Sunday, October 05, 2014

when guardians fail to gaurd…..

A couple of weeks back we had mentioned on this very platform a development that had spread cheer amongst the nomadic and de-notified communities : the news was the amount of financial allocation under the Pandit Dindayal Housing Scheme (from which these communities benefit)t being raised from Rs. 45,000 to Rs. 70,000. However, when the document on the resolution was received we got to know that the communities residing in the urban areas were excluded in the new norms and hence would not benefit from the change. Why such discrimination is difficult to comprehend!!

A wave of cheer had spread through the Vadee settlement of Dhangadhra when they had heard the news of the new amendment, since  they had been waiting for long to commence the construction of homes on the plots they have been allotted long ago. The cheer was short-lived though.. efforts have been made to reach out to the concerned department and inquire on the issue but no break through has been achieved as yet. 

The estimated expenditure for construction of a  house in Dhangadhra comes to around Rs. 1.25 lac. A loan of Rs. 30,00 from Kalupur Commercial Bank (to be returned eventually by the family), support of  Rs, 25,000 from well-wishers of VSSM and Rs. 45,000 received from the government under the Pandit Dindayal Scheme and still each family falls short by Rs. 25,000 since they have no savings of their own,  but if the new amendment includes them the math works out just fine. 

It is nerve nervewrecking  to write about such issues all the time, it is even more tormenting for such extremely marginalised communities to expose their deprivation all the time to authorities who fail to apply simple logic when making crucial resolutions. All
it requires is empathy and compassion when thinking for such vulnerable communities, we just need to stand by them until they find their footing. Each poor believes that the government is their ‘mai-baap’ (parent). The question one needs to ask is  do parents discriminate amongst its own children????

This couple in the picture represent families who stand to  suffer from such  illogical rulings and  policies of the government. 

ગુજરાતીમાં અનુવાદ...

 ‘સરકાર અમારી માંઈ-બાપ છે’ તો માં- બાપ આવા ભેદ કેમ કરે છે??

વિચરતા- વિમુક્ત સમુદાયોને ‘પંડિત દિનદયાળ આવાસ યોજના’ અંતર્ગત મળતી મકાન બાંધકામની રકમ રૂ.૪૫,૦૦૦ હતી. આ રકમ તા.૧૪/૦૮/૨૦૧૪ના રોજ ઠરાવ કરીને સરકારે રૂ.૭૦,૦૦૦ કરી. આ સુધારાથી સમગ્ર વિચરતી જાતિઓમાં આનંદ પ્રસર્યો અને સૌએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. પરંતુ જયારે ઠરાવ હાથમાં આવ્યો ત્યારે ખબર પડી કે, આ યોજનાની મદદ શહેરમાં રહેતા પરિવારોને મળવાની નથી. એટલે કે જે પરિવારોને શહેરમાં પ્લોટ મળ્યા છે એમને રૂ.૪૫,૦૦૦ જ મકાન બાંધકામ માટે મળશે. આની પાછળનો તર્ક??? સમજતો નથી. 

મકાન બાંધકામ માટે રૂ.૭૦,૦૦૦ મળશે એ વાતથી સૌથી વધુ ધ્રાંગધ્રામાં વસતા વાદી પરિવારો ખુશ થયેલાં. આ પરિવારોને પ્લોટ ફળવાયે વર્ષો થયા પણ આર્થિક સગવડ નહોતી અને સરકારની સહાય પણ ઓછી હતી આથી અહીં મકાન બાંધકામનું કામ શરુ નહોતું થયું પણ સુધારેલા ઠરાવમાં પણ આ પરિવારો માટે નિરાશા જ આવી.

વાદી જેવા શહેરમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને અન્યાય ન થાય એ માટે સરકારમાં રજૂઆત કરી છે પણ કોઈ જવાબ નથી... 

ધ્રાંગધ્રામાં વસતા વાદી પરિવારના એક ઘરના બાંધકામનો એસ્ટીમેટ રૂ.૧.૨૫ લાખ છે. સરકાર રૂ.૪૫,૦૦૦ આપે છે આટલી રકમથી શું થાય? આ પરિવારો પાસે એમની પોતાની એવી કોઈ બચત પણ નથી. ‘ધી કાલુપુર કોમર્શીયલ બેંક લી.’ એમને રૂ..૩૦,૦૦૦ની લોન આપે.(જે આ પરિવારો ધીમે ધીમે માસિક હપ્તાથી પરત કરે) સંસ્થા સાથે સંકળાયેલા શુભેચ્છક દાતાઓની મદદથી આપણે(vssm) પ્રત્યેક પરિવારને રૂ.૨૫,૦૦૦ આપીએ છતાં રૂ. ૨૫,૦૦૦ની વ્યવસ્થા કરવાની થાય છે. આ મુશ્કેલીનું નિવારણ આ પરિવારોને મકાન સહાય રૂ.૪૫,૦૦૦ ની જગ્યાએ રૂ.૭૦,૦૦૦ મળે તો બધું સરસ ગોઠવાઈ જાય.. પણ...

આ બધું લખતાં – ગુંચ ઉકેલતા, સમજતાં, સમજાવતાં મારું પણ માથું દુ:ખી જાય છે ત્યાં બિચારા (આ શબ્દ જાણી જોઇને વાપરું છું) વાદી જેવા વિચરતા પરિવારોની તો શું દશા થાય? સરકાર શહેરમાં રહેતાં વિચરતા પરિવારોને પણ રૂ.૭૦,૦૦૦ મકાન બાંધકામ માટે આપે તેવો સુધારો કરે એવી અપેક્ષા રાખીએ છીએ.. સાથે સાથે દરેક ગરીબ અને વંચિતો માટે પ્રેમપૂર્વક વિચારવા અપીલ પણ કરીએ છીએ. વંચિતોને બેઠા કરવાં એનો હાથ પકડવાની જરૂર છે. એ સ્વનિર્ભર બને ત્યાં સુધી એના પડખે ઉભા રહેવાની જરૂર છે. દરેક ગરીબ હંમેશા કહે છે કે, ‘સરકાર અમારી માંઈ-બાપ છે’ તો માં- બાપ આવા ભેદ કેમ કરે છે?? નીતિઓ થોડી ઢીલી બને તો વાંધો શું છે? આવા ઠરાવોના અર્થઘટન કરતાં કરતાં થાકી જવાય છે.

જે પરિવારો પોતાના ઘર બંધાશે એવી આશા સાથે જીવે છે એવા એક પરિવારને ફોટોમાં જોઈ શકાય છે. એમની ઈચ્છા મારતા પહેલા પોતાનાં ઘરમાં રહેવાની છે આ ઈચ્છા જલ્દી પૂરી થાય એવી શ્રદ્ધા...

No comments:

Post a Comment