Musabhai stays in Juna Padhar village near Viramgaum town.
Few years back, we had compelled him to send his children to school if he wanted our assistance in obtaining documents like ration card etc. The pre- condition worked and Musabhai’s children began attending school in Juna Padhar. We were expecting the village panchayat to allot residential plots to these Dafer families but things did not work-out as we expected. Musabhai had to leave the village. The family moved to Bhojwa where they set up their dangaa on the outskirts of the village.
“How were your exams?” I inquired to the children when I visited the new residence.
Mittal Patel and her team enjoying soulful meals at Musabhai Dafer's dangaa |
“They could not appear for exams as we had to move!!”
Meeting with Mittal Patel - At Dafer Settlement |
“You should have moved few days later, should have waited for exams to get over! You wasted their academic year, Musabhai”
“Where do I know all this, Ben! These kids should have told me but, they also did not utter a word about exams, I am completely unaware of all these matters of admission and exams!”
This was 7 years back. Recently Musabhai called up to complain about the visits the police were making to their Dangaa and threating them to summon the weapons they possessed. Musanbhai was disturbed and disliked the police visiting the dangaa… “Ben, I do not like police frequenting the dangaa, please intervene to solve the issue!”
Next day, Musabhai and I along with Tohid and Maulik reached the office of Gandhinagar DGP.. The officials were very responsive and positive. They immediately called up LCB Sarkhej and ordered them to stop their acts of harassing Dafer. Delighted with the encouraging experience we had we set out to return back to Ahmedabad. Musabhai was with us, “Ben, when you come to our dangaa be firm with the parents and tell them to send their children to school. I have refused to do their work until they do not send them to school.” I was amazed at his concern. Is this the same Musabhai who, some years back did not know anything about school? Today, his concern for educating children had grown beyond his own children, he now cared to ensure that the children of entire Dangaa go to school.
At VSSM we like people to spread their wings and fly… Musabhai proved to be doing just that. He now rents 25 bighas to farm and earn his living. His hut has fan, small refrigerator and his stock of grains in neatly arranged containers. Of course, the grains are from fairprice shop but the family has understood the value of storing food and not buying it on daily basis.
“Ben, will you have rotla (millet flat-breads) with us?” he asked us.
“Of course, along with some dhokli nu shaak!” I requested.
As when we sat down for lunch there were many other foods that had been prepared for us. The pleasure of enjoying such soulful meals with humble folks like Musabhai is second to none..
In the picure - Musabhai wearing checkered shirt..
મુસાભાઈ ડફેર વિરમગામ પાસેના જુના પાધરમાં રહે.
બાળકોને ભણાવશો તો જ #મતદારકાર્ડ કાઢી આપીશું એવી મીઠી ધમકી એમને આપેલી ને પછી તો બાળકો નિયમિત શાળામાં જવા માંડ્યા. જુના પાધરમાં કાયમ આશરો મળશે એવી આશા જાગેલી પણ પછી એ ઠગારી નીવડી. ગામ છોડવું પડ્યું. ભોજવાની #સીમમાં ડંગા નાખ્યા. ત્યાં એમને મળવા ગઈ ને શાળામાં ભણતા છોકરાંઓને પુછ્યું પરિક્ષા કેવી ગઈ?
‘પરિક્ષા ના આપી. ડંગા ઉપાડવાના હતા ને એટલે.’
‘કેમ ડંગા ચાર દી પછી ઉપાડવા હતા ને? એક ફેરા #પરિક્ષા પતવા દેવી હતી ને?
મુસાભાઈને કહ્યું, ‘આવું કેમ કર્યું છોકરાંઓનું વરસ બગાડ્યું.’
‘પણ મને ચો ખબર હતી આ પરિક્ષાની. છોકરાંઓને કેવું પડે ને મને એમ કે આ ગોમની નિશાળમાંથી દાખલા કાઢીને ભોજવાની નિશાળમાં આલી દઈશું. આવી પરિક્ષા બરીક્ષાની મન શું ખબર પડ?’
આ વાતને સાત – આઠ વર્ષ થયા. હમણાં ભોજવામાં #પોલીસ આવીને #હથિયાર બાબતે બધાને ધમકાવી ગઈ. ખુબ મહેનતુ ને ઈમાનદાર મુસાભાઈને પોલીસનું આમ ડંગામાં આવવું ગમ્યું નહીં. ફોન કરીને, ‘બેન ડોસી મરે તો વાંધો નહીં પણ જમડા ઘર ના ભાળવા જોઈએ, આ પોલીસનું કાંક કરો.’
બીજા દિવસે #ગાંધીનગર ડીજીપી ઓફીસ તોહીદ અને મૌલિક સાથે મુસાભાઈને અમે પહોંચ્યા. પોલીસે સહયોગ કર્યો સરખેજ એલ.સી.બી.ને ફોન કરીને આવું ના કરવા કડક શબ્દોમાં સૂચના આપી.
સુખદ અનુભવ સાથે અમે પરત આવતા હતા. મુસાભાઈ પણ સાથે હતા એમણે કહ્યું, ‘બેન ડંગામાં આવો તો બધાને છોકરાં ભણાવવાનું ખખડાવીને કેજો. મે એમનું કામ કરવાની ના પાડી સે. જ્યાં સુધી છોકરાં નહીં ભણાવો તા લગી કોઈ કામ નહીં થાય.’
સાંભળીને નવાઈ લાગી આ એજ મુસાભાઈ જેમને પરિક્ષા શું છે એનીયે ખબર નહોતી એની જગ્યાએ આજે એમના બાળકોને તો એ નિશાળામાં મોકલે જ ને સાથે વસાહતના તમામ ના બાળકો પણ નિશાળમાં જાય એનીએ ચિંતાય કરે.
માણસો ઉગાડાવાનું કામ અમે કરીએ ને મુસાભાઈના રૃપમાં આજે ફરી એ દેખાયું. પચીસ વિધા જમીન ભાગવી ખેડે છે મુસાભાઈ. એમના છાપરાંમાં પંખા, નાનુ ફ્રીજ ને સૌથી અગત્યનું #અનાજ ભરેલા પાંચ ડબ્બા હતા. હા ડબ્બામાં અનાજ સસ્તા અનાજની દુકાનનું હતું પણ અનાજ ભરવાની ખબર પડી એ ગમ્યું. ને પાંચ રૃપિયાનું મરચુ, પાંચનું તેલ, બેનું મીઠુ એમાંથી એ નીકળ્યા એનો આનંદ થયો...
એમના ડંગામાં જવાનું હતું. એમણે પુછ્યુ, ‘રોટલા ખાશો?’ મે હા પાડી ને ઢોકળીનું શાક ને રોટલા કરજો એમ કહ્યું. પણ જમવા બેસાડ્યા ત્યારે બત્રીસ પકવાન પીરસ્યા... મજા પડી ગઈ...
ચેક્સ શર્ટમાં મુસાભાઈ બસ ઓળખાય એ માટે
#MittalPatel #NomadsOfIndia #NomadicTribes #VSSM #Dafer #DenotifiedTribes #story #ડફેર #વિચરતીવિમુક્તજાતિઓ #DGPOffice #માનવીયઅભીગમ #HumanApproach
No comments:
Post a Comment