ફરીથી પેટાળને સજીવન કરવા એનામાંથી ખેંચી કાઢેલું પાણી પરત કરવાના આશયથી તળાવ ઊંડા કરવાના કામ હાથ પર લીધા. એક ગામમાં મહત્તમ પાંચ લાખનું કામ કરવાનું અમે નક્કી કર્યું. પણ જો ગામ સારુ હોય અને સરખો સહયોગ મળે વળી તળાવ મોટું થાય અને પાણીની આવક વધારે આવી શકે એમ હોય તો ખાસ સંજોગોમાં બજેટ વધારી પણ શકાય.

ભેંસાણાનું ગામતળાવ ખુબ સરસ પણ તળાવમાં આસપાસમાં દબાણ થઈ ગયું હતું અને એ દબાણ વધી જ રહ્યું હતું. એટલે ગામલોકોએ દબાણવાળી જગ્યા ખોદાય અને પહેલાંની જેમ તળાવમાં એ જગ્યા સામેલ થાય તે માટે તળાવ ખોદાવાની શરૃઆત દબાણવાળી જગ્યાએથી કરવા વિનંતી કરી. જો કે દબાણવાળી જગ્યા પણ સ્વેચ્છાએ ગામલોકોએ ખાલી કરી દીધી. ને અમે કામ શરૃ કર્યું પણ કામ ઘણું મોટું હતું. ગામનો સહયોગ અદભૂત જેસીબીનો ખર્ચ અમારોને ટ્રેક્ટરથી માટી ઉપાડવાનું ગામલોકોના માથે.

પણ જે રીતે અમે તળાવ કરી રહ્યા હતા એ રીતે પાંચ લાખમાં તળાવ થવાની શક્યતા નહોતી. મુંબઈથી આદરણીય રશ્મીનભાઈ સંઘવી, અતુલભાઈ, રોહનભાઈ અને નીરવભાઈ આવ્યા અને અમે ભેંસાણામાં બેઠક કરી ત્યારે ગામલોકોને એક વખત માટે લાગ્યું કે, એમની ઈચ્છા પ્રમાણે તળાવ મોટું નહીં ખોદાય. તેમની મનછા તળાની આસપાસ થયેલા દબાણો હટાવવાની હતી ને તળાવને શક્ય મોટું કરવાની હતી જેથી ચોમાસામાં ગામમાં ક્યારેક દિવસો સુધી પાણી ભરાઈ રહવાનો પ્રશ્ન થાય છે તે હલ થઈ જાય. પણ અમે બજેટ પર અટકેલા. આખરે ગામના હકનાભાઈએ બેઠકમાં ઊભા થઈને કહ્યું, ‘તમે પાંચ ઉપરાંત બીજા અઢીલાખ ગામમાં ખર્ચો તો અમે પાંચ લાખ કાઢીશું ને બીજા ત્રણ લાખ તળાવ ફરતે ઝાડ રોપી બગીચો બનાવવામાં ખર્ચીશું.’ હકનાભાઈની વાતથી અમે સૌ રાજી થયા. ગામનો આટલો સરસ સહયોગ મળે તો કામ કરવાનું કોને ના ગમે.

આ ગામનું એક અન્ય તળાવ ખોદવાનું પણ અમે સ્વ. આદરણીય પ્રદિપભાઈ શાહની યાદમાં નક્કી કર્યું છે. ગામલોકો કહે તે પ્રમાણે અન્ય એક તળાવ ખોદાવવામાં 3.5 લાખ ખર્ચવાનું કરીશું. હવે ગામ નક્કી કરશે કે આ રકમ એમને ક્યા તળાવમાં ખર્ચ કરવી છે.

આમ તો આખા ગામનો આભાર માનવો ઘટે પણ તલાટી શ્રી પ્રેમજીભાઈ, સરપંચ શ્રી જેરામજીભાઈ તથા પાંચ લાખ ગામ વતી બોલનાર શ્રી મકનાભાઈનો આભાર માનીએ છીએ. આ આભાર એમની ધરતીને જીવતી રાખવા માટે ને ધરતીને દોહ્યી એમાંથી સતત પાણી કાઢ્યા પછી હવે પરત આપવાની ભાવના માટે ખાસ માનીએ.

VSSM ટીમ અદભૂત છે. એમના વખાણ તો કરવા જ પડે. ધોમધખતા તાપમાં જરાય પાછુ જોયા વગર સંસ્થાએ ઉપાડેલા વિધવિધ કામોમાં જરાય પાછી પાની કર્યા વગર કામ કરનાર દોસ્તો તમને સલામ.

આદરણીય રશ્મીનભાઈ, અતુલભાઈ અને સમગ્ર કોર ગ્રુપ, મદદ કરનાર સૌ સ્વજનો તમે ના હોત તો અમે આટલી હિંમતથી આ કામો કેવી રીતે કરત. આપનો હૃદયપૂર્વક આભાર.

આદરણીય પ્રદિપભાઈ શાહને ભેંસાણામાં તળાવ ખોદીને એક જુદી સ્મરણાંજલી આપીશું. પ્રિય નંદીતાબહેન અને આદરણીય કોકીલાબહેનનો આભાર ને સાથે છો એનો આનંદ ...

#VSSM #hapinesshensanavillage #watermanagement #MittalPatel #ponds #lakes Rashmin Sanghvi Nandita Parekh #Banaskantha #Diyodar #VSSMWaterManagement