Tuesday, August 22, 2023

Two Lakes at Rugnathpura in Patan district is dug with the help of VSSM and becomes source of survival and happiness for all in the village...

Mittal Patel visits water management site

One lighted lamp can dispel darkness. In Society today we need to light different types of lamps to solve various problems. No doubt that society & problems go hand in hand. But we need to strive continuously to resolve the problems. The problem of scarcity of water is severe and has been getting more & more serious. Like lamp dispelling darkness, conservation is the solution to water scarcity problem. For that, the village, the society and the government have to act with determination. Governments at its level do try to solve the problem. However , when the problem is complex & large it is not wise to wait for only the government to act. The affected people must act themselves to solve the problem. 

We at VSSM at the institutional level are working in North Gujarat to dig the lakes so that more water can be conserved. So far we have dug 250 lakes. Amongst the many lakes dug by us , the one at Village Rugnathpura in Patan has got filled up with ample water due to good rains. 

In this village , the water level below 100 feet gave salted water. To get drinking water, one has to go below 1000 feet. The bore wells have to be dug so deep & that too doesn't guarantee success. If the lake 100 feet deep gets filled with water then villages can do farming with small borewells and can also take care of their cattles.

The scarcity of water led to many villagers migrating from their homes in the village.

With the help of respected Shri Rameshbhai Mehta of Rosy Blue India Pvt Ltd and respected Shri Sanjaybhai Shah of Star Chemicals, we dug two lakes in this village. 

Both the lakes got very well filled with water. On installing the pipeline , the lake will be able to supply drinking water to the villagers. With water sipping into the land, they will be able to do farming by making small borewells. The border of village Rugnathpura is quite long and there are several cattles and wild pigs which will also get water. Two lakes have become the source of survival & happiness for all in the village.

The awareness amongst the villagers towards the significance of water has increased. Due to the benefit that they have seen this year, they have already requested us to help in making the lakes still deeper. In this mission we at VSSM helped them by providing JCB excavating machines to excavate the soil in the lake and the villagers took the responsibility of picking up the excavated soil. The work was accomplished with such co-operation. We wish that this awareness spreads among more villages.

એક દિવો પ્રગટે ને અંધારાના પેટમાં શૂળ ભોંકાય. સમાજમાં આજે એક જુદા પ્રકારે દિવો પ્રગટાવવાની જરૃર છે. સમાજ છે એટલે સમસ્યાઓ રહેવાની. પણ એ સમસ્યાના સમાધાન શોધવા પ્રયત્નો સતત કરતા રહેવા પડે.

પાણીની સમસ્યા પણ સતતની. દિવો પ્રગટાવવાથી અંધારુ ભાગે એમ પાણી બચાવવાના કાર્યો કરવાથી એ સમસ્યાનું નિવારણ થઈ શકે.

પણ એ માટે ગામ, સમાજ, સરકાર સૌએ કટીબદ્ધ થવું પડે. સરકાર એની રીતે કોશીશ કરે છતાં જ્યારે સમસ્યા બહુ મોટી હોય ત્યારે માત્ર સરકાર કે અન્યોનો આધાર રાખીને બેસવા કરતા આપણે જાતે મથવાનું શરૃ કરવું પડે.

અમે સંસ્થાગત રીતે ઉત્તર ગુજરાતમાં તળાવો ઊંડા કરવાના કાર્યો કરીએ. 250 તળાવો પાછલા કેટલાક વર્ષોમાં અમે ગાળ્યા. આ વર્ષે ગળાયેલા તળાવોમાંથી પાટણનું ઋગ્નથપુરાગામનું આ તળાવ. વરસાદ સારો પડ્યો તે સરસ ભરાયું. 

આ ગામમાં 100 ફૂટથી નીચે ખારુ પાણી. મીઠુ પાણી મેળવવા લોકો 1000 ફૂટના બોર કરે. પણ એ બધા પાછા સફળ થાય એમ પણ નહીં.

જો 100 ફૂટનું તળ બરાબર ભરાય તો એ કૂવાથી અથવા નાનો બોરવેલ બનાવી ખેતી કરી શકે, પોતાના ઢોરને નભાવી શકે.

પાણીની સમસ્યાના કારણે ગામમાંથી સ્થાળાંતર પણ ઘણા લોકો કરી ગયા. અમે આ ગામના બે તળાવો રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. આદરણીય રશેલભાઈ મહેતા તેમજ સ્ટાર કેમીકલ આદરણીય શ્રી સંજયભાઈ શાહની મદદથી ઊંડા કર્યા.

આ બેય તળાવ સરસ ભરાયા. ખેડૂતોના મતે આ તળાવમાં પાઈપ મુકીને એ લોકો ખેતી માટે જરૃરી પીયતનું પાણી લઈ શકશે. વળી પાણી જમીનમાં ઉતરતા તેઓ નાના બોરવેલ બનાવી કે કૂવાથી ખેતી કરી શકશે. સાથે સાથે રૃગનાથપુરાની સીમ બહુ મોટી ત્યાં નીલગાય, જંગલી ભૂંડ વગેરે જેવા અસંખ્ય જીવો રહે. તે બધાને પણ આ તળાવમાંથી પાણી મળશે.

બે તળાવો ગામના તમામ જીવોની સુખાકારીમાં નિમિત્ત બન્યા.

ગામ ઘણું જાગૃત. આ વર્ષે તળાવ ગળાયા એનો ફાયદો જોઈને આવતા વર્ષે અમારા ગામના તળાવો હજુ વધારે ઊંડા અને પહોળા કરી આપજોની માંગ એમણે અત્યારથી જ કરી. 

જે તળાવો ગળાયા તેમાં અમે જેસીબી મશીન ખોદકામ માટે મુક્યું ને માટી ઉપાડવાનું કાર્ય ગામે પોતાની રીતે કર્યું. આમ ગામ અને VSSM સાથે સંકળાયેલા શુભચ્છેક સ્વજનની મદદથી સરસ તળાવ ગળાયા.

બસ દરેક ગામ જાગે ને આવા કાર્યો કરે તેવું ઈચ્છીએ.. 

#MittalPatel #vssm #india #gujarat #watermanagementsolutions #watermanagement #JalJeevanMission #જળ #બનાસકાંઠા

Mittal Patel visits watermanagement site

Mittal Patel meets villagers at Rugnathpura and discusses
watermanagement

Rugnathpura lake filled with rain water

Villagers requests Mittal Patel to dig more lakes in other
villages in the next year

Rugnathpura lake filled with rain water


No comments:

Post a Comment