Sunday, October 05, 2014

Sorry, but we can’t help it as the list does not have the mention of your tribe……...

The official list of caste and communities of the government includes 40  nomadic and and de-notified tribes.Most of these  40 tribes have various sub tribes which have no mention in the list also excluded from  the list are communities who have been leading a wandering life for years but the government is unaware of their status. Such exclusions have a tremendous impact on the tribe’s potential to pull itself out from the crutches of deprivation and marginalisation. We as advocates of rights of these communities encounter instances of ignorance of officials primarily on the local level on daily basis. Most of the times the officials do not have a list if we present them the relative documents they find it hard to believe, as if we have framed them!!! Over the years of experience gathered has made us believe that the necessary regulations and circulars do not reach the local bureaucracy and if they do they remain bound in the files forcing the future of the tribes to be bound in files as well!!!

Some of the classic examples are : the Raval tribe was stated as Ravaliya with is insulting so a ratification dated 6/10/2006 changed the name to Raval and stated the  Ravaliya means Raval tribe. But the ratification were neatly filed and the officials remained unaware as recently the Circle Officer rejected all the applications made for residential plots by Raval families of Diyodar. The reason for rejection was that the list has Ravaliya and the applications have been made by Raval there is no mention of Raval!!!!

Similarly, the Bahuroopi have been named Bhand in the official list so their applications are rejected most of the times. The Devipoojak have been termed as Vaghari (as they are popularly know) so if the applicant mentions his caste as  Devipujak the application will be rejected however the official list of de-notified tribes has the community Vaghari mentioned in it. Naath tribe has 17 sub tribes that feature in the list of socially and educationally  backward communities but the officials have not seen them in them in the list of sub-castes of the nomadic and de-notified tribes hence they reject the applications citing Nathbawa, Bharthri, Nathvadee etc are not nomads!! Of late the circle officer has asked us not to make applications for families  whose caste status is not clear to them. At the last count 87 such families are struggling to find their ‘official status' and we are left in dilemma of where to place them…. There are communities like Meer who have been leading wandering lifestyles since ages but have not mention in official list. 

There are moments when we feel why and what is the need to have such endless lists and documents when the abject poverty is so very evident both in urban and rural areas, why is there a need for any poor family to prove that they are poor, absolutely poor etc etc.. how humiliating can it be when inspite of blatant  poverty they exist in, it is told that they will not be receiving any welfare or support from the government just because  a paper failed to mention that they are poor or a paper did mention but someone whose job it was to read that paper forgot to read ( do his job properly) it. Irrespective of caste a poor family is a poor family, period. But somehow we love these barriers of caste and class, we just refuse to come out of these medieval mindset of ours.  And the poor  after numerous rounds of various offices, providing numerous documents, spending a lot of money,  humbly accept rejection and blame it on their fate as they do all the time.  The officials do not even think twice before saying,’  sorry, we cannot do any thing here as the paper does not say you are poor.’ No questions asked!! And get back to their work as always.

There are so many other issues to be addressed and we keep struggling with the very basic ones. We are waiting to go the the next level when it comes to empowering the nomadic and de-notified communities and here we are still busy  convincing the officials about their very existence. Why can’t we have a simple information and reference booklet published by the government making it easier for officials to go back to incase of dilemma. There is no scarcity of funds with the government why can’t we have them to introduce simple systems and do away with the maze of systems that both officials and beneficiaries struggle to get out of…….

Hope for the best is all we say to ourselves …….

‘અરે તમારો તો વિચરતી - વિમુક્ત જાતિની યાદીમાં સમાવેશ જ નથી થતો સોરી.. તમારું કોઈ કામ નહી થાય.....’
રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિઓની યાદીમાં ૪૦ સમુદાયોનો સમાવેશ કર્યો છે પણ આ ૪૦માં પણ ઘણા પેટા પ્રકાર છે. તો હજુ પણ એવી કેટલીક જાતિઓ છે જે વિચરતું જ જીવન જીવે છે પણ તેમનો સમાવેશ વિચરતી જાતિમાં થયો નથી. વળી વિચરતી જાતિની યાદી સંદર્ભે વહીવટીતંત્રમાં એટલી બધી દ્વિધા છે જેના કારણે આ સમુદાયોને ઘણું વેઠવું પડે છે. છેલ્લા કેટલાય વખતથી જુદા જુદા વિસ્તારની કચેરીમાં વિચરતી જાતિમાં કઈ જાતિઓ આવે એવું અધિકારી અમને પૂછે ત્યારે સમજાય કે, એમની પાસે યાદી જ નથી. (અમે યાદી આપીએ તો એ સાચી છે એવું માનવા પણ એ તૈયાર નથી. જાણે કેમ અમે નક્કી કરીને યાદી આપી ના હોય તેમ!! એક વિસ્તારમાં જે નામથી આ સમુદાય ઓળખાય બીજા વિસ્તારમાં એ નામ બદલાઈ પણ જાય. સરકારે આ બધી બાબતોની સ્પસ્ટતા પણ કરી છે પણ સ્પસ્ટતા કરતાં ઠરાવો નીચેના સ્તરે પહોચ્યા પછી પણ એ ફાઈલોમાં જ રહી જાય છે અને સરવાળે વિચરતી જાતિઓનું કામ ખોરંભે ચડી જાય છે. 

દા.ત. રાવળ. સરકારની પહેલાંની યાદીમાં રાવળિયા લખ્યું હતું. આ શબ્દ અપમાન જનક છે. રાવળ સમુદાયની માંગણીને ધ્યાને લઈને સરકારે તા. ૬/૧૦/૨૦૦૬ના રોજ ઠરાવ કરી રાવળિયા શબદની જગ્યાએ  રાવળનો ઉપયોગ કરવા અને રાવળ એજ રાવળિયા એમ ઠરાવ્યું. પણ ફરી ઉપર જણાવ્યા પ્રમાણે આ સુધારો નીચેના સ્તરે ફાઈલ થઇ ગયો છે એ હકીકતનું તાજેતરમાં જ સમર્થન થયું. દિયોદરમાં વિચરતી જાતિના પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની દરખાસ્ત તૈયાર કરી, તેમાં સર્કલ ઓફીસરે રાવળ સમુદાયના તમામ ફોર્મ રદ કર્યા. કેમ કે, યાદીમાં રાવળિયા છે અને આપણે અરજીમાં રાવળ લખ્યું છે.. આવું જ બહુરૂપીનું થયું. બહુરૂપીને સરકારી યાદીમાં ભાંડ તરીકે ઓળખાવ્યા છે એટલે એ પણ ન ચાલે. દેવીપુજક (વાઘરી) પણ વિમુક્તની યાદીમાં નથી જબકી વિમુક્તની યાદીમાં વાઘરી શબ્દ સ્પષ્ટ લખ્યો છે પણ... નાથ સમુદાયમાં ૧૭ પેટા જાતિઓ છે જે ‘સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિની યાદી’માં જોઈએ તો મળી જશે પણ પેટા જાતિ વાળી યાદી અધિકારીએ જોઈજ નથી. એટલે નાથવાદી, નાથબાવા, ભરથરીનો સમાવેશ વિચરતી જાતિમાં થતો નથી એક કહીને એમની અરજી પણ રદ કરી નાખી. આમ ૮૭ પરિવારોની દરખાસ્તમાંથી ઉપર જણાવેલી જાતિની ચોખવટ વહીવટી તંત્રમાં યોગ્ય રીતે થઇ નથી એટલે આ પરિવારોની દરખાસ્ત ન કરવા અમને સર્કલ અધિકારીએ કરી દીધુ!!

મીર જેવી કેટલીયે વિચરતી જાતિઓ એવી છે કે, જે વિચરતું જ જીવન જીવે છે પણ સરકારી યાદીમાં એમનાં નામ નથી. એટલે એમને તો વિચરતી જાતિને મળતી મદદ પણ નથી મળતી (આમ તો વિચરતી જાતિને પણ અન્ય પછાત સમુદાય કરતા તો ઓછી જ મદદ મળે છે)

ક્યારેક થાય છે કે, વંચિત કે ગરીબ દરેક ગામમાં કે શહેરમાં જઈએ તો સ્પષ્ટ દેખાય છે તે તમામ માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને નીતિઓ કેમ નથી બનતી!! આ નટ-જાતના વાડામાં શું કામ પડીએ... પણ ફરી મને હું વધારે પડતી આશાવાદી લાગુ છું. આપણને પણ આ જ્ઞાતિવાદના વાડા ગમે છે એટલે એ વધારે ગુંચવાયા કરે છે અને અધિકારી કે સરકાર એને વધારે ગુંચવે છે આ ગૂંચ ઉકેલવાનું/સમજાવવાનું સમજવાનું મને પણ મુશ્કેલ લાગે છે એમાં વિચરતી-વિમુક્ત જાતિઓ તો આ બધું ક્યાંથી સમજવાની. દસ વાર સરકારી કચેરીના ધક્કા ખાશે. માંગેલી વિગતો પૂરી કરશે ત્યાં બીજી વિગતો, ત્રીજી, ચોથી એમ નિત નવું માંગવામાં આવે, ખુબ ખર્ચો થાય અને છેલ્લે કહે, ‘અરે તમારો તો વિચરતી - વિમુક્ત જાતિની યાદીમાં સમાવેશ જ નથી થતો સોરી.. તમારું કોઈ કામ નહી થાય.....’ ધીરજ ખૂટી જાય. કામ નહી થાય આવું બોલનારનું ગળું પકડવાનું મન થાય પણ સદનસીબે આ ગરીબ-વંચિત ‘હશે આપણા નસીબમાં નહી હોય’ એમ કહીને બધું પડતું મૂકી એક અફસોસ સાથે પોતાના કામમાં લાગી જાય...

પણ આ બધું ક્યાં સુધી ચાલશે? આવડું મોટું વહીવટીતંત્ર એમાં સરળ સિસ્ટમ દાખલ ના કરી શકીએ?? વિચરતી વિમુક્ત જાતિ માટેની તમામ યોજના, તેમની જાતિની ચોખવટ કરતી માહિતી સભર પુસ્તિકા જે માર્ગદર્શિકા તરીકે વાપરી શકાય તેવી પ્રકાશીત ના કરી શકાય?? આ બધું કરવાની તાતી જરૂરિયાત છે. સરકાર પાસે તો અઢળક ભંડોળ છે. આ કંઈ મોટીવાત નથી પણ આ કરે તો લાખો વિચરતા પરિવારોની અને વહીવટીતંત્રની વિટંબણાનો પણ મહદઅંશે અંત આવી જશે....

સરકાર અને અધિકારીઓ આ આંટીઘુંટી સરળ બનાવવા મદદ કરે તેવી શ્રધ્ધા અને આશા સાથે...

વિચરતી જાતિના જે પરિવારોની દરખાસ્ત કરી છે એમાંનો ભરથરી પરિવાર જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે..

No comments:

Post a Comment