149 nomadic families from Banaskantha’s Tharad were recently allotted residential plots, the wait was 6 years long. Finally Collector Shri. Dilip Rana and his team made it possible for these families to realise their life long yearning…..
So here they were, all geared up to surprise us with the beats dhol, flute melody, busting fire crackers and to show their joy, happiness and gratitude. And surprised we were to such joyous and cheerful welcome. The food too was also collectively prepared by them.
પારેવાનું પણ ઠેકાણું હોય..
બનાસકાંઠાના થરાદમાં ૧૪૯ વિચરતા પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા. ૨૦૦૮ થી કાયમી વસવાટ માટે જગ્યા મળે એ માટે અમે સૌ પ્રયત્ન કરતાં હતા. જેનો અંત આવ્યો. કલેકટર શ્રી દિલીપ રાણા અને એમની ટીમની લાગણીના કારણે આ બધું શક્ય બન્યું.
તા.૧૪મી માર્ચ ૨૦૧૫ના રોજ થરાદ vssmના શુભેચ્છક સ્વજન એવા શ્રી રશ્મીનભાઈ સંઘવી, શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રી દિલીપભાઈ શાહ, શ્રી શૈલેશભાઈ શાહ, શ્રી મયુરભાઈ રામૈયા સાથે જવાનું થયું. રાતના ૮ વાગે અમે થરાદમાં અમારી હોસ્ટેલ પર પહોચ્યાં. અહિયાં આ ૧૪૯ પરિવારો અમને આવકારવા ઉપસ્થિત હતાં. સૌએ ઢોલ, મોરલી અને ફટાકડાથી સ્વાગત સાથે પ્લોટ મળ્યાનો હરખ વ્યક્ત કર્યો.. આમ તો આ બધું જ અમારા માટે સરપ્રાઈઝ હતું. આ વ્યવસ્થાથી અમે અજાણ હતાં. પણ એમનો ઉમળકો જોઇને ખુબ રાજી થયા. સલાટ, નાથવાદી અને ગાડલિયાના ૧૪૯ પરિવારોએ સમુહમાં એમની અને અમારી રસોઈ કરી હતી. બધા ખુબ નાચ્યાં, ફટાકડાં પણ ફોડ્યા અને એમણે પોતાની લાગણી પણ વ્યક્ત કરી.
હવે પ્લોટ રૂપી મળેલાં કાયમી સરનામાં ઉપર ઘર બાંધવાનું આયોજન કરવાનું છે..આ પરિવારો કહે છે એમ ‘વર્ષોથી ગધાડાં લઈને રઝળ્યા કર્યું. અમારા ઘૈડીયા પણ આમ જ રઝળતાં – ભટકતા ગયા. પારેવાનું પણ ઠેકાણું હોય પણ અમારું કયાંય નહોતું. અમારાં ઘૈડીયાની જેમ અમે પણ ઠેકાણાની રાહમાં જતા રહેત...પણ હવે સરનામું મળ્યું..’ એમના આ આનંદ માટે વહીવટીતંત્ર અને vssm ટીમને સતત પ્રવૃત રાખવામાં મદદરૂપ થનાર દાતાઓનો આભાર વ્યક્ત કરીએ છીએ..
ફોટોમાં ખુશી વ્યક્ત કરતાં આ પરિવારો.. અને સૌ સ્વજનો...
No comments:
Post a Comment