Wednesday, October 18, 2023

We wish that Saraniya families of Botad district soon get land for their houses....

Saraniya women welcomed Mittal Patel with folded hands

"Ohh Ben Ba, seeing you after so many years. You were quite young when we last saw you"

saying that Saraniya ladies welcomed me with folded hands.

I wondered, where would they have seen me

Further added, " we got the news that you had come to Kundla, but that time we were moving around in villages so we could not meet"

I was just listening to them when the lady said " I told everyone that they call Mittalben. Only then will our problems be solved. Else our life time will be spent moving around without homes. We will never be happy"

What faith they all have in us !!

They do not even know what we do. But yes we stand together in their difficult & happy times. If someone creates nuisance & difficulties for them, we do show our strength and warn them " It's enough". This support gives them a lot of comfort.

In Dhasa village of Botad, this Saraniya family spends the monsoon season and after that they pack up and live a nomad's life to earn their living.

They traded in bullocks but with increased use of tractors this also stopped. With no activity left it was meaningless to move around . They now want to settle down in one place. A permanent place from where no one can evict them.

 We will definitely help them because they are very much part of us. To give joy & happiness to others is the most satisfying work one can do. So we will for sure not fail in our duty.

'અરે બેન બા કેટલા વરહે તમને દીઠા. તમે ઝેણા હતા તાણ જોયેલા.' એમ કહીને બોટાદના ઢસાના સરાણિયા બહેનોએ મારા ઓવારણા લીધા પછી હાથ મેળવી રામ રામ કર્યા..

એમણે મને ક્યાં જોઈ હશે એ વિચારી રહી ત્યાં પાછા એ બોલ્યા,

'આમ તમારા વાવડ અમને મયળા કરે કે તમે કુંડલા આઈવાતા, બગસરા આઈવાતા, પણ ઈ ટાણે અમે ગામડાંઓમાં ફરતા તે મળવા નો અવાણું.'

હું એમને સાંભળી રહી હતી...

ત્યાં એ પાછુ બોલ્યા. 'મે તો બધા જણને કીધું કે એક ફેરા નેતલબેનને બોલાવો એ આવે તો આપણો કાંક ઉદ્ધાર થાય. બાકી આમના આમ ઘરબાર વના જીંદગી વઈ જાહે..પણ સુખ નઈ પામીયે'

કેવો વિશ્વાસ આ બધાને?

અમે શું કરી શકીએ એય ખબર નહીં. પણ હા, સુખ દુઃખમાં અમે સાથે ઊભા રહીએ.. કોઈ રંજાડે તો લાલ આંખે કરીને  'હવે બસ' કહીએ.. પણ આ સધિયારો એમને ઘણો મોટો..

બોટાદના ઢસામાં ઘણા વર્ષથી સરાણિયા પરિવારો ચોમાસુ રહે. ચોમાસુ ઉતરતા ગાડાં લઈને રોજી રોટી રળવા નીકળી પડે. 

બળદોનો વેપાર કરનાર આ પરિવારોના ધંધા હવે ભાંગ્યા એટલે ફરવાનો પણ મતલબ નથી. હવે એમને સ્થિર જીવન જોઈએ છે. પાક્કું અને પોતાનું ઘર પણ જોઈએ છે જ્યાંથી એમને કોઈ કાઢી ન શકે.

આ બધુંયે કરીશું. મૂળ તો આ આપણા જ ને ! અને કોઈને સુખ આપવાનું કામ તો આ દુનિયામાં સૌથી મોટું તો એમાં પાછી પાની કેમ કરીએ... 

#MittalPatel #vssm #saraniya #nomadictribes #nomads #amreli #Dhasa

The current living condition of Saraniya families of Botad

Mittal Patel with nomadic women


Mittal Patel visits saraniya families of Dhasa village

Saraniya families of Botad greeting Mittal Patel


No comments:

Post a Comment