We are Bhavaiyaa, the performers of the yore…
“The stage is where I belong. When I am performing the role of a king, the stage shrugs with excitement and the audience is left spellbound. There would be repeated requests of ‘once-more.’ I have servants at my back and call. As a king, I would bestow in lacs. However, once the curtains fell, I had taken off the costumes… the reality was completely the opposite.”
Bhavaiyaa Artist |
We were engaged in a conversation with this community when we causally asked Khodabhai, a performer who usually played the role of a women in the Bhavai acts, “Why do you wear just half wig, it would look more attractive it your wig covered your entire scalp?” Khodabhai had a very honest and upfront answer, “In the earlier days, we were rewarded very well for our art. After seven days of performances we took back lots of donations! These days no one likes to watch Bhavai, we are old but, continue to practice our traditional profession because that is all we know. We do not have land or other riches to fall back on. We are left with no choice but to continue doing this. We know no one likes to see a half bald women but, a wig that covers the entire head is too expensive and if we spend money of costumes and cosmetics we will be left with nothing feed our families and self!
Can’t there be special incentives and support to promote and revive our art and make it more contemporary so that it appeals the current generations. These are the challenges the Bhavaiyaa face…
અમે ભવાયા...
રાજા બનીને જ્યારે સ્ટેજ પર આવું
ત્યારે સ્ટેજને ગજવી દેતો, ને પ્રેક્ષકોનું મન મોહી લેતો
વારે વારે વન્સમોર લેતો, દાસદાસીઓ ખમ્મા ખમ્મા કરતા
ને હું લાખોનું દાન દઈ દેતો
પણ પાત્ર પત્યા પછી વેશ ઉતારી ઘર ભણી જોતો.........
બળદેવભાઈ ભવાયાએ લખેલી આ કવિતામાં ભવાયા સમાજની વ્યથા છે.
ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવનાર ખોડ ભાઈને એમ જ પુછી લીધુ કે, માથામાં હંમેશાં અડધી વીગ કેમ પહેરો? પુરી પહેરો તો વધારે રૃડા લાગો. અમે તો અમસ્તા જ આ કહ્યું પણ #ચુંવાળિયાકોળીના ભવાયા ખોડભાઈએ એનો જવાબ આપ્યો,
‘તમારી વાત સાચી પણ ભવાઈ જોવી હવે કોઈને ગમતી નથી. અમારીએ ઉંમર થઈ બીજુ કશું આવડતું નથી ને કોઈ જમીન જાગીર છે નહીં. એટલે આના પર નભ્યા વગર છુટકોય નથી. પહેલાં સાત દિવસ ભવાઈ કર્યા પછી લોકો ઘણું દેતા પણ હવે એમ થતું નથી. માંડ માંડ ઘર જોગું નીકળે એમાં #શૃંગાર માટે વધારે પૈસા ફાળવવાનું અમને પોષાય નહીં. ને એટલે અડધી વીગ. ખબર છે ટાલવાળી સ્ત્રી જોવી કોઈને ગમે નહીં પણ આમાં વધારે પૈસા ખર્ચુ તો ઘેર શું આપુ?’
અમારી કલાને પ્રોત્સાહન ના મળે? #ભવાઈને નવા સ્વરૃપે સમાજ સમક્ષ મુકવામાં અમને મદદ ના મળે?
#ભવાયા સમાજનો આ પ્રશ્ન...
#Bhavaya #NomadicTribe
s #VSSM #MittalPatel #ConditionOfBhavai#culture #Bhavai #HumanRights
No comments:
Post a Comment