Thursday, October 19, 2023

104 nomadic families of Amreli's Bagasara got residential plots by the attempts of VSSM and interventions of government officials...

Mittal Patel meets nomadic families of Amreli distrct

"Farmers earlier used bullocks for agriculture activity. We used to deal in bullocks. Take them to the village & go to the village head (Sarpanch) for his permission to stay overnight. The permission was normally given. We used to move around with the bullocks for some days and then return. But now farmers have started using small tractors. Bullocks are not required. So for daily living we now move around to do labour work & do whatever work is available."

This is the story of a Saraniya families in Bagsara Village of Amreli District.

The temporary dwellings of the Saraniya & Gadaliya family are clearly marked and these 104 families spend the monsoon there.  As soon as monsoon is over they pack their meagre belongings in the cart and start to move in search of their livelihood.

It is the desire of these families to own their house. That would give them some relief from  the strenuous life of moving around all the time. We came in touch with these families many years back. Shri Devchandbhai of Bagasara village used to work with the farmers and nomads in this area. He called us to help get the identity papers for these families,

He also requested us to put one VSSM colleague there to help them. We asked our Rameshbhai to stay put there. Rameshbhai is a very sensitive & noble human. He won the confidence of the villagers and was able to get the aadhaar cards for them. He also applied for the plot of land for these 104 families. Government allotted the plot. Under the Prime Minister Housing  Plan, Rs 3.5 lakhs is available for which we tried and it was sanctioned with the help of Chief Minister Shri Bhupendrabhai Patel. These families will now get their permanent homes.

When we went there to meet these 104 families, they showed their identity to us. They also requested us to fund them for building their homes. This we would obviously do.

One young girl, Puri, said very beautifully that now "we will have our own homes with light & water. We will also buy a washing machine, fridge & TV and for that we will work hard. Until now we had no base so we only could see all these in others homes. Now we will have it of our own" 

All families are very happy. For many centuries these families had no base now they have an address of their own. That makes us happy too.

ખેતીકામમાં પહેલાં બળદો વપરાતા. આ બળદોની ખપત અમે પુરી કરતા. એટલે જ ગામે ગામ ફરતા. કોઈ પણ ગામના પાદરમાં ગાડા ઊભા રાખી સરપંચની રજા લેવા જાઈયે તો સરપંચ કે ગામ આશરો દેવાની પહેલાં ના નો પાડતા. અમેય થોડા દિવસો બળદોના સાડા ટોઢા કરીને વયા જાતા. પણ હવે સનેડા આવ્યા.'

'સનેડા?'

'નાના ટ્રેક્ટર, એટલે ઢાંઢાની જરૃર નો રહી.. હવે જે મજૂરી મળે એ મજૂરી કરવા હાતર ફરીયે..'

અમરેલીના બગસરાના સરાણિયા પરિવારોની આ વાત.

સરાણિયા અને ગાડલિયા પરિવારની કામચલાઉ વસાહત એકદમ ચોખ્ખી. જ્યાં 104 પરિવારો ચોમાસુ પસાર કરે. જેવું ચોમાસુ પતે કે સૌ પોત પોતાના ગાડાં ભરીને નીકળી પડે રોજીરોટીની શોધમાં.

આ પરિવારોની ઈચ્છા પોતાનું પાક્કુ ઘર, સ્થાયી સરનામુ થાય એવી. વર્ષો પહેલાં આ પરિવારો અમારા સંપર્કમાં આવ્યા. બગસરામાં દેવચંદભાઈ સાવલિયા ખેડૂતો અને વંચિતો સાથે કામ કરે. એમણે આ પરિવારોને ઓળખના આધારો કઢાવી આપવા અમને બોલાવ્યા. ને એમની ઈચ્છા VSSMના એક કાર્યકરને અહીંયા મુકાય તો બગસરા આસપાસની વસાહતોમાં વિચરતી જાતિઓના કાર્યો થાય એવી.

અમે કાર્યકર રમેશભાઈને ત્યાં મુક્યા. રમેશભાઈ એકદમ ઋજુહદ્યના. એણે આ બધા પરિવારોનો સરસ વિશ્વાસ જીત્યો અને આધાર પુરાવાના સરસ કાર્યો કર્યા. 104 પરિવારોને પ્લોટ મળે તે માટેની દરખાસ્ત અમે કરી અને આ પરિવારોને સરકારે પ્લોટ ફાળવ્યા. મકાન બાંધવા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3.5 લાખ મળે તે માટે અમે પ્રયત્નો કર્યા અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મદદથી તેમની આ સહાય મંજૂર થઈ. હવે આ પરિવારોના ઘરો બંધાશે.

હમણાં આ પરિવારોને મળવા ખાસ ગયા તો બધાયે પોતાની સનદ બતાવી. સાથે મકાન બાંધવા જરૃરી શરૃઆતી રકમ તમે આપો એવી પણ વિનંતી કરી. એ બધુ તો કરવાનું જ હોય તે કરીશું.

વસાહતની એક છોકરી પૂરી એણે સરસ કહ્યું, 'અમારા ઘર થશે એમાં લાઈટ, પાણી થશે. અમારેય ટીવી, ફ્રીજ, વોશીંગ મશીન બધુયે કરવું છે. મહેનત કરીશું ને એ બધુ લઈશું. અત્યાર સુધી ઠેકાણું નહોતું એટલે આ બધુ બીજાના ઘરોમાં જોતા પણ હવે અમે અમારા ઘર માટે આ બધુ કરીશું.'

બધા પરિવારો ખુબ રાજી.. સરકારનો ઘણો આભાર. સદીઓથી વિચરણ કરતા આ પરિવારો હવે સરનામાં વાળા થ્યા એનો રાજીપો..

#MittalPatel #vssm #shelterforall #housingfirst #nomadiclife #nomadictribes



VSSM Coordinator Rameshbhai helped nomadic families
to get their documents for plot allotment

The current living condition of nomadic families

Mittal Patel with the nomadic families of Amreli district

Nomadic families showing their plot possesion letter to
Mittal Patel

Mittal Patel discusses further plan for building their homes

The current living condition of nomadic families


No comments:

Post a Comment