
“My mother has gone to get food, some vehicles just arrived with food!” said Payal, who was attending to her infant sister in absence of their mother.

“Ben, that lady needs food, so what if she has just delivered a child!” interrupted Iharabhai, who was standing beside me.
I couldn’t utter any further… I began walking away from the settlement towards the vehicles distributing food, the scene was disturbing and chaotic, people were climbing upon each other to get whatever landed on their hands.
We are hearing voices claiming that the affected families have received too much in aid and they don’t need anything more. However, based on my observations from the continuous visits I have had in the affected areas, these families will continue to need support for coming 3-4 months. Simply because they will not be getting work for coming 6 months. The farms have been washed off, it will be simply impossible to farm and grow there are no other means of earning livelihood in these regions. Until the farms do not become ready these families will need help. Apart from livelihood, these families have lost their homes and belongings. They will be starting everything from scratch. So, all we would like to say and appeal is please open your hearts and give as much as you can, if I could I would fill their stores with food and grains enough to last them 6 months. These communities are not beggars so please don’t judge them so. They have felt the need to stretch their arms because once the immediate relief is over there is not help that will reach them. The road to rehabilitation is long and hard.
“Look at us, look at our condition, if I don’t eat how will I feed my child!!” said the mother of that wailing infant when I found and spoke to her……
Do I need not say anything more?
નાળોદરગામના પુરઅસરગ્રસ્ત લોકો માટે શું થઈ શકે, તે સમજવા જવાનું થયું. વંચિતોના ઘરોમાં ફરી રહી હતી ત્યાં અચાનક બે ગાડીઓ ગામમાં આવી અને આખી વસાહતના લોકોએ તે તરફ દોડ મુકી.

સુવાવડી આમ ઝટ ખાટલો ના છોડે. સવા મહિના લગી સ્થાઈ રહેનારા ખાટલો પાળે જ. ત્યારે આની મા ક્યાં ગઈ? ત્યાં હીંચકો નાખતી પાયલે કહ્યું, ‘ગોમમાં ગાડી આઈ તે મમ્મી ખાવાનું લેવા ગઈ...’

વસાહતમાંથી નીકળી અને ગામના પાધરે થતા વિતરણ તરફ ગઈ. લોકો જે મળે તે લેવા રીતસર પડા પડી કરી રહ્યા હતા.
લોકો કહે છે કે, ખુબ આવ્યું, લોકોને ખુબ મળ્યું, હવે જરૃર નથી. પણ મારા મતે આ લોકોને આગળના બે – ચાર મહિના ક્યાંક કામ મળવાનું નથી. ગામના વંચિતની જ આ વાત નથી સૌની વાત છે. ખેતરો ધોવાયા છે. ખેતી થશે નહીં અને અહીંયા બીજી કોઈ મજુરીએ ક્યાં છે. બધુ રાબેતા મુજબ તો ખેતીની સિઝન શરૃ થાય ત્યારે થશે. પણ એ હાલના સંજોગોમાં અસરગ્રસ્ત ગામોમાં થવાનું નથી. પાછુ પડ્યા પર પાટુ જેવું, ઘર ભાંગી ગ્યા છે. ક્યાંક તો ઘરનું અસ્તિત્વ જ નથી રહ્યું. બધુ ફેર બેઠુ કરવાનું.
અમારે એટલું જ કહેવું છે કે, કોઈ જ શંકા વગર આપો.. આમ તો મારુ ચાલે તો છ મહિના ચાલે એટલું ભરી આપું આ બધાને... આફત આ લોકોને માંગણ બનાવી ગઈ.
પેલી દીકરીની મા મળી એણે કહ્યું, ‘ખઈશ નઈ તો ધવરાઈશ ચમના... અન અમારી હાલત તો જુઓ ચેવા પડ્યા સીએ...’
આગળ કશું લખવું નથી... પણ સ્વમાનપૂર્ણ રીતે પરિવારજનોને બેઠા કરીએ.
No comments:
Post a Comment