“Ben that house you see there, that is my house. Please come for tea.” He had met us just two minutes back, “How come you are here, you had send lot of aid to our village, am I correct, Ben??
Becharbhai Maharaj - A Khariya resident - narrates his refreshing experience to Mittalben Patel & Shri Rashminbhai Sanghvi during their post-flood visit |
He could not believe that a small farmer from as far as 200 kilometers could think of showing such generosity… “my entire Banaskantha was here to help us and I am extremely grateful to everyone who did. It is because of you all that we have managed this crisis… did you know any of us?? Yet you decided to help us!! How can we not offer you tea??”
The Banas river between Khariya and Mota Jampur decided to go wild without warning anyone, that night it just decided to spread its span from 50 meters to 2 kilometers….as we were looking at the aftermath our eyes fell of the beautiful setting sun in the horizon and we decided to get down and take a picture of it to find Khariya’s Becharbhai Maharaj who with his touching narrative refreshed us even before we could have the tea he offered……
The beautiful aftermath of the good deeds and kind gestures by human kind during such challenging times have made such profound impact…
With two outstanding humans... Respected Shri. RashminbhaiSanghvi and Becharbhai Maharaj…
'બેન ચા પાણી પીશો? પણે દેખાય એ ઘર મારુ. આવો બેન.'
બસ બે મિનિટ પહેલા મળ્યા ત્યારે એમણે પૂછ્યું, 'કેમ આ બાજુ બેન? તમે અમારા ગામમાં સહાય આલેલી ને બેન?'
એમના આવું પૂછવાથી હું તો હા ના ની અસમઝમાં પડી. સહાય કોની ને કોણે આપી અમે તો નિમિત્ત હતા ને એમાં આમ જશ લઇ લેવાય?? આ ગડમથ ચાલતી હતી ત્યાં એ બોલ્યા...
'બેન પોણી તો પેલાય ઘણા આયા પણ આ ફેરા લોકોએ ખુબ સહાયતા કરી. હું મારા ખેતર માટે રોપા લેવા માઢી જ્યો તો બેન. માઢી ચેટલું સેટ પડ્યું? 200 કિલોમીટર થાય. ઠેક વિજાપુરની બાજુમો. પેલા રોપવાળાએ મન પુસ્યું ક, 'કાકા ચોના?' અન મેં કીધું ખારીયા. ઈને મન કીધું, 'અમે આયાતા ખારીયા. ઘાસ પૂળાની આઇસર ભરી ન. અન બીજુયે ઘણું લઈન' એ રોપાવાળો કોય મોટો જબરો પૈસાવાળો નતો. બે વિધા જમીનનો માલિક હતો પણ જુઓ અમારી ચિંતા કરીન ખારીયાનું છાપામો વોચીન ખારીયા આઇન ઈને મદદ આલી. આ વાત કરતા કરતા સખત અહોભાવ એમના મોઢા પર જણાતો હતો.
અને સૌથી અગત્યનું ઠેઠ 200 કિલોમીટર દૂરથી અને એય પાછો બે વિધા જમીનનો માલીક ગાડી ભરીને ઘાસ લઈને આવે એ એમના માનવામાં આવતું જ નહોતું.
'અમારું આખું બનાસકોઠા મદદ કરાવવાળા બધાનો આભાર મોનઅ. તમે બધા હોવ ન અમે બેઠા થઈયે નકર.... તમે બધા ચો ઓળખતાતા અમન? તોય મદદ કરીન? તો અમે ચા- પોણીમોથી તો ના જઇયે ન?'
ખારીયા અને મોટાજામપુરની વચમાં બનાસે ના કોઈ રણશિંગું ફૂંક્યું ના લડવાની તક આપી બસ એણે તો કાળી રાતમાં પોતાનું સામ્રાજય 50 મીટરમાંથી વધારી બે કી.મી.નુંં કરી દીધું. આ જોઈ રહ્યા હતા ત્યાં સરસ સુર્યાસ્ત થઇ રહ્યાનું જોયું. ને એનો ફોટો પાડવા નીચે ઊતર્યાને ખારીયાના બેચરભાઈ મહારાજનું ચાનું આમંત્રણ મળ્યું ને ચા પીધા વગર ટેસ કરાવી દે એવી અદભુત વાત એમણે કરી...
માનવતાના અદભુત કાર્યોની સુવાસ કેવી સરસ પથરાઈ નહીં..
આદરણીય રશ્મિનભાઈ સંઘવી અને બેચરભાઈ મહારાજ બેય અદભુત માણસો...

No comments:
Post a Comment