![]() |
Mittal Patel discusses water management with villagers |
"Someone calls festival's arrival,
Someone says just a glimmer,
My mind prophesies,
Restoring the gone reservoir"
"કોઈ કહે અવસર આવ્યો,
કોઈ કહે ઝળઝળિયાં
મારે મન તો ઊડી ગયેલાં
તળાવ પાછાં વળિયાં"
The people of village Padardi regretted not filtering and deepening the lake every year, especially after seeing how it had become as shallow as a saucer. If they had maintained the lake regularly, it wouldn't have required a significant amount of money to restore it. Now, however, a large sum of money is needed to restore the lake, which, for them, is a "Jalmandir."
Kakar village is located next to Padardi in Banaskantha, where families of florists reside. We strive to support the welfare of these families. Whenever we visit Banaskantha, we stay in Kakar, which is why Paadardi has caught our attention during our travels back and forth.
The people of Paadardi are aware that we rejuvenate lakes and transform them into Jalmandirs. They requested our help to deepen their village lakes. With the assistance of the GIA organization, we worked on deepening the lakes located on the village border. As a result, water from the river Maa Reva-Narmada flowed in, filling the entire lakes to the brim.
In Paadardi village, the water level has dropped to between 1,000 and 1,100 feet deep, causing five to ten borewells to fail each year. Given this situation, recharging the lakes solely with monsoon water seemed impossible. However, the government supported the villagers through the Maa Narmada initiative. Two lakes, excavated with the assistance of VSSM and the Vimukta Foundation, were successfully filled with water. As a result, farmers will no longer need to lift water from a depth of a thousand feet. Traditionally, seventy to eighty horsepower motors have been required to operate borewells. However, only a five-horsepower motor is needed to run a machine placed in a lake to draw water for irrigation.
The reduction in electricity bills is a notable benefit. Additionally, the wells in the surrounding area are being recharged thanks to the water that percolates through the bottoms of the lakes. These lakes benefit not only the farmers of Padardi village but also those from neighborhood village of Nikoi.
Seeing the filled lakes, the eyes of many farmers in the village fill with tears. The villagers say, "If the lake was not dug, the billions of liters of water that have been filled with it today, would not have been filled."
When the Jalmandir is filled with water, it not only supports the lives of farmers but also brings happiness to all living beings in the surroundiing world!
Thanks to you, GIA, and the support of many well-wishers like you, we have successfully rejuvenated 325 lakes so far.
We are committed to rejuvenating 1,000 Jalmandirs, and we pray to God to help us achieve this noble, divine goal.
કોઈ કહે ઝળઝળિયાં
મારે મન તો ઊડી ગયેલાં
તળાવ પાછાં વળિયાં
ગામના છીછરી રકાબી જેવા થઈ ગયેલા તળાવો જોઈને દર વર્ષે તળાવ ગાળવાનું કેમ ન કર્યું એવો અફસોસ પાદરડીગામના સૌને થયો. જો દર વર્ષે તળાવ ગાળ્યું હોત તો બહુ મોટો ખર્ચો ન થાત. પણ રકાબી જેવા આમ તો એક હતું તળાવ એવી સ્થિતિએ પહોંચેલું તળાવ - જલમંદિર ગાળવા લાખો રૃપિયા જોઈએ.
બનાસકાંઠાના પાદરડીની બાજુમાં કાકર ગામ ત્યાં ફૂલવાદી પરિવારો રહે. અમે આ પરિવારોના કલ્યાણના કામોમાં નિમિત્ત બનીએ. આમ તો બનાસકાંઠા હોઈએ ત્યારે રોકાણ પર કાકરમા. એટલે પાદરડી તો જતા આવતા ધ્યાને આવે.
જલમંદિરના નિર્માણનું કાર્ય અમે કરીએ એવી પાદરડી વાસીઓને ખબર એટલે એમણે પોતાના ગામના તળાવોને ઊંડા કરવા વિનંતી કરી. ગામની સીમમાં આવેલું તળાવ અમે GIA સંસ્થાની મદદથી ઊંડુ કર્યું. આ ઊંડા કરેલા તળાવમાં મા રેવા- નર્મદાનું પાણી આવ્યું ને આખુ તળાવ સરસ ભરાયું.
પાદરડી ગામમાં પાણીના તળ 1000 થી 1100 ફૂટે પહોંચ્યા. દર વર્ષે પાંચ - દસ બોરવેલ ફેઈલ થઈ જાય. આવી સ્થિતિમાં માત્ર ચોમાસાના પાણીથી તળ રીચાર્જ થાય એ અસંભવ લાગતું હતું. પણ સરકાર મા નર્મદાના માધ્યમથી ગામલોકોની વહારે આવી અને VSSM, વિુમક્ત ફાઉન્ડેશનની મદદથી ખોદેલા બેય તળાવો સરસ ભરાયા. જેના કારણે ખેડૂતોને હવે હજાર ફૂટથી પાણી ઉલેચવા નહીં પડે. બોરવેલમાં સીત્તેર એંસી હોર્સ પાવરની મોટર ચાલે. પણ તળાવમાં મશીન મુકી પાંચ હોર્સ પાવરની મોટરથી સિંચાઈ માટે પાણી લઈ જઈ શકાય છે.
વીજબીલમાં પણ ફાયદો થયો. વળી તળ પણ તળાવો ભરાવના કારણે રીચાર્જ થઈ રહ્યા છે. પાછુ આ તળાવ ભરાવવાથી માત્ર પાદરડી નહીં પણ નેકોઈ ગામના ખેડૂતોને પણ ફાયદો થયો.
ભરાયેલા તળાવ જોઈને ગામના અનેક ખેડૂતોની આંખમાં ઝળઝળિયા આવી જાય છે. ગામલોકો કહે છે, "જો તળાવ ખોદાયું ન હોત તો આજે જે કરોડો લીટર પાણી એમાં ભરાયું છે એ ન ભરાયું હોત."
જલમંદિરોમાં પાણી ભરાય તો ખેડૂતની સાથે સાથે સમગ્ર જીવ સૃષ્ટિ પણ રાજી...
આભાર GIA તમારા જેવા અનેક સ્વજનોની મદદથી આજે 325 તળાવોના નવીનીકરણ માં અમે નિમિત્ત બની શક્યા છીએ એનો રાજીપો.
1000 જલ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો છે. ઈશ્વર આ મનોરથ પૂરો કરાવે તેવી શુભભાવના..
![]() |
Mittal Patel and Others visits Padardi water management site |
![]() |
With the help from our well-wisher GIA , VSSM rejuvenated Padardi lake |
![]() |
Padardi lake filled with water |