Thursday, October 19, 2023

VSSM provides monthly ration kit to Manguba through its Mavjat initiative...

Mittal Patel meets Manguba during her field visit

 "Raju had a serious stomach ailment. I took him to many doctors. Finally he was cured but even today he cannot work hard or lift weight"

Manguba said this with deep anguish. She stays in Patan, Radhanpur. The road leading to her house would not make us believe that she would be in such a difficult condition. Manguba with her small family stays in a temporary shed. She had left her native village many years ago & settled in Radhanpur. She & her husband did labour jobs & survived. But her husband passed away about 10 years ago. To compound Manguba's problem her son Raju got an ulcer ailment. Manguba has to go  for domestic work to different homes. She has been doing this work for many years but now with advancing age she is not able to do much work.

The neighbours would give their extra food to Manguben. She with a heavy heart said that this extra food would otherwise have been given to dogs. With a lump in the throat she could not speak further. Who likes to live in this manner? Having come to know of her condition , we at VSSM decided to give her a ration kit every month. She continued to do some light work and with our ration kit she & her son survived. With our support now it was not absolutely necessary for her to work. She said that with our help there is much relief in her life.

Like her, we support about 600 such dependent elders. With the support of many well wishers this has become possible.  With just Rs 1500 per month you can even be a guardian to such elders. It is not a big sum. You can contribute through GPay on 9909049893. Our wish is that for the well being of all, let us play our role of helping the needy.. 


'રાજુને પેટની બહુ મોટી બિમારી થઈ. હું ઘણા દવાખાના એને લઈને દોડી ત્યારે જતા એ સાજો થયો પણ હાલેય એ ભારે કામ નથી કરી હકતો.'

મંગુબાએ વલોવાતા હૈયે આ કહ્યું. પાટણના રાધનપુરમાં એ રહે. આમ તો એમના ઘર તરફ જવાનો રસ્તો જ્યાંથી પસાર થાય એ જોતા મંગુબાની રહેવાની સ્થિતિ આટલી વિકટ હશે એનો અંદાજ ન આવે.

 મંગુબા મર્યાદીત ઘર સંસાર સાથે છાપરાંમાં રહે. એમનું મૂળવતન છોડીને એ વર્ષો પહેલાં રાધનપુર આવી ગયેલા. પતિ પત્ની મજૂરી કરી નભતા. પણ કાકા દસેક વર્ષ પહેલાં ગયા. ને દિકરાને અલ્સરની બિમારી લાગુ પડી.  મંગુબા લોકોના ઘરે કચરા પોતા વાસણ કરવા જાય. આમ તો વર્ષોથી આજ કામ કરે. પણ પહેલાં જેટલું કામ હવે ઉંમરના કારણે નથી કરી શકતા.

સોસાયટીના લોકો ક્યારેક પોતાના ઘરે વધેલું મંગુબાને આપી જાય. બા કહે એમ લોકો વધેલું કૂતરાને ચાટમાં નાખે એની જગ્યાએ....એ વધુ બોલી ન શક્યા. ગળે ડૂમો બાઝ્યો. આવું જીવન કોને ગમે પણ શું કરે? 

બાની સ્થિતિનો ખ્યાલ આવતા અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. થોડું ઘણું થાય એ કામ એ કરે જેના લીધે મા-દિકરાનું ગુજરાન ચાલે.. પણ પહેલાં કામ કરવું જ પડશે એવું હવે નથી. તબીયત ઠીક ન હોય અથવા પરાણે ન થાય તોય કામ ખેંચતા મંગુબા કહે, 'તમે રેશન આલો એનાથી મને રાહત થઈ..'

VSSM થકી અમે આવા 600 નિરાધાર બા દાદાઓને રાશન આપીયે. તમે સૌ આમાં મદદ કરો એટલે આ બધુ થાય.

તમે પણ આવા બા-દાદાઓના પાલક બની શકો.. માસીક 1500  એ મોટી રકમ નથી. પણ એનાથી કોઈનો આખો મહિનો નીકળી જાય.. તમે Gpay નંબર 9909049893 થકી મદદ કરી શખો. 

સૌને સાતા પહોંચાડવાના કાર્યોમાં સદાય નિમિત્ત બનીયે તેવી શુભભાવના.. 



The current living condition of Mangu Ba

VSSM helps Manguba with monthly ration kit under our
mavjat initiative


No comments:

Post a Comment