Wednesday, August 23, 2023

Jadiyali village shows awareness towards environment conservation by tree plantation...

Mittal Patel plants tree saplings along with the villagers

" We want to plant trees in our village. Will you help us ?"

From the villagers of Jadiyali in Banaskantha District we got this request. At VSSM, it is our mission to plant trees. The question of saying no to such a request does not arise. We suggested that they should look for a bigger piece of land to plant trees.

They selected the cemetery of the village. Crematorium is our favourite place to plant trees. We consider a cemetery to be an auspicious place. The deceased body is brought here for cremation and It is here that it mingles with nature. We consider it a privilege to plant trees in a  cemetery.

However , the area of the land available for tree plantation at Jadiyali cemetery was small. Not many trees can be planted. We requested if more space can be made available. The locals requested the owners of adjoining land to allow tree plantation. After some discussion the adjoining land was also made available. 

With the help of Rosy Blue Pvt Ltd we planted over 9500 trees. Respected Shri Russell Mehta, is very supportive and kind towards our work of tree plantation. He regularly comes forward to help us. The population of Jadiyali is about 4000. This oxygen park will benefit them.

Tree plantation counters the Global Warming problem by cooling the earth.  We need more green jungles. We salute the people of Jadiyali Village for their awareness and wish that more villages learn from them and come forward to plant trees. 

'અમારા ગામમાં પણ વૃક્ષો વાવવા છે. તમે મદદ કરશો?'

બનાસકાંઠાના જડિયાલી ગામના લોકોએ આ કહ્યું. વૃક્ષો વાવી ઉછેરવાનું તો અમારુ મીશન એમાં ના તો પાડવાની જ ન હોય. અમે એમને મોટી જગ્યા વૃક્ષ ઉછેર માટે પસંદ કરવા કહ્યું. 
એમણે ગામનું સ્મશાન પસંદ કર્યું. 

સ્મશાન આમ પણ અમારી પ્રિય જગ્યા. માણસના શ્વાસ થંભે પછી ખોળિયું કોઈ કામનું નથી. લોકો સદેહે આ દુનિયામાં વિદાય આપવા મૃતકને સ્મશાનમાં લઈ આવે અને અહીંયાથી આપણો દેહ પંચમહાભૂતોમાં વિલીન થાય. આવી પવિત્ર જગ્યાએ પ્લાનટેશન કરવું એ સૌભાગ્ય.

પણ જડિયાલીના સ્મશાનની જગ્યા નાની. વધારે વૃક્ષો ત્યાં આવે નહીં. અમે મોટી જગ્યા આપવા કહેલું એટલે ગામે સ્મશાન ફરતે જ્યાં દબાણ હતું એ દબાણ ખાલી કરવા દબાણકર્તાઓને સમજાવ્યા. ને એ લોકોએ પણ વૃક્ષો વાવવા માટે દબાણ ખાલી કરી આપ્યું.

એ પછી જડિયાલીના સ્મશાનમાં 9500 થી વધારે વૃક્ષો અમે રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી.ની મદદથી વાવ્યા. આદરણીય રશેલભાઈ મહેતાની અમારા કામો માટે લાગણી ઘણી એ નિયમીત વૃક્ષ ઉછેર માટે અમને મદદ કરે. 
જડિયાલીની વસતિ 4000 થી વધારે. ગામના તમામને આ ઓક્સિજન પાર્કથી લાભ થશે..
આમ પણ પૃથ્વી ગરમ થઈ રહી છે. ત્યારે વૃક્ષો જ એને ઠંડી કરવાનું કરી શકે. માટે વધારે જંગલો ઊભા થાય તે ઈચ્છનીય છે..

જડિયાલીગામના લોકો સાથે મળીને અમે વૃક્ષો વાવ્યા.. આવા જાગૃત ગામને સલામ.. 
બસ જડિયાલી ગામ પાસેથી સૌ શીખે એમ ઈચ્છીયે...
#MittalPatel #vssm #TreePlantation #treecare


Villagers plants the tree saplings

Children came forward to plant the tree saplings

Mittal Patel and the Jadiyali villagers planted the trees 

Mittal Patel at Jadiyali tree plantation site


No comments:

Post a Comment