Saturday, July 10, 2021

VSSM committed to plant trees that were native to the region and helped bring rains...

Banaskantha’s Bukoli village. As evident in the video clip, it’s cemetery filled with gando baval/the mad tree.

“Ben, when someone dies in the village it becomes difficult for all to enter the cemetery. The mad tree is a huge menace!” Sarpanch had shared.

The Sarpanch wanted to plant 10,000 trees in the village and had mentioned to remain by our side even if he did not hold the position of village head.

The community and Panchayat cleaned the cemetery grounds and VSSM committed to plant trees that were native to the region and helped bring rains. The earth of Banaskantha is filled with the mad tree, it helped solve the issue of fodder and fuel but never allowed native trees to flourish in the surrounding. If water facility is made available we plan to plant and raise tall native trees.

We have launched this massive campaign and aim to plant and raise 1 lac trees this year.

May you too choose to invoke Tree God in your village. It definitely will herald good times….

બનાસકાંઠાનું બુકોલીગામ

વીડિયોમાં દેખાય એ સ્મશાન ગાંડાબાવળથી ભરેલું. સરપંચે કહ્યું, બેન ગામમાં કોઈ ગુજરી જાય તો બધા ડાઘુઓ એક સાથે સ્મશાનમાં જઈ ન શકે એવો ગાંડો બાવળ આ સ્મશાનમાં. 

સરપંચની ભાવના ગામમાં દસ હજાર વૃક્ષો ઉછેરવાની. એમણે કહ્યું હું સરપંચ ન હોવું તો પણ આ લક્ષાંકને પૂર્ણ કરવા હું તમારી સાથે... 

આવું સ્મશાન પંચાયત અને ગામે સાથે મળીને સાફ કર્યું ને એમાં વરસાદ લાવવા જવાબદાર વૃક્ષો vssm વાવશે અને ઉછેરશે..

બનાસકાંઠામાં કેટલાય એકર જમીન ગાંડાબાવળથી ભરેલી પડી છે. પાણી નહોતા ત્યારે ગાંડો બાવળ ઠીક પણ પાણીની સગવડ હોય ત્યાં એની જગ્યાએ ઊંચાઈવાળા વૃક્ષો વાવીએ તો એ વરસાદ લાવવામાં પણ ઉપયોગી થશે... 

અમે અભીયાન ઉપાડ્યું છે. આ વર્ષે 1 લાખથી વધુ વૃક્ષો ઉછેરવા છે.. 

તમે પણ તમારા ગામમાં વૃક્ષદેવની સ્થાપના કરો... એ ગામની સુખાકારી વધારશે એ નક્કી...

#MittalPatel #vssm

VSSM in partnership of the community has decided to plant trees over 10 acres of village wasteland...

Mittal Patel with Suigaum TDO Kajalben and other
villagers at Benap tree planatation site

Recently, at a specially organised event we planted trees in Bharkawada village. A leading daily covered the event in a very meaningful way and rightfully named it ‘Shwasropan’- sowing breathes. Trees are the most giving souls, their generosity is so visible in our daily existence.

Benap is a remote village in the interior of Banaskantha. The landscape is filled with gando baval. VSSM in partnership of the community has decided to plant trees over 10 acres of village wasteland. But the land had to be cleared first, and clearing these trees is an expensive affair. We spoke to District Collector Shri Anandbhai, who agreed to extend support. Another compassionate and enthusiastic officer is Suigaum TDO Kajalben. Anandbhai and Kajalben sanctioned clearing this wasteland of wild babool trees under the MNREGA program. VSSM with support from its dear Chandrakant Uncle and Indira Auntie will build a fence, install drip irrigation pipelines and water tank. The village Panchayat will also share the cost of fencing.

Benap sarpanch Paragbhai is a noble soul, someone who works for the prosperity of the village and its inhabitants.

Once the wilderness is cleared we plan to plant native trees that will help bring rain to the region.

This year many villages have agreed for tree plantation program. Hopefully, entire Banaskantha will show such commitment.

 અમે ભરકાવાડામાં વૃક્ષો ઉછેરવા સંદર્ભે કાર્યક્રમ કર્યો. દિવ્યભાસ્કરે એનું સરસ કવરેજ કર્યું ને નામ આપ્યું શ્વાસરોપણ...

ખરે જ વૃક્ષો આપણને કેટલું બધુ આપે વળી પાછું આપે એ બધુયે દેખાય પણ ખરુ....

#બનાસકાંઠાનું #બેણપ અંતરિયાળ ગામ. બાવળોનું પ્રમાણ પણ ઘણું. અહીંયા લગભગ 10 એકર જમીનમાં વૃક્ષો ઉછેરવાનું VSSMએ ગામ સાથે રહીને નક્કી કર્યું.

પણ જમીન આખી બાવળથી ભરેલી. સફાઈ કામ પુષ્કળ કરવું પડે ને એ માટે ખર્ચ ઘણો થાય. કલેક્ટર શ્રી આનંદભાઈ સાથે આ બાબતે વાત થઈ ને એમણે કહ્યું, અમે સાથે રહીશું. તાલુકા વિકાસ અધિકારી તરીકે સૂઈગામમાં કાજલબેન. એમનો ઉત્સાહ તો આવા કાર્યોમાં જબરજસ્ત.. આમ આનંદભાઈ અને કાજલબેન બેઉની સંવેદનાના લીધે મનરેગા યોજનામાં જમીનની સફાઈ અને ખાડા કરાવવાનું કામ મંજૂર થયું. 

જમીન ફરતે તારની વાડ, પાણીની ટાંકી, ડ્રીપની ગોઠવણ કરવાનું અમે અમારા પ્રિય ક્રિષ્ણકાંત મહેતા (અંકલ) ને ઈન્દીરા આંટીની મદદથી કરીશું. વાડ કરવામાં પંચાયત પણ અડધી મદદ કરશે..

સરપંચ પ્રાગજીભાઈ એકદમ પવિત્ર માણસ.. ગામના વિકાસ માટે એમની લાગણી અપાર..

ગાંડા બાવળથી ભરેલા વીડમાંથી ગાંડો બાવળ કાઢી વરસાદ લાવવામાં ઉપયોગી ઊંચાઈવાળા ઝાડ વાવવાનું અમારુ આયોજન ..

આ વખતે ઘણા ગામોમાં અમે વૃક્ષો ઉછેરવાના છીએ.. આશા રાખુ ધીરે ધીરે આખો બનાસકાંઠો આ માટે કટીબદ્ધ થાય...

#MittalPatel #vssm Kajal Ambaliya



The landscape is filled with gando baval

Benap Tree plantation site


A pledge to make Banaskantha green and water sufficient…

2500 saplings were planted by the community and VSSM
team around the village cemetery- Published in Divya
Bhaskar new


 A pledge to make Banaskantha green and water sufficient…

A couple of years ago, we launched a campaign to make Banaskantha green and water sufficient. This year we aim to plant and raise 1.5 lac trees from which 1.25 are already planted.

Mittal Patel and Maulik Patel performed pooja and
planted the saplings

While selecting the villages for our tree plantation campaign, the primary consideration is the community’s outlook towards trees. During July and August this year, we plan to accomplish the plantation of ‘Bal-Taru’ in 35 villages. The auspicious beginnings of this happened from Vadgaum’s Bharkawada village. 2500 saplings were planted by the community and VSSM team around the village cemetery. The support from Rosy Blue (India) will help us raise these into trees. 

 The saplings were provided by the Forest Department free of cost. VSSM plans to support Virksha Mitra for three years. It would be the responsibility of the Vriksha Mitra and the community to ensure that the saplings are nurtured and raised well, VSSM will support the remuneration to Vriksha Mitra.

During one of the plenary meetings, we had proposed a plantation of trees from one end to another. “Can we plant 500 more trees?” we had inquired. The youth had agreed to plan for the same. The trees on both the side of the lane required tree-guards, very soon donors began to pitch in and we had sponsors for 250 tree guards. VSSM will support if needed as we intend to develop the village as a model for others to draw inspiration from.

There was also a discussion on recharging the well, VSSM supported 11 farmers for the same. It is a delight to see the community gearing up for environment and water conservation.

The 2500 Bal-Taru needed to be honoured and worshipped. Couples from the village volunteered and came forward to worship and plant these trees at the village cemetery.

Since there is a lot of mutual respect and a sense of brotherhood in the village, couples from all the communities including Dalits performed pooja and planted the saplings. 

Once the plantation event got over, the young team of volunteers began bringing saplings and tree-guards for the plantation of boulevard trees. It was such a heart-warming scene… to watch them work so responsibly.

Banaskantha is a rain-starved region, if we turn the land green the rain gods would send their blessings. If the communities who call this region their home begin to take proactive measures the region will become green and productive. There would be no reason for the rains to keep away from the region….

હરીયાળુ બનાસકાંઠા પ્રકલ્પ....

વૃક્ષ ઉછેર અભીયાન અમે બનાસકાંઠામાં ઉપાડ્યું... આ વર્ષે દોઢ લાખ વૃક્ષો ઉછેરવાનો લક્ષાંક અમે રાખ્યો જેમાંથી 1.25 ઉપર તો પહોંચી ગયા...

વૃક્ષઉછેર માટે ગામોની પસંદગી ગામોની વૃક્ષો માટે મમતા કેટલી એને ધ્યાનમાં રાખીને કરીએ..જુલાઈ ઓગષ્ટ - 2021માં કુલ 35 ગામોમાં બાલતરુની વાવણી ને એના ઉછેરનું કાર્ય કરવાનું.. જેનો શુભારંભ વડગામના ભરકાવાડાગામથી કર્યો. ભરકાવાડાના સ્મશાનમાં 2500 વૃક્ષ ગ્રામજનો અને VSSMની ભાગીદારીથી ઉછરશે. 

જંગલ વિભાગે પણ આ માટે વૃક્ષો વિનામુલ્યે આપ્યા. અમે વૃક્ષો ઉછેરવા પગારદાર માણસ તેમજ વૃક્ષો માટે જરૃરી સગવડ- ખર્ચ કરવાનું ત્રણ વર્ષ સુધી કરીશું.

વૃક્ષ ઉછેર સંદર્ભે ગામલોકો સાથે ત્રણેકવાર બેઠક થઈ. ગામનો ઉત્સાહ જોઈને ગામની હદ શરૃ થાય ત્યાંથી લઈને હદ પૂર્ણ થાય ત્યાં સુધી આપણે બીજા 500 વૃક્ષો ન વાવી શકીએ? એવું પુછેલું.જવાબમાં સૌએ આયોજન કરીએ બેન એવું કહેલું. પણ રસ્તામાં વવાતા વૃક્ષોના સંરક્ષણ માટે પાંજરુ જોઈને તે એક પછી એક દાતા ઊભા થવા માંડ્યા. જોત જોતામાં લગભગ 250 ઉપર પાંજરાના દાતા મળી ગયા. ખૂટતાં VSSM આપશે પણ આ કાર્ય સફળતા પૂર્વક કરવું છે જેથી બીજા ગામના લોકોને પણ પ્રેરણા મળે.. 

આમાં વચમાં વળી કૂવા રીચાર્જની વાત આવી એમાં પણ ગામના 11 ખેડૂતોને મદદ કરવાનું અમે કર્યું. આમ પ્રકૃતિ- પર્યાવરણના કાર્યો માટે લોકો સજ્જ થયા..

સ્મશાનમાં 2500 બાલતરુની પ્રતિષ્ઠા કરવાની હતી. એનું પૂજન પણ થવું જોઈએ.. ગામના દંપતી સ્વંમ ભૂ પૂજન માટે આવ્યા ને સંપૂર્ણ ભાવ સાથે ગામના સ્મશાનમાં વૃક્ષો વવાયા.

ગામનો સંપ ખુબ સરસ નાતજાતના ભેદ વગર વૃક્ષ પૂજનમાં વાલ્મીકી સમાજથી લઈને ગામના સૌ કોઈ જોડાયા અને પૂર્ણ ભાવથી પૂજન કર્યું.. 

કાર્યક્રમ પત્યા પછી ગામના યુવાનોની ટીમ પાછી રસ્તાની બે બાજુ વૃક્ષો વાવવા ને પાંજરા લગાવવામાં લાગી.. 

કેવું રૃડુ વાતાવરણ હતું.

બનાસકાંઠામાં વરસાદ ઓછો પડે.. વૃક્ષો વરસાદ લાવવા માટે જવાબદાર એટલે વૃક્ષ ઉછેરનું અભીયાન અમે આરંભ્યું. લોકો સ્વંયભૂ આ કાર્ય કરતા થઈ જાય તો આપણી ધરતીને હરિયાળી થતી કોઈ રોકી નહીં શકે.. દરેક ગામ વૃક્ષ ઉછેર માટે કટીબદ્ધ થાય તો આખો પ્રદેશ લીલોછમ થઈ જાય ને પછી વરસાદને તો આવવું જ પડે....

 #MittalPatel #vssm #ભરકાવાડા






Villagers performed the pooja and planted the saplings

Couple performed the pooja and planted the saplings

Couple performed the pooja and planted the saplings

Couples from all the communities including Dalits performed
pooja and planted the saplings.

Couples from all the communities including Dalits performed
 pooja and planted the saplings.

Couples from all the communities including Dalits performed
pooja and planted the saplings.

Couples performed the pooja and
planted the saplings


Couples from the village volunteered and
came forward to worship and plant
these trees at the village cemetery- 
published in newspaper


Tuesday, July 06, 2021

It was a dream come true for the farmers of the village who had been waiting for years to witness their lake filled with water.

Mittal Patel visits the lake to share the joy and happiness

Water…

I don’t think it needs an introduction.  

The waters of Narmada reached the lake of Banaskantha’s Dama, where the villagers were eager for its arrival. Last year, VSSM had deepened the lake with the support from Jewelex Foundation and community participation. 

The lake belongs to Dama but shares its boundary with Dhedhal. Hence, Dama’s Govakaka and Dhedhal’s Sarpanch Shri Bharatbhai had asked me to come to share the joy when water arrives in the lake... The lake and the joy in people’s hearts were overflowing when I reached the village to share their happiness. 

It was a dream come true for the farmers of the village who had been waiting for years to witness their lake filled with water. VSSM has also deepened the lake well, to ensure that the lake holds enough water and penetrates well to recharge the groundwater tables. 

The community at Dama have ushered water into their village with the utmost respect. We hope for each village to wake up to the need of conserving each drop of water.

Also hoping for the water to seep in and make the underground water table rich with water just like the lakes are…

પાણી..

વ્યાખ્યા આપવાની જરૃર છે?

માર ખ્યાલથી નહીં.

પાણીની કાગડ઼ોળે રાહ જોતા #બનાસકાંઠાના દામાની સીમના #તળાવમાં નર્મદાના નીર આવ્યા. આ તળાવ અમે આ વર્ષે જવેલેક્ષ ફાઉન્ડેશન અને ગામલોકોની ભાગીદારીથી ગાળેલું. તે ગામના ગોવાકાકા ને ઢેઢાલના સરપંચ શ્રી ભરતભાઈએ  (મૂળ તળાવ દામાનું કહેવાય પણ સીમ ઢેઢાલનીયે લાગે) તળાવમાં નીર આવે તો બેન પોણી વધાવવા આવવું પડશે એવું કીધેલું.. તે એ આગ્રહને લીધે ખાસ જવાનું થયું. 

ગામના સૌનો હરખ પાણી ભરાયા એને લઈને ગજબનો..

વર્ષોથી તળાવ છલોછલ ભરાય એ સ્વપ્ન તળાવ આસપાસના ખેડૂતો જોતા એ આખરે સાકાર થયું..  અમે તળાવને ઘણું ઊંડું કર્યું છે જેથી જમીનમાં મહત્તમ પાણી ઉતરે ને તળ રીચાર્જ થાય...  

નીર વધાવવાનો કાર્યક્રમ ઉત્તમ થયો.. 

લોકો પાણીનું મહત્વ સમજતા થયા છે એનો રાજીપો છે.. દરેક ગામ જાગૃત થાય ને વરસાદી પાણીના ટીપે ટીપાને બચાવે એવી અપેક્ષા....

દામા તેમજ ઢેઢાલના લોકો તો પાણીદાર છે હવે એમના ગામના અને સીમના તળ પાણીદાર બને એવી રહેમ નજર માટે કુદરતે પ્રાર્થના... 

#MittalPatel #vssm #Dama

#water #waterforall #water

#savewater #savewatersavelife

#saveearth #groundwater #recharged



Mittal Patel reached the Dama lake to share the happiness
with them

The waters of Narmada reached the lake of
Banaskantha’s Dama

Mittal Patel talks about water conservation 




VSSM has been instrumental in providing ration kits to these sisters...

Mittal Patel meets Shakinaben and her sister

 “Thank you, Didi, these ration kits you send have been a great relief. Ever since I injured my back and leg in a major accident, I cannot walk long distance nor either can I engage in laborious work.”

Since Shakina was speaking in Hindi I had to ask her, “where is your native village?”

“We are from UP, but have made Gujarat our home. We have been staying here for years."

“And your husband?”

“He is no more!”

“Children?”

“I don’t have any!”

“How are you related to her?” I asked about a lady in a white salwar kurta standing near her.

“She is my elder sister, her husband is dead and she too never had children,” Shakinaben replied.

“How did you manage food before?”

“I cannot walk more, so Mumtaz would go and beg for both of us.”

The living condition of both these sisters was pathetic. They did not have a ration card, VSSM’s Maheshbhai helped them acquire one. They both are eligible to benefit under the widow-pension scheme but that hasn’t happened so far.

After the sisters were forced to vacate the space they had occupied for their shanty in Juna-Deesa we asked them to make a shelter in L P Savani Nagar.

With the support from its well-wishing donors, VSSM has been instrumental in providing ration kits to 165 destitute individuals under its Maavjat program.

Each time we see someone surviving under such abject poverty a prayer for everyone’s well-being escapes our heart!!

'આભાર દીદી.. આપ કે માધ્યમ સે રાશન મીલને સે બડી રાહત હો ગઈ. એક બડે અકસ્માતન મે મેરી કમર ઔર પાંવ મે કાફી ઈજા હુઈ મૈ જ્યાદા ચલ નહીં શકતી. ભારી કામ ભી નહીં હોતા..'

હીન્દીમાં વાત કરી રહેલા શકીનાબેનને મે તમે ક્યાંના વતની છો એ પુછ્યું,

'હમ તો યુપી સે હૈ.. પર કાફી સાલો સે ગુજરાત મે હૈ.. અબ તો યહા કે હી હો ગયે..'.

'આપ કે પતિ?'

'વો તો કબ કે ગુજર ચુકે.. '

'બચ્ચે?'

'નહીં હૈ...'

એમની બાજુમાં ઊભેલા સફેદ સલવાર કુરતો પહેરેલા મુમતાઝબેન સામે જોઈને, 'યે આપ કે ક્યા?'

મને વચમાં અટકાવીને શકીનાબહેને કહ્યું, 'વો મેરી બડી બહેન હૈ.. ઉસકા શૌહોર ભી નહીં હૈ. બચ્ચે ઉસકો ભી કભી નહીં હુએ..'

'પહેલે ખાના પીના કહાં સે કરતે થે?'

'મૈ જ્યાદા ચલ નહીં શકતી પર મુમતાઝ ધીરે ધીરે ચલકે કુછ ના કુછ માંગ લાતી...'

બેઉની સ્થિતિ ભયંકર. 

રાશનકાર્ડ નહોતું. જે અમારા કાર્યકર મહેશે કરાવ્યું. બાકી વિધવા અને વૃદ્ધ પેન્શન બેયના આ હકદાર પણ એ મળતું નથી..

જુના ડીસામાં જ્યાં છાપરુ વાળીને રહેતા આ બેઉને તે જગ્યા ખાલી કરાવતા આપણે એમને એલ.પી. સવાણી નગરમાં વિચરતી જાતિના પરિવારો રહે ત્યાં છાપરુ નંખાવ્યું. 

VSSMના માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને 165 વ્યક્તિઓને સંસ્થા સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી રાશન આપવાનું કરીએ..

પણ આવી સ્થિતિમાં માણસોને જોઈએ ત્યારે જીવ બળી જાય.. ને પ્રાર્થના તો આવું દુઃખ કોઈનેય ન આપની તો થાય જ... 

#MittalPatel #vssm #mavjat

#elderlycare #elderlycaregiving

#food #foodforall #rationdistribution

#Deesa  #Banaskantha #Gujarat



The current living condition of these two sisters

Shakinaben near her shanty


May Almighty always grant Shri Rajesh the ability to keep walking on his chosen path and continue serving the poor and needy...

Nomadic families recieved residential plots under the
leadership of its Collector Shri K. Rajesh

“Why thank them, it is the duty of authorities and government to work for the welfare of its subjects?” someone who read my post thanking the authorities for their support in helping redress the pending issues nomadic communities had left a comment.

“We may be want to skimp on money,  but why cut back on praising some good deeds? If each officer of this country performs her/his duty well,  the issues of this country would disappear. But there is an ‘if’ involved here hence,  when we come across officers who have been performing their duties with honesty and diligence it is our responsibility to applaud them.” I had responded.

One such officer is the extremely compassionate Surendranagar District Collector Shri K. Rajesh.

The obsolete occupations of nomads have required them to settle down in one place. These communities make settlements over government wastelands or any unoccupied plots. They would continue to live in the place until they are forced to vacate it and move out. Across many districts of Gujarat, VSSM has been striving to ensure that these families receive residential plots from the government so that they are not forced to vacate the space. The best results of these efforts have been achieved in Surendranagar district under the leadership of its Collector Shri K. Rajesh. If you ever get a chance to witness his work you will understand that he never gives up, he is on a relentless mission to help others. Very recently he allotted plots to 65 families.

VSSM team also perseveres hard to identify and ensure that help reaches those in need. At Surendranagar we have Harshad who never gives up and follows up the case right from filling up the form to the construction of the house.

Attainment of fundamental Human Rights is at the base of all the activities VSSM does, the other initiatives are built upon once the individuals attain the documents of their existence. The well-wishers who have supported the Human Rights initiatives of ours are unique as they have understood the gravity of these intangible efforts. Shri Piyushbhai of Jewelex Foundation never misses to send in his annual support, US-based Shri Kiritbhai Shah also acknowledged the necessity of these efforts and supports them, respected Dakshaben Shah and other well-wishers too have supported us with Human Rights efforts that have enabled thousands of individuals receive Ration Cards, Voter ID cards, a house… and benefits of government schemes for the welfare of poor.

We will always be grateful for the trust and support you have put in us.

May Almighty always grant Shri Rajesh the ability to keep walking on his chosen path and continue serving the poor and needy.

 વિચરતી જાતિઓના કાર્યોમાં મદદ કરનાર અધિકારીની વાત અહીંયા લખુ તે એ વાંચીને એક વાચકે કહ્યું, 

'સરકાર કે અધિકારીની ફરજ છે આ બધા કાર્યો કરવાની એમાં આભાર શું કામ માનવાનો?'

મે એમને કહ્યું, 'આપણે ખીસ્સામાંથી પૈસા આપવામાં કંજુસાઈ દાખવીએ એ સમજી શકાય પણ શાબ્દીક નવાજમાં કંજુસાઈ કેમ? વળી, દેશના દરેક અધિકારી તેમનું કર્તવ્ય બરાબર નિભાવે તો દેશમાં જે તકલીફો અત્યારે દેખાય છે એ રહે જ નહીં. પણ સવાલ એ ફરજ નિભાવવાનો છે..આવામાં ફરજ નિભાવે તેને પોંખવા જોઈએ..'

આવા કેટલાક અધિકારીમાંના #સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે રાજેશ એક. વંચિતોના કાર્યો માટે એમને ભારે અનુકંપા.વિચરતી જાતિઓના વિચરણનો હવે મતલબ નહોતો. મૂળ કામ ધંધા પડી ભાંગેલા એટલે. આવા પરિવારો જ્યાં જગ્યા મળી ત્યાં અસ્થાયી પડાવો નાખીને રહે. આ બધાને પોતાની જગ્યા મળે જ્યાંથી કોઈ એમને કાઢી ન મૂકે તે માટે અમે કોશીશ કરીએ. પણ એ કોશીશનું સૌથી સારુ પરિણામ સુરેન્દ્રનગરમાં  શ્રી કે.રાજેશ થકી મળ્યું..વળી સતકાર્યોમાં એમણે પોરો નથી ખાધો.. તાજેતરમાં એમણે બીજા 65 પરિવારોને પ્લોટ આપ્યા. આ બધા પરિવારો હવે ઘરવાળા થશે.

આવા વંચિતોને શોધવાનું કાર્ય અમારી ટીમ કરે. સુરેન્દ્રનગરમાં અમારો હર્ષદ સક્રિય. અરજી કરવાથી લઈને સતત ફોલોઅપ કરવાનું એ બરાબર કરે.

VSSMનું વિચરતી જાતિઓને અધિકાર અપાવવાનું કાર્ય પાયાનું. હું હંમેશાં કહુ સંસ્થાની બાકીની સેવાકીય પ્રવૃતિની શરૃઆત જ આ કાર્યથી થાય. આ કાર્યમાં મદદ કરનાર વ્યક્તિઓ પણ અનૂઠા.. જવેલેક્ષ ફાઉન્ડેશનના અમારા પિયુષભાઈ દર વર્ષે આ કાર્યો માટે આર્થિક સહયોગ કરે. તો અમેરીકામાં રહેતા આદરણીય કિરીટભાઈ શાહ પણ આ બહુ જરૃરી કાર્ય કહીને સહયોગ કરે એ સિવાય આદરણીય દક્ષાબહેન શાહ ને અન્ય પ્રિયજનોનો સહયોગ પણ ખરો.. જેના લીધે હજારો લોકોને રાશનકાર્ડ, મતદારકાર્ડ, ઘર ટૂંકમાં સરકારની કલ્યાણકારી યોજનાઓની મદદ મેળવવાના પુરાવા પુરા પાડવાનું અમે કરી શક્યા.

આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ..

ને કલેક્ટર શ્રી કે રાજેશ પાસે કુદરત હંમેશાં આવા સુંદર કાર્યો કરાવે તેવી અભીલાષા....

#MittalPatel #vssm Rajesh Kankipati Kirit H Shah

#collector #goverment #GOVERMENTOFFICIAL

#surendranagar #Gujarat #india #nomadic

Surendranagar collector Shri K Rajesh gives allotment
 document to nomadic families



The current living condition of
nomadic families

65 Nomadic families recieves residential plot published in
a leading newspaper


Sunday, July 04, 2021

We are grateful for the moral and financial support of VSSM’s well-wishing dear ones that have enabled us to reach the poorest...

Tejal with her three younger sisters

 “Didi, Tejal from Ghoghmba in Panchmahal is just 14 years old but has had to take up the role of a mother for her three younger sisters.” I was astonished with VSSM’s Vinodbhai shared this condition. Tejal lost her father when she was 12 and her mother passed away just 2 months back. Relatives from both the side of parents had abandoned them after the death of each parent.

The father worked as brick kiln labour and the family has a small crumbling place they call home, it is a structure that is falling apart with walls coming down it is not a place the girls would feel safe.

Tejal works as domestic help in bungalows near her house, the income helps her support her three sisters.  The girls are entitled to receive support from the government welfare scheme for orphaned children but obviously, they wouldn’t be aware of it.

As soon as Vinod learnt about these girls,  he sent them VSSM’s ration kit for destitute individuals and also wrote about them on Twitter. Jai Goswami spread it forward as a result official from the Department of Social Welfare paid a visit, filled up the form to enable her to receive monetary benefits under the  ‘Palak Mata-Pita Yojna’.

Well, we will keep sending her ration kit under the Maavjat program and repair the house too. “Once the hostel is operational all you sisters come here to study.” I had asked Tejal during one of our telephonic conversations.

“I do not wish to study, but take my younger sisters to the hostel and make them officers.” Tejal had replied.

Tejal is a little girl, I have yet to go and see her at Ghoghamba. I will bring her to the hostel once they start functioning.

We are providing ration to 165 destitute elderly to which these kids also have been included.

We are grateful for the moral and financial support of VSSM’s well-wishing dear ones that have enabled us to reach the poorest.

Praying to almighty to not be so difficult on such lives….

'#પંચમહાલના #ઘોઘંબાની 14 વર્ષની તેજલ માની જેમ ત્રણ નાની બહેનોને સાચવે છે દીદી..' 


એવું અમારા કાર્યકર વિનોદે કહ્યું ત્યારે ભારે આશ્ચર્ય થયું.તેજલ 12 વર્ષની હતી ત્યારે મા ગુજરી ગઈ ને બે મહિના પહેલાં પિતા..પણ મા ગયા પછી માતૃપક્ષે સાથ છોડ્યો ને પિતા ગયા પછી પિતૃપક્ષે..


બાપા ઈંટો પાડવાનું કામ કરતા. તેમની પાસે નાનકડુ ઘર ખરુ. એટલે દીકરીઓ સાવ છત વગરની ન થઈ.  જો કે એ રહે એને ઘર કહેવું કે કેમ એ પ્રશ્ન.. એક બાજુની દિવાલ તુટી ગઈ છે આમ તદન અસુરક્ષીત જગ્યા....


તેજલ બંગલામાં કામ કરવા જાય ને ત્રણે બહેનોનું પુરુ કરે.. 


પાલક માતા પિતા અંતર્ગત સહાય મળે પણ એ નાનકીને આ બધો ખ્યાલ નહીં...


વિનોદના ધ્યાને આ વાત આવી અમે તત્કાલ રાશન તો આપ્યું.. પણ સાથે સરકારની મદદ મળે તે માટે ટ્વીટર પર લખ્યું. જય ગૌસ્વામી જેવા પ્રિયજનોએ એ વાતને આગળ વધારી ને સમાજ સુરક્ષા વિભાગના અધિકારી આજે મુલાકાતે આવ્યા.(ફોટોમાં જોઈ શકાય છે) તેમણે ફોર્મ ભરાવ્યું. હવે પાલક માતાપિતા સહાય અંતર્ગત તેમને આર્થિક મદદ મળશે. 


ખેર અમે દર મહિને માવજત કાર્યક્રમ અંતર્ગત રાશન તો અમે આપીશું. ઘર પણ રીપેર કરી આપીશું. 'અમારી હોસ્ટેલ શરૃ થાય પછી ચારેય બહેનો હોસ્ટેલમાં ભણવા આવી જજો' એવું મે ફોન પર કહ્યું તો તેજલે કહ્યું, 'મારે હવે નથી ભણવું પણ મારી બે નાની બહેનોને હોસ્ટેલમાં લઈ જજો એમને અધિકારી બનાવજો...'


તેજલ નાનકી છે. હજુ એને મળવા ઘોઘંબા જવાનું બાકી છે. મળીશ ને હોસ્ટેલ શરૃ થશે એટલે એનેય ભણવા લઈ આવીશું...


દર મહિને 165 માવતરોને રાશન આપીએ હવે એમાં આવા ભૂલકાં પણ ઉમેરાયા.. 


VSSMના કાર્યોમાં મદદ કરનાર પ્રિયજનો આવા કાર્યો માટે બળ ને આર્થિક ટેકો કરે એ સૌનો આભાર...


પણ આવું દુઃખ કોઈનેય ન આપની ભગવાનને પ્રાર્થના... 


#MittalPatel #vssm



VSSM provided ration kits to these kids

VSSM provided ration kits to orphan girs

Department of Social Welfare paid a visit, filled up the form to
enable her to receive monetary benefits under the 
‘Palak Mata-Pita Yojna’


Thanks to the officers for their concern towards these children in need for protection...

Officers visited the Orphaned children 


I had recently shared a story about 14 years old Tejal who had upon her the responsibility of caring for her three younger sisters. The sisters had been recently orphaned with death of their mother.

As soon as VSSM learnt about their condition it has been providing monthly ration kit to these girls and also wrote for government assistance.

District Social Defence Officer Shri J. H. Lakhara and his team of Shri Roshan Choduhry, Shri Vinodbhai Dindor, Shri Rameshbhai Choudhry, Shri Jignesh Panchal, Shri Pushpendra Solanki visited the girls and filled up their forms. They also provided funds from their pockets for a tarpaulin to cover the roof over their head. And within a week they ensured each girls receives Rs. 4000, so a total of Rs. 16000 was deposited into their account.

Thanks to the officers for their concern and to Chief Minister and government for the their concern towards these children in need for protection.

ઘોઘંબામાં રહેતી 14 જ વર્ષની નાનકી તેજલ પોતાની સાથે એની ત્રણ બહેનોને સાચવે. મા- બાપની છત્રછાયા આ ચારેય ગુમાવેલી. 

આ અંગે થોડા દિવસ પહેલાં અહીંયા લખેલું

અમે આ દીકરીઓને દર મહિને રાશન આપવાનું નક્કી કર્યું. સાથે સરકાર મદદ કરે એમ પણ લખેલું. જેને ધ્યાને લઈને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એચ લખારા, તેમજ તેમની ટીમના શ્રો રોશન ચૌધરી, શ્રી વિનોદભાઈ ડીંડોર, શ્રી રમેશભાઈ ચૌધરી, શ્રી જીગ્નેશ પંચાલ, શ્રી પુષ્પેન્દ્ર સોલંકીએ દિકરીઓની મુલાકાત લીધી ને મદદ માટેનું ફોર્મ ભર્યું.. સાથે ઘર પર ઢાંકવા તત્કાલ મીણિયાની વ્યવસ્થા સ્વખર્ચે કરી. 


વળી અઠવાડિયામાં જ એમણે પ્રત્યેક દિકરીઓના ખાતામાં 4000 લેખે 16,000 જમા કરાવ્યા. 

આટલું ત્વરાથી સરકારી કામ થાય તેનો રાજીપો તો વ્યકત કરવો જ પડે.. 

આભાર અધિકારીગણનો અને આવા બાળકોની ચિંતા કરનાર આદરણીય મુખ્યમંત્રી શ્રી તેમજ સરકારનો.. 

આ દિકરીઓ સુધી પહોંચવામાં નિમિત્ત બન્યા પ્રવિણભાઈ રાવળ તેમજ અમારા કાર્યકર વિનોદ તો હવે આ દિકરીઓના કાકા બની ગયા છે. કોઈ કાંઈ પણ કહે કે પુછે તો દીકરીઓ કહે, કાકાને પુછીને કહીશું.. 

ચાલો નવા સંબંધો બન્યાનો રાજીપો... એમની સુરક્ષા બાબતે ઘણાએ ચિંતા સેવી પણ અમે કોશીશ કરીશું ધ્યાન રાખવા. ને અમારી હોસ્ટેલ શરૃ થતા જ અહીંયા લઈ આવીશું એ નક્કી...

#MittalPatel #vssm #government

#Gujarat #GOVERMENTOFFICIAL 

#kids #children #orphans

#Banaskantha #Gujarat


The sisters had been recently orphaned with death
of their mother.