Friday, April 14, 2017

The never ending pain of being born as Dafer…

The current living conditions of Dafer

Have you ever wondered how it is to be born as a Dafer?? Allow us to share…


Naseeb is being hounded by the Savarkundla Police. There is nothing wrong Naseeb has done but for some reasons the police has decided to arrest him. The police visit his shanty every day.  His wife was in the last few weeks of her pregnancy, the police approached her and asked for information on Naseeb’s whereabouts, threatening her in the process. This police threat traumatized Naseeb’s wife who went into premature labor and eventual delivery of a still born child. “Ben, our life is ruined!!”

And this is just one story, we can share hundreds of such living tales…

Honestly,  it is extremely painful and traumatic to live a life as Dafer. The community feels that the even the wild animals have a better chance to life than them. They aren’t shooed away. The villagers ask them to move out of their village periphery and like it or not they need to follow the dictates. The Dafer always say, “Had we been humans we would have enjoyed all the rights but we are Dafer not humans!!” The law makers, authorities, society or the police, no one listens to Dafer who have nowhere else to go but raise a helpless plea to almighty, “Why did you allow us to be born as Dafer!!” 

ડફેર તરીકે જન્મવું કેટલું પીડનારુ છે. હજારો તકલીફો, વેદના અને એને લઈને જુદા જ મૂંઝારા પણ એ કોઈનીયે સામે વ્યક્ત ના કરાય. ઈશ્વર મંદિર, મસ્જિદમાં અને ક્યાંકખુલ્લા આકાશમાં હોવાનું માનીએ એટલે આકાશની સામે બે હાથ ઊંચા કરીને ડફેર તરીકે શીદને જનમ આપ્યો એવુંયે ઘણીવાર બોલાય. ગામવાળા આવીને સીમ ખાલીકરવા કહે અને ના જવું હોય તોય સીમ ખાલી કરીને જતા રહેવાનું. આના કરતા તો જંગલી જાનવર તરીકે જન્યા હોત તો સારુ થાત કોઈ આમ હડઘૂત કરીને કાઢી તો નામુકત. પણ ના અમે તો જાનવરની કક્ષાનાય નહીં.. અમે તો ડફેર. માણસ તરીકે જન્મેલાને કેટલાક અધિકાર આપ મેળે મળે પણ અમે તો ક્યાં માણસ છીએ... 

નસીબને સાવરકુંડલા પોલીસ શોધી રહી છે. નસીબ ભાગી રહ્યો છે અણે કોઈ ગુનો કર્યો નથી. પણ પોલીસે તો કોઈ પણ હિસાબે નસીબને પકડવાનું ધાર્યું છે. નસીબનાછાપરે રોજ પોલીસ આવે. એની પત્નીને છેલ્લા દિવસો જઈ રહ્યા હતા. બાળક જન્મે એની સાથે રમવાના ઓરતા પડતા મુકી નસીબને ભાગતા ફરવાનું. એની પત્ની પાસેપોલીસે આવી નસીબનો પત્તો પુછ્યો, થોડી ધમકી પણ આપી. આ ધમકીની નસીબની પત્નીને એવી ફડક બેસી ગઈ કે પ્રસુતિની પીડા તત્કાલ ઉપડી અને બાળક મરેલુંઅવતર્યું. ધૂળ પડી અમારા જીવતરમાં બેન...

આવી તો કેટલીયે જીવતી વાર્તાઓ ડફેરોની અંદર ધરબાયેલી પડી છે....  


No comments:

Post a Comment