Tuesday, October 08, 2019

We care for the Fulvadee, that makes us unlike everyone else….

Mittal Patel relished the meal at Fulvadee's place
“Did you invite Ben to have lunch at our home?” Kokila’s husband inquired in their dialect.

“She will not eat at our place!” Kokila responded in the same dialect,  thinking that I do not understand it.

Mittal Patel with Fulvadee families of kakar
Both of them were quite after the response Kokila gave.

“Why, can’t I eat food cooked by you?” I asked Kokila.

“You understand our language?” Kokila was pleasantly surprised.

“Why wouldn’t I understand? Come serve me food. Today I am having my meal with you all!!”

The couple was delighted to hear me ask for food. “Ben is so different!!”

“I don’t know whether I am different, but I know for sure that I have tremendous affection for you all!”

I relished the meal of Rotla (millet flatbreads) and onion potato curry.

The Fulvadee families of Kankar always tell us that no one in the society cares for them and with the affection we shower all of us, Naranbhai, Ishwarbhai, I are unlike everyone else they interact with.

To be offered food is epitome of love and respect a family shows  and one should always be grateful towards their gesture. Why discriminate  on the basis of caste and class !!

The pictures reveal all that is mentioned here. 

'તે બેનને ખાવા ખાવા કીધું'
કોકીલા ને એના ઘરવાળા એ એમની બોલીમાં આ કહ્યું.

કોકીલા જાણે મને એમની બોલી નહિ સમજાય એટલે એણે એમની બોલીમાં જવાબ આપ્યો,
'બેન આપણા ઘેર ખાય નહિ...'
કોકીલા ના જવાબ પછી બેય પક્ષે ચૂપકી છવાઈ...

મેં કોકીલા ને કહ્યું, ' હું તારું રાંધેલું કેમ ખાઈ ન શકું?'
'અમારી વાત તમે હજમી ગ્યા?'
'કેમ નાં હજમુ?'
'લે હવે ખાવા આલ આજ તો અહીંયા જ ખાવું છે'

કોકીલા અને એના ઘરવાળા ના મોઢા પર આ સાંભળી હરખ છવાયો.. કોકિલાના ઘરવાળા એ કહ્યું, 'બેન બહુ નોખા છે...'
મેં કહ્યું, 'નોખાની તો મને નથી ખબર પણ મને તમારા માટે હેત ઘણું છે...'

બટેકા ડુંગળીનું શાક અને રોટલા ભાવથી હું જમી...
પિત્તળની તાંસળીમાં વર્ષો પછી જમી..

કાકર ફૂલવાદી પરિવારો કહે અમારી હારે સમાજના કોઈ આવું હેત ના રાખે પણ તમે, નારણભાઈ, ઈશ્વરભાઈ બધા બહુ નોખા છો..
કોઈ આપણને જમાડે એ ઘડી ધન્યતાની આમાં જાતિગત ભેદ કેમ રાખવો?
લખ્યું એ બધુંય ફોટોમાં...
#mittalpatel #vssm #fulvadi #nomadsofindia

No comments:

Post a Comment