Friday, September 24, 2021

After 6 years of representation, 120 nomadic families were recently sanctioned residential plots in Visnagar...

Mittal Patel visited these families to see the alloted land 

“If you cannot find a solution to our problem, tell us so. But please don’t ask us to be patient, how long do we need to remain patient?”

“Who are you?”

“My name is Natubhai. I have called up to convey that  you just make promises but don’t work towards fulfilling those promises!”

“What work?”

“In Visnagar, the government destroyed our shanties, we complained to you regarding the same. It has been four years but you have not taken any action.”

“You are right, but our work is to inform the government  and continue to follow up until the issue is redressed. We have been following up your case with the government. We are confident that one day all of you will have an address to call home.”

“Leave it, you will  not be able to do anything!”

“I am no the Chief Minister of Gujarat, nor am I an official authorised to issue residential plots. My job is to represent your issues to the concerned authorities and I will continue to follow it up until it has been solved.”

But Natukaka was not prepared to listen me out, he continued to spew in anger. It did annoy me,  but I allowed him to vent out his anger. He did not know I was not  part of any government.

After 6 years of representation, Natukaka and 120 families were recently sanctioned residential plots in Visnagar. On insistence of these families I paid them a visit, to see the allotted land as well as  discuss about the construction of houses on the allotted land.

“Ben, I am Natubhai!” Kaka introduced himself after walking up to me.

I smiled.

“I was a little drunk that day, the frustration of moving with bags and baggage made me shout at you.”

“You can vent our your anger, Kaka. I have not taken it to my heart.”

Natukaka and his wife live alone, on their own as they do not have any children to depend on. Growing age had impacted their ability to work.  After our Tohid and Rizwan recommended,   we provided a monthly ration kits to them. But on meeting Kaka I told him, “Kaka, you will still be able to work for a year or so. Start a vegetable cart along with a weighing scale. We will provide you with weighing scale. It would not have been possible for you to find work if you had been staying in a village. However, it will be easy for you to sell vegetables in Visnagar. How about accepting charity only when your body refuses to work?”

“I agree with you completely, but I don’t have funds to buy a hand-cart. Can you buy it for me?”

Natukaka refused to accept the ration kit for the second month. This month, we will buy him a hand cart.

Many have asked about my learnings of working with this society.  

Each day I  learn something new. My interaction with Natukaka taught me humility.

 I hope the government works hard to fulfil our Prime Minister Shri Narendra Modi’s dream of housing for all the homeless by the end of 2022. Recently, the families living in Bavla experienced the same plight as the families of Visnagar. And this was not for the first time, it has happened twice before. We have also filed applications for allotment of plots to these families. Hopefully, they soon receive plots.  

'તમારાથી ના થાય તો ના પાડી દો પણ ઓમ ધીરજ રાખો ધીરજ રાખો ક્યો સો તે મોણસ ચો હુદી ધીરજ રાખ?'

'તમે કોણ?'

'હું કોણ તે નટુભઈ.. તમે ખાલી વાયદા જ કરો. કોમ બોમ તમારાથી ના થાય'

'શું કામ?'

'વીસનગરમાં અમારા છાપરાં સરકારે તોડ્યા. એ વખતે તમન રજૂઆત કરેલી. પણ ઈન ચાર વરહ થ્યા તમે કોય ના કર્યું.. '

વાત સાચી પણ અમારુ કામ સરકારમાં રજૂઆત કરવાનું ને જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી એની પાછળ રહેવાનું અને એ અમે કરી રહ્યા છીએ. વળી તમને સરનામુ મળશે. એવો મને વિશ્વાસ છે'

'કોય ના થાય તમારાથી...'

'હું રાજ્યની મુખ્યમંત્રી કે પ્લોટ આપવા માટે જવાબદાર અધિકારી નથી, કે નથી મારા હાથમાં કોઈ સત્તા હું તો માત્ર રજૂઆત કરી શકુ અને એ રજૂઆત કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હું કરીશ'

પણ નટુકાકાને મારુ ક્યાં સાંભળવું હતું. એ તો ઘણુંયે અનાપસનાપ બોલ્યા. એ વખતે તો મને ગુસ્સો પણ આવેલો પણ પછી થોડુ વિચારતા એમનો બળાપો સાચો હોવાનું લાગ્યું. હું સરકાર નથી એ વાત એ ક્યાં જાણે..

હમણાં નટુકાકાને એમની સાથેના 120 પરિવારોને લગભગ છ વર્ષની મહેનત પછી વિસનગરમાં રહેવા જમીન ફળવાઈ. લોકોનો આગ્રહ એટલે ફળવાયેલી જમીન જોવા ગઈ મૂળ ઘર કેવા બાંધીશું તેની ચર્ચા જ કરવા. ત્યાં કાકા ધીરે રહીને મારી પાસે આવ્યા ને કહ્યું, 

'બેન હું નટુભઈ...'

મે સરસ સ્મીત કર્યું.. કાકા કે, 'એ વખતે થોડુ પી ગ્યો'તો એટલે બોલાઈ જ્યું. રોજ લબાચા લઈને ઓમથી તેમ ખસેડવાનું થાય એટેલ...'

'તમે બોલી જ શકો કાકા.. મને માઠુ નથી લાગ્યું...'

નટુકાકા ને એમના પત્ની બેઉ એકલા રહે. નિસંતાન. ઉંમર થઈ કામ બહુ થાય નહીં. એટલે અમારા તોહીદ અને રીઝવાને કાકાને દર મહિને રાશનકીટ આપવાનું નક્કી કર્યું. તે અમે કીટ આપી. 

પણ કાકાને મળ્યા પછી મે કહ્યું,  'કાકા હજુ એકાદ વર્ષ મહેનત થાય એમ છે. તમે શાકભાજીની લારી કરો. લારી ને વજનકાંટો, વજનિયા અમે આપીએ. તમે ગામડાંમાં રહેતા હોત તો કામ ન મળત. પણ વીસનગરમાં રહો છો તો શાકભાજી વેચવાનું થઈ શકશે. જ્યારે હાથ પગ સાવ ના પાડે ત્યારે ધર્માદુ લઈએ તો કાકા?'

'તમારો વિચાર એકદમ બરાબર. લારી માટે પૈસા નથી તમે લઈ આપો હું ધંધો કરીશ..'

આમ એક રાશનકીટ લીધા પછી બીજી લેવાની એમણે ના પાડી. લારી તો આ મહિનામાં લઈ આપીશું.

 ઘણા પુછે સમાજ સાથેના કામે તમને શું શીખવ્યું?

હું કહુ છુ નીત ઘણું શીખુ છુ.. જેમ કે નટુકાકાના એક ફોને મને વિનમ્રતા શીખવી...

પણ હા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં તમામ ઘરવિહોણાને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યું છે. સરકાર એમાં વધુ મહેનત કરે એમ ઈચ્છીશ. 

હમણાં જ બાવળામાં વિચરતી જાતિના કેટલાય પરિવારો જેઓ વર્ષોથી બાવળામાં જ રહેતા તેમના છાપરાં તૂટ્યા.. વળી આ છાપરાં એક વખત નહીં પણ ત્રણ વાર ખસ્યા અને તુટ્યા...આ પરિવારોનું પુનઃવસન થાય તે માટે વિધીસર દરખાસ્તો થઈ ગઈ છે. બસ સત્વરે કાર્યવાહી થાય એ માટે સરકારને વિનંતી....

#MittalPatel #vssm #HousingForAll

#home #nomadic #denotified

#gujarat #humanity #humanrights

#government #help #cmogujarat



No comments:

Post a Comment