Saturday, March 31, 2018

Miracles of Nomad Musabhai Dafer's Ration Card

Musabhai Dafer Showing his Antyodaya Card to Mittal Patel
Ration card…

Ration card is always a major concern of poor people, without which their lives become more miserable. Rich people are not at all concerned about having a ration card. 
Literate people recognize these cards as APL, BPL, APL-2 and Antyodaya but for a poor person it is red card and black card. 

Musabhai Dafer, lives in Bhojva of Viramgam block. He happened to get the antyodaya card. 
Musabhai Dafer with his colourful conatainers
That officer must be in a great mood, else not all poor people are not lucky enough to get this card. 
But this Antyodaya Card in the hands of Musabhai made the line of containers in his house. 
When two meals a day was a rarity and now he started storing the grains in the containers.

Now he has started buying grains in the bulk for 15-20 days. Daily wager at the village boundary, Musabhai passionately aspire to build his pucca house. He doesn’t have money to buy the land but if the government gives the piece of land then he confidently says that he will build a house. 

“I have got this card, why all the Dafers can’t get it?”- Musabhai had asked this question. This is an open ended question.

When we went to Bhojva, Musabhai showed this magical grain giving ration card. Hope all the needy people get this card….

રેશનકાર્ડ...

આમ તો રેશનકાર્ડ સાથે ગરીબ માણસો ને વધારે પનારો પડે. બાકી ગાડી, બંગલામાં ફરવાવાળાને આ રેશનકાર્ડની રામાયણ જરા નવાઈ ઉપજા
વનારી લાગે.

રેશનકાર્ડને ભણેલા APL, BPL , APL-2 અને અંત્યોદય એવા પ્રકારથી ઓળખે. પણ ગરીબ માણસ લાલ અને કાળા કેડ તરીકે એને ઓળખે. 
વિરમગામના ભોજવામાં રહેતા અમારા મુસાભાઈ ડફેર. એમને ભૂલથી અંત્યોદય કાર્ડ જડી ગયું. અધિકારી એ દિવસે કાંઈક સારા મૂડમાં હશે એટલે જ તો બાકી કાંઈ દરેક ગરીબ પાસે આ કાર્ડ નથી આતો જેના નસીબ હોય એને મળે.

પણ મુસાભાઈના હાથમાં આવેલા અંત્યોદય કાર્ડથી એમના છાપરામાં ડબ્બાઓની હારમાળા થઈ. 
બે ટંકના ફાંફા હતા ત્યાં હવે અનાજ ભરવા ડબ્બા આવ્યા.
જો કે મહેનત કરીને હવે તો પંદર વીસ દાડાનું ભેગું અનાજ લાવતાએ થઈ ગયા છે. સીમમાં મજુરી કરતા મુસાભાઈને હવે પાકા ઘરની હોંશ છે. જમીન ખરીદી શકાય એટલા પૈસા નથી પણ સરકાર જમીનનો નાનો ટુકડો આપે તો ઘર બાંધી લઈશું એવું એ કહે છે.
મને જેવું કેડ મળ્યું બેન બધાય ડફેરને એવું નો મળે? એવું મુસાભાઈએ પુછ્યુ છે...... જવાબ અધુરો મુકુ છુ...

પણ ભોજવા ગયા ત્યારે મુસાભાઈએ હોંશથી અનાજ આપતું ચમત્કારીક રેશનકાર્ડ બતાવ્યું.. કાશ જરૃરિયાત મંદ તમામને આ કાર્ડ મળે.....

#rationcard #VSSM #MittalPatel #antyodayrationcard #BHojva #Dafercommunity #saving #storage #saving #magicalrationcard #NomadsofIndia #Nomadictribes #Denotifiedtribes

No comments:

Post a Comment