Thursday, March 23, 2023

Sarojben gets ration kit with the help of VSSM...

Mittal Patel meets Sarojben in Piludra village

Life has been challenging for Sarojben from Sabarkantha’s Piludra; her hardships make her look quite old compared to her actual age. Having lost her husband at a very young age, the responsibility of raising Rupal, her daughter, fell upon her. Sarojben works as a farm labor to earn a living and educate Rupal, who is studying in 9th grade.

Since the last few years, Sarojben has lost her vision, and because of financial constraints, she has avoided going for a medical checkup. 

The responsibility of running the household, looking after Sarojben, and earing for the two fell on Rupal. Initially, she would take leave but eventually dropped out of the school

Pilundra’s Alpaben introduced us to Sarojben and suggested we provide them with the monthly ration kit.

Sarojben should also receive a widow pension; strangely, this daily wage earning lady received an income certificate above Rs. 1.20 lacs; hence she could not qualify for the widow pension.

We have begun sending ration kits to Sarojben. Very soon, we shall take her to the doctor to examine her eye, and if her vision returns, we will bring Rupal to our hostel.

We are glad to be able to help such families and grateful to Alpabahen and our team member Tohid for their proactiveness.

You can also choose to adopt such families who need our support. Please call on 9099936013 to learn about our Mavjat initiative

સાબરકાંઠાના પિલુદ્રામાં રહેતા સરોજબેનની ઉંમર બહુ મોટી નહીં પણ વર્ષોથી ઢસરડા કરવાના લીધે એ નાની ઉંમરેય મોટા લાગે. એમને એક દિકરી રૃપલ જે હાલ નવમુ ધોરણ ભણે. સરોજબેનના પતિ થોડા વર્ષો પહેલાં ગુજરી ગયા. સરોજબહેન ખેતમજૂરી કરે અને મા-દીકરીનું ગુજરાન ચાલે. 

પણ છેલ્લા કેટલાક વખતથી સરોજબેનને આંખે દેખાતુ બંધ થયું. આર્થિક સ્થિતિ નબળી એટલે આંખોની તપાસ કરાવવાનું પણ એમણે કર્યું નહીં.

 રૃપલ ભણે પણ માના આંખોના અજવાળા ઓલવાયા પછી ઘર ચલાવવા એણે કામે જવું પડે. જરૃર પડે માને પણ મદદરૃપ થવું પડે આમ નિશાળમાં રજાઓ પડવા માંડી. આખરે એણે ભણવાનું જ મુકી દીધું.

 આ સરોજબેનનો પરિચય અમને ગામમાં રહેતા અલપાબહેને કરાવ્યો. એમણે કહ્યું, આ પરિવારને દર મહિને રાશન આપો તો એમને ઘણો ટેકો થાય. 

વિધવા સહાય સરોજબેનને મળવી જોઈએ પણ એ પણ મળે નહીં. મજૂરી કરીને નભતા આ પરિવારને આવકનો દાખલો 1.20 લાખની આવકનો વાર્ષિક મળ્યો એટલે વિધવા સહાય ન મળે. 

સ્થિતિ સમજી અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. સરોજબેનની આંખોની તપાસ કરાવવાનું પણ કરીશું. જો આંખો સાજી થાય તો રૃપલને અમારી હોસ્ટેલમાં ભણવા લઈ આવીશું. પણ આવા પરિવારોને મદદ કરી શકીએ છીએ એનો રાજીપો છે..અલપાબહેન અને અમારા કાર્યકર તોહીદનો આભાર. એમણે સરોજબહેનને શોધ્યા. 

તમે સૌ આવા પરિવારોના પાલક બની શકો જેને ખરેખર આપણા ટેકાની જરૃર છે. એ માટે  9099936013 પર સંપર્ક કરી શકો..

#MittalPatel #vssm #mavajat #માવજત #caregiver #educationmatters



Sarojben from Sabarkantha's Piludra 
village

Sarojben with her daughter Rupal receives monthly ration kit 
from VSSM 

The Current living condition of Sarojben's house

The current living condition of Sarojben's house



No comments:

Post a Comment