Thursday, August 25, 2022

Underground water levels increased in Sandiya village as VSSM dugs a village lake which received water...

Mittal Patel discusses Water Management with the 
community members and other villagers

North Gujarat is a rain deficit and water-starved region. As a result, farmers have been sinking borewells to draw groundwater, and over-exploitation of the groundwater reserves has depleted the water tables to an all-time low. Yet, we have never cared about recharging the borewells nor maintained our common water sources. And the underground water levels keep depleting each year.

Recently, I was in Banaskantha to monitor the  post-rains water levels in the lakes we had deepened. Many lakes have filled up. The community members who understand the gravity of the water situation said, "Ben, we cannot say this publicly, but this region needs frequent floods. The 2015 and 2017 floods considerably recharged the groundwater levels of our region. The Banas river remained full to its banks for a week. The regions around it experienced a rise in their groundwater tables. Even the regions in the stormwater path had shown an increase in water levels."

"But there were losses worth crores during the floods," I responded, a little surprised at the statement.

"Wouldn't that loss happen even when we will run out of water? We will have to migrate to cities. Isn't it better if the water tables rise least in some way?"

We should not be hoping for floods but at least make efficient management to capture every drop of rain.

The Sujalam Sufalam's kuccha canal from Kadana to Banaskantha is almost 330 kilometers long. If provisions are made to keep it full during the four months of monsoon, it would considerably impact the groundwater levels. Many of the regions through which the canal passes do not have the passage of the Sardar Sarovar Canal.

And not just the canal, even the lakes that are linked with Narmada (Sardar Sarovar) Canal should be filled up with Narmada waters during monsoons. It will help increase the groundwater level.

Well, we have constantly been writing to the government about all the required measures; hopefully, that change will happen sooner than later. But, until then, let us do all that is within our powers. 

Our ongoing campaign of deepening the lakes in Banaskanth is progressing steadily. This year we deepened lakes in 40 villages, of which Deesa's Sandiya village is one. The image of the lake shared here shows its puddle-like form. We deepened it this year; fortunately, the rains have been good so far, filling up the lake and allowing the water to seep underground, which has been our intent.

Shri Piyushbhai Kothari of Jewelex Foundation has supported the deepening of this lake. Jewelex Foundation has supported the deepening of 9 lakes this year. Piyushbhai, we are grateful for your continued support; it allows our work to progress swiftly. Thank you once again.

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ જોખમી સ્થિતિએ પહોંચ્યાના અહેવાલો તમે વખતો વખત વાંચતા હશો.. વળી વરસાદ પણ આ વિસ્તારમાં પ્રણામ ઠીક ઠીક પડે ને જે પડે તેનું બધુ પાણી ભૂગર્ભમાં પાછુ નાખવાનું પ્રમાણમાં ઝાઝુ ન થાય. આમ ભૂગર્ભ જળની સ્થિતિ દિવસે દિવસે બત્તર થતી જાય.

હમણાં બનાસકાંઠા ગઈ મૂળ આ વર્ષે જે વરસાદ થયો ને એના લીધે અમે જે તળાવો ખોદાવ્યા હતા તેમાંના ઘણા ભરાયા હતા તે જોવા માટે. ત્યારે કેટલાક ગામોના પાણીની સ્થિતિ સમજનાર લોકોએ તો કહ્યું, "બેન જાહેરમાં ન બોલાય પણ સાચે આપણા વિસ્તારમાં એક પુર આવે એની જરૃર છે. 2015 અને 2017માં પૂર આવ્યું ત્યારે અમારા તળ ખાસ્સા રીચાર્જ થઈ ગયેલા. બનાસ નદી બે કાંઠે અઠવાડિયું ચાલેલી.. એના લીધેય બનાસ નદી આસપાસના તળ ખાસ્સા ઉપર આવેલા ને જ્યાંથી રેલ ચાલી ત્યાંય ફાયદો થયો.."

ભાઈની વાત સાંભળી નવાઈ લાગી. મે કહ્યું "પણ રેલમાં જાન માલનું કરોડો રૃપિયાનું નુકશાન થાય એનું શું?"

"એ નુકશાની તો પાણી ખતમ થઈ જશે તોય થવાની જ ને? તળ ખાલી થશે પછી શહેરોમાં ના ગમે તોય જવું પડશે એના કરતા તળમાં પાણી આવે એ અગત્યનું.."

પુરની આશા તો ન રાખીયે.. પણ હા પાણીના આયોજનનું ચોક્કસ થઈ શકે. 

સુજલામ સુફલામ કાચી કેનાલ કડાણાથી નીકળી ને બનાસકાંઠા સુધી લગભગ 330 કી.મી. જેટલી. આમાં ચોમાસા દરમ્યાન સતત ચાર મહિના ને એ પછી પણ શક્ય હોય તો પાણી આપવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય. આ કેનાલ જે વિસ્તારમાંથી પસાર થાય છે એમાંના ઘણા વિસ્તારોને નર્મદા નહેરનો ફાયદો નથી મળતો..

વળી જે તળાવો નર્મદા કેનાલ કે પાઈપલાઈન સાથે લીંક કર્યા છે તે તળાવો પણ આ સીઝનમાં શક્ય ભરવાનું પણ કરવું જોઈએ એ થાય તોય ઘણો ફાયદો થાય..

ખેર આ બધા માટે અમે સરકારમાં સતત લખ્યા કરીએ એ બધુંયે ધીમે ધીમે થશે.. 

પણ ત્યાં સુધી આપણા હાથમાં છે તે કરીએ..

અમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરીએ. આ વર્ષે 40 તળાવો કર્યા. જેમાંનું ડિસાનું સાંડિયાગામનું તળાવ. જ્યારે આ તળાવ ખોદાતું હતું એ વખતે ત્યાં ગઈ તો એક નાનુ ખાબોચિયું જ જોઈ લો.. તમે પણ ફોટોમાં એ જોઈ શકશો..

અમે ખોદ્યું ને મેઘરાજાએ મહેર કરી એના લીધે એ સરસ ભરાયું.ખોદાયું હતું એટલે પાણી પણ જમીનમં ઝટ ઉતરી રહ્યું છે જે તળાવો ગળાવવાનો અમારો આશય પણ છે..

જ્વેલેક્ષ ઈન્ડિયા પ્રા.લી. આદરણીય શ્રી પિયુશભાઈ કોઠારીએ આ કાર્ય માટે અમને આર્થિક સહયોગ કર્યો અલબત જ્વેલેક્ષની મદદથી અમે આ વર્ષે (2022) બનાસકાંઠામાં 9 તળાવો ગળાવ્યા.. પિષયુભાઈ થેક્યુ તમે સતત મદદ કરો છો માટે આ પ્રકારના કાર્યો અમે વેગથી કરી શકીએ છીએ..

આભાર...

Deesa's Sandiya lake digging in process

Sandiya Lake is filled with rainwater

Mittal Patel visits Sandiya Lake to monitor post water levels


No comments:

Post a Comment