Monday, June 22, 2015

Never ending web of acquiring documentray evidence for Nomadic Communities




Documentary Evidence for Nomadic Communities
Documentary Evidence for Nomadic Communities
We all are familiar with the mandatory requirement of attaching an entire spectrum of documents to the application forms submitted  to avail any of the government schemes. One of the important document that  the nomadic communities are required to attach for getting residential plots  and housing support is a  caste certificate. Amongst all the citizenry documents and other identity proofs the most difficult document to access is the Caste Certificate.  Why,  because one of the most important and mandatory documents required to be attached to get  this piece of paper  is a school leaving certificate of the applicant’s father!!!  Majority of children who attend schools run by VSSM or benefit from the various educations endeavours of  VSSM are first generation learners so how do their parents and people from older age group acquire a school leaving certificate of their father????

Whenever such situations arise the challenge for us is to convince the authorities about the facts, authorities who most of the times do not apply an out of the box approach.  The very first thing they want us to do is to attach all the necessary documents, it takes lot of  efforts  on our part to make the officials understand the ground realities, officials who do not want to go against the prescribed rule, however dispensable  the documents may be…… The officials take their own time but do eventually do understand.

VSSM prepared applications of residential plots for 17 families of Mehsana’s Nani Kadi village. The applications needed to have  caste certificate to be attached. So we applications to the Mamlatdar for issuance of for caste certificates. The Mamlatdar refused to process the applications since they did not carry the mandatory caste certificate. One of the officials stated that you do not have the necessary proofs because you do no belong to Nani Kadi. They felt they would be going agains the rule books if the caste certificates were issued. With no choice left, we were required to speak to the Social Welfare officer. It took the intervention of Social Welfare Officer to convince the Mamlatdar and get the caste certificates issued. Now we will be able to take the applications of residential plots further. 

Its been close to a decade since we first began working with these communities and yet for us to navigate through the wen of applications and documents continues to be as challenging as ever, robbing us of so much of time, energy  and resources.  How we wish that the processes could be made simpler  for the lay man to navigate through!!


in the picture - nomads with their caste certificates….

વિચરતી જાતિને જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી..
વિચરતા પરિવારોને સરકારી મદદ જોઈતી હોય તો કેટલીક યોજનાઓમાં એમણે પોતાની જાતિના પ્રમાણપત્રો જોડવા પડતા હોય છે. જેમ કે, રહેણાંક અર્થે પ્લોટ, મકાન માટેની સહાય વગેરે.. પણ જાતિના પ્રમાણપત્ર મેળવવાની પ્રકિયા જાતિઓ માટે થોડી મુશ્કેલ છે. જે વ્યક્તિને જાતિનું પ્રમાણ જોઈતું હોય વ્યક્તિએ પોતાના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્ર મેળવવાની અરજી સાથે જોડવું ફરજીયાત છે. બસ નિયમ વિચરતી જાતિના લોકો માટે કપરો છે. કેટલીક જાતિમાં તો ભણવાની શરુઆત હમણાં હમણાંથી છે આવામાં પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ક્યાંથી લાવવું?

જોકે અધિકારીગણ પરિસ્થિતિ સમજે પણ છે એટલે શરૂઆતમાં જાતિના પ્રમાણપત્ર માટે બધા પુરાવા ફરજીયાત માંગે . પણ પછી ધીમે ધીમે સમજાવતા વળી સમજી પણ જાય.. મહેસાણા જીલ્લાના કડી તાલુકાના નાની કડી ગામમાં રહેતા વિચરતી જાતિના ૧૭ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે માટે vssm તૈયારી કરી. અરજી સાથે જાતિ પ્રમાણપત્ર જોડવું પડે. મેળવવા મામલતદાર કચેરીમાં અરજી કરી. મામલતદારશ્રી અરજી કરનાર વ્યક્તિના પિતાના શાળા છોડ્યાના દાખલા નથી એટલે પ્રમાણપત્ર આપવાની ના પડી. એક અધિકારીએ તો એમ પણ કહ્યું, ‘તમે નાની કડીના નથી એટલે તમારી પાસે પુરાવા નથી અને નિયમ વિરુદ્ધ અમે કોઈ કામ નહિ કરીએ..આખરે સમાજ કલ્યાણ અધિકારીને વાત કરી અને એમણે મામલતદાર શ્રીને સમજાવ્યા અને ૧૭ પરિવારના જાતિના પ્રમાણપત્ર નીકળ્યા. હવે vssm પરિવારોને પ્લોટ મળે માટે અરજી કરશે.

વર્ષોથી જાતિઓને સરકારી યોજનાઓની મદદ મળે માટે કામ કરીએ છીએ. સરકારની મદદ મેળવવા માટેના નિયમોના ગૂંચવાડા પણ જોઈએ છીએ. માણસો સરકારી કચેરીના ધક્કા ખાઈને થાકી જાય છે ત્યારે થાય છે કે, કોઈ સરળ પદ્ધતિ દરેક યોજના માટે કેમ નથી બની રહી.. દિશામાં વિચારાય તો ખરા અર્થમાં યોજનાકીય મદદ ગરીબો સુધી પહોચશે. 

photoમાં જાતિ પ્રમાણપત્ર સાથે વિચરતી જાતિના વ્યક્તિઓ..