Wednesday, August 23, 2023

VSSM planted 15,000 trees in Sardarpura village...

Mittal Patel performs puja during plantation

For millions of years the sun rises and brings new hope, new life. Every morning the whole earth gets a golden glow. The important question to ponder is whether human beings get a new understanding. It's a moot question that requires deep introspection. 

What is understanding ? This itself is a bigger question.

How to live one's life ? How to protect the environment surrounding us ? How to enjoy & protect the environment ? If one can find answers and act accordingly then one can say that we have attained a certain level of understanding. Wise readers must have understood what I am talking about.

It is all about loving the nature and understanding the importance of protecting it. This is a season of rain and time to plant the trees. We are very much ignorant about tree plantation. The understanding that one is required to have is not there with the result earth has become scorching hot and we are facing the consequences of it. Its either floods or drought that we have to face. 

However, people associated with VSSM have understood the importance of cooling the earth and we started tree plantation in a big way. We also take care & nurture the trees. Trees are like God to us and we must plant them in every monsoon. But we are selfish and therefore we forgot the importance of tree plantation. We at VSSM not only plant trees but also worship them. 

In Sardarpura village of Banaskantha, we planted 15000 trees with the help of Shri Rameshbhai Mehta of Rosy Blue India Pvt Ltd.  The villagers gave us the land after removing the wild growth. We fenced the land with wires, arranged for drip irrigation, dug the land and planted the trees. We will now employ one person who will take care of the plantation

The youths of the village are very enthusiastic. They took full responsibility for protecting the trees. They arranged for water from the borewells of two farmers.

If this type of awareness comes in every village then the whole earth can turn green. The earth was initially, when formed, a fiery globe. It cooled and then the trees grew. However as humans progressed, we started cutting trees and the green jungles started getting smaller. That's what we are now trying to reverse. Create more jungles. 

In Banaskantha we have 129 such locations where we have planted about 4.72 lakhs trees. This year we will plant 3.5 lakhs more. 

These are sweet remembrances of Sardarpura village where we did the tree worship.

Heartily thank the youths of the village who enthusiastically participated in this mission.

કરોડો વર્ષથી નિયત સમયે સવાર પડે, સૂરજદાદા ક્યારેય મોડા પડ્યાનું આપણે સાંભળ્યું કે જોયું નથી. સવાર સાથે જીવન ઊગે, પ્રકાશ ઊગે સમગ્ર ધરતી ખીલી ઊઠે. પણ શું માણસની સમજણ સવાર સાથે ઊગે છે? વિચારવા જેવો પ્રશ્ન છે. 

સમજણ એટલે શું? એ પણ મોટો પ્રશ્ન. 

મારે મન જીવવું કેવી રીતે? આપણી આસપાસ જે છે એને જાળવવું કેવી રીતે? એને માણવું, આબાધીત રાખવું કેવી રીતે? આ બધા પ્રશ્નોના જવાબ મળી જાય તો સમજણ એક સ્તરની આવી ગઈ..

સમજદાર મિત્રો સમજી પણ ગયા હશે કે કોની વાત કરી રહી છું.

પ્રકૃતિ પ્રેમી છીએ અને એના મહત્વને સમજીયે એટલે એની જ વાત. વળી આ ઋતુ વરસાદની અને વૃક્ષોને આ ધરતીમાં પ્રત્યારોપીત કરવાની. વૃક્ષો બાબતે આપણે સાવ ઉદાસીન. આમાં જે સમજણ આપણે દાખવવાની છે એ આપણે દાખવી નથી રહ્યા પરિણામે ધરતી ગરમલાય થઈ રહી છે અને એના વિપરીત પરિણામો પણ આપણી ભોગવી રહ્યા છીએ. અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવી અનેક કુદરતી આફતો એના લીધે સર્જાય છે.

ખેર VSSM સાથે સંકળાયેલા સૌ સ્વજનોને મા ધરતીને ઠંડી કરવાનું સમજાયું એટલે અમે વૃક્ષો વાવી ઉછેરવાનું શરૃ કર્યું. આમ તો વૃક્ષ એ આપણો જીવતો જાગતો દેવ. એનું સ્થાપન તો દર ચોમાસે સરસ થવું જોઈએ. પણ આપણે સ્વાર્થી થયા એટલે એના મહત્વને ભૂલ્યા.

અમે વૃક્ષોનું સ્થાપન પૂજન સાથે કરીએ.

બનાસકાંઠાનું સરદારપુરા ગામ. 15000 થી વધારે વૃક્ષો અમે રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. આદરણીય શ્રી રશેલભાઈ મહેતાની મદદથી  વાવવાનું કર્યું. ગામે ગાંડા બાવળ કાઢી જગ્યા અમને આપી. તારની વાડ, ડ્રીપ, ખાડા કરવા વૃક્ષોને લાવી વાવવાનું અમે કર્યું. હવે પગારદાર માણસ થકી આ વૃક્ષોનું અમે જતન કરીશું.

ગામના યુવાનોની ટીમ બહુ ઉત્સાહી. એમણે પૂર્ણ જવાબદારી સાથે વૃક્ષોને ઉછેરવાની જવાબદારી લીધી. પાણી માટેની વ્યવસ્થા એમણે બે ખેડૂતોના બોરવેલમાંથી કરી છે. 

દરેક ગામ આ પ્રકારે જાગૃત થાય તો આખી ધરતી હરિયાળી થઈ જાય એ નક્કી. આમ તો પૃથ્વીની ઉત્પત્તી થઈ ત્યારે એ ઘગતા ગોળા જેવી હતી. ધીમે ધીમે ઠંડી પડી અને પછી વૃક્ષો આચ્છાદીત બની પણ આપણે આપણી જરૃરિયાત મુજબ એ વૃક્ષોને કાપતા ગયા ને જંગલોનો ભાગ ઘટતો ગયો. 

બસ આ જંગલો વધારવાનું અમે કરી રહ્યા છે.

બનાસકાંઠામાં 129 ગ્રામવનોમાં અમારા 4.72 લાખ વૃક્ષો ઉછરી રહ્યા છે. આ વર્ષે 3.5 લાખ વૃક્ષો વાવીશું. 

સરદારપુરામાં વૃક્ષદેવનું પુજન કરીને એનું સ્થાપન કર્યું એ વેળાની મીઠી યાદો...

ગામના યુવાનો આમાં ઉત્સાહ ભેર જોડાયા. એમનો ઘણો આભાર..

#MittalPatel #vssm #gujarat #garvigujarat #TreePlantation #TreePlantationDrive #treecaretaker #Banaskantha #BK



Mittal Patel and villagers performs puja during tree 
plantation drive in sardarpura village

Villagers plants tree saplings

Mittal Patel and others during tree plantation program

Mittal Patel in Saradarpura during Tree Worship Ceremony

Mittal Patel plants tree saplings in Sarsarpura

Mittal Patel with others performs puja during tree worship
ceremony

Mittal Patel with others at Sardarpura Tree plantation site

Girls plants tree saplings in Sardarpura


No comments:

Post a Comment