Sunday, February 18, 2024

Bharatbhai Patel's book 'Nomadic Odyssey' has lovely pictures of nomadic tribes of Gujarat...

Bhratbhai Patel meets Mittal Patel at VSSM's
office

Bharatbhai Patel stays in England. In 2014 he sent us an email enquiring about photographing the nomadic tribes. After that we talked over the phone and he flew down to India for photography. This trend continued for many years. In every winter Bharatbhai would fly down and move around the settlements of nomads.

He got so much interested in nomadic tribes that he went to settlements in Punjab, Haryana & Uttar Pradesh. As such he travels world over to take pictures of the locals. He mixes with them and takes their pictures. The pictures are candid and show the natural expressions of the people.

He has captured in his camera the day to day life of nomadic tribes in a touching way. He published a book of  the photographs that he has taken. He named it "Nomadic Odyssey".

We can get to see lovely pictures of nomadic tribes of Gujarat in this book.

In years to come, the life of this nomadic tribe  would be far different from what it is now. In changing times even they are giving up old customs and adapting new ways to live life.  The pictures taken by Bharatbhai will stand as remembrance and give us the glimpse of the life they lived in the past.

Bharatbhai has become like a family. Whenever he is in Gujarat we get an opportunity to meet. I have used his pictures in my book and on the VSSM web-site.  We are thankful to Bharatbhai for his sentiments. We hope many more people get a chance to see this book and buy the book.

ભરતભાઈ પટેલ ઈગ્લેન્ડમાં રહે. વર્ષ 2014માં એમનો ઈમેલ વિચરતી જાતિઓની ફોટોગ્રાફી કરવા બાબતે આવ્યો. એ પછી તો ફોન પર વાત થઈ અને એ આવ્યા ફોટોગ્રાફી માટે.. પછી તો આ ક્રમ વર્ષો વરસનો બન્યો. દર વર્ષે શિયાળામાં એ આવા ને વિચરતી જાતિઓની વસાહતોમાં ભ્રમણ કરે. 

વિચરતી જાતિઓમાં એમને એવો રસ પડ્યો કે એ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ વિચરતી જાતિઓની ફોટોગ્રાફી માટે જઈ આવ્યા. આમ તો વિશ્વના અનેક દેશોમાં તેઓ ફોટોગ્રાફી માટે જાય ત્યાંના સ્થાનીકો સાથે ભળીને એમનામય બની ને ફોટોગ્રાફી કરે એટલે સાચો ભાવ પણ એમણે લીધેલા ફોટોમાંથી પ્રગટ થતો હોય એમ લાગે. 
વિચરતી જાતિઓની રોજિંદી જીંદગીને એમણે સુંદર રીતે કેમેરામાં કંડારી. એમણે લીધેલા ફોટોનું એમણે સુંદર પુસ્તક કર્યું. જેનું નામ Nomadic Odyssey આપ્યું. 
ગુજરાતની વિચરતી જાતિઓની સુંદર ફોટોગ્રાફી આપણને આ પુસ્તકમાં જોવા મળે. 
આવનારા સમયમાં વિચરતી જાતિઓની જીંદગી જે અત્યારે છે તેનાથી ઘણી જુદી હોવાની.. બદલાઈ રહેલા સમયમાં એ લોકો પણ પોતાનું જુનુ છોડી રહ્યા છે. ત્યારે આ ફોટો ડોક્યુમેન્ટેશન એમના ભૂતકાળની ઝાંખી કરાવશે...
ભરતભાઈ તો અમારા પરિવારજન બની ગયા છે.. એ ગુજરાતમાં હોય ત્યારે નિયમીત મળવાનું થાય.. ને એમના ફોટોનો મે મારા પુસ્તકો અને VSSMની વેબસાઈટમાં પણ ઘણો ઉપયોગ કર્યો..
આભાર ભરતભાઈ તમે દર્શાવેલી લાગણી માટે... અને તમારુ પુસ્તક અનેક લોકોના હાથમાં જાય, 
સૌ ખરીદે તેવી શુભભાવના પણ... 
#vssm #MittalPatel #nomadsofindia

No comments:

Post a Comment