Thursday, August 18, 2022

Thank you, Bachanni Saheb, Dave Saheb, and the entire administration of Kheda...

Mittal Patel meets Pasi Ma in her Shanty

Since a very long time,  I have written about the probabilities of  accomplishing seemingly unachievable tasks  when the officer in charge is empathetic and willing to take proactive steps.

One such officer is the District Collector of Kheda Shri Bachani.

Whenever I am traveling across Kheda, when a situation requiring government intervention comes to our knowledge, I immediately bring it to the notice of Shri Bachani Saheb, and the issue gets resolved at the earliest!

VSSM shared details of the nomadic families living in Kheda who do not have a ration card, electricity connection to their homes, or a residential plot. Shri Bachani Saheb called a meeting of concerned officials and asked them to act at the earliest and finish these pending tasks.

The District Development Officer Shri Mehul Dave also shares similar sensibilities;  as a result they quickly resolve the issues.

At last, the dust accumulated over the long pending files has finally shaken off due to Bachani Saheb and Dave Saheb’s enthusiasm. While some families have received plots, many now have an electric connection at their hutments.

VSSM also came into contact with destitute elderlies who did not have Antyoday cards, nor did they receive the pension for the elderly. After we drew authorities’ attention to the plight of many such elderly,  Pasi Maa and Ramankaka immediately received a ration card that could help them access rations from the PDS store. We provide them a monthly ration kit, but grains from the ration shop provide a buffer.

Pasi Maa stays in Dabhaan; she does not have a pucca home but aspires to reside in a house of her own before she bids this world a final goodbye. Therefore, we have decided to build her home and requested Bachani Saheb to allot her a plot at the earliest.

7 devipujak families of Matar have been allotted plots, and their homes have received electricity connections. The children are happy at the sight of their homes being lit.

The authorities of Kheda district are geared up to follow instructions given to them. The phrase that the family is a reflection of the head of the family character is accurate in the case of Kheda district.

Thank you, Bachanni Saheb, Dave Saheb, and the entire administration of Kheda. We hope the district administration teams from other districts too seek inspiration from you.

એક અધિકારી ઈચ્છે તો શું કરી શકે એ બાબતે અહીંયા ખુબ લખ્યું છે... 

આજે એવા જ એક અધિકારી એટલે ખેડા જિલ્લાના કલકેટર શ્રી બાચાણી સાહેબની વાત કરવાની છું.

એમના જિલ્લામાં પ્રવાસ કરતી હોવું ને કોઈ એવી બાબત ધ્યાને આવે કે જેમાં સરકાર કશુંક કરી શકે તે બાબતે બાચાણી સાહેબનું ધ્યાન દોરીએ કે એ કામ ફટાફટ થઈ જાય.

ખેડામાં રહેતી વિચરતી જાતિઓ કે જેમની પાસે હજુ વિજળીની સુવિધા નથી જેમને રહેવા પ્લોટ ફળવાયા નથી. જેમની પાસે રેશનકાર્ડ જેવી પ્રાથમીક સુવિધા નથી. આ બધાની વિગત અમે સાહેબને આપી ને એમણે પોતાની અધ્યક્ષા હેઠળ તમામ લાગતા વળગતા અધિકારીઓ સાથે બેઠક કરી સૌને આ કાર્ય સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી. 

એમને સાથ આપ્યો ડીડીઓ શ્રી મહુલ દવે સાહેબે.. એ પણ અમારા કામોમાં ખુબ લાગણી રાખે..

ઘણા પરિવારોની અરજીઓ જે વર્ષોથી પડતર હતી તે અરજીઓ પરની ધૂળ બાચાણી અને દવે સાહેબની લાગણીથી ખંખરાઈ. કટેલાકને પ્લોટ ફળવાઈ ગયા તો ઘણાના ઘરે વિજળી પણ આવી. 

અમારા ધ્યાને એવા માવતરો આવ્યા કે જેઓ નિરાધાર હતા. જેમની પાસે અંત્યોદય કાર્ડ નહીં. ના વૃદ્ધ પેન્શન એમને મળે.આ અંગે રજૂઆત કરાતા પસીમા અને રમણકાકાને તો તુરત પેન્શન ને અનાજ મળે એવું કાર્ડ પણ મળી ગયું. અમે આ માવતરોને દર મહિને રાશનકીટ આપીયે પણ  પેન્શન ને અનાજની મદદ મળે તો આ માવતરોને ટેકો રહે..

.ખેર પસીમા જેઓ ડભાણમાં રહે. એમની પાસે ઘર નથી એમને પણ સત્વરે પ્લોટ આપવા સાહેબને વિનતી કરી છે. મૂળ અમારે એમને ઘર બાંધી આપવું છે. એમની ઈચ્છા મરતા પહેલાં પોતાના ઘરમાં રહેવાની ને એ પૂરી કરવાનું અમે નક્કી કર્યું છે.

માતરના આંતરોલીમાં 7 દેવીપૂજક પરિવારોને પ્લોટ ફળવાયા સાથે પહેલીવાર એમના ઘરમાં અજવાળુ થયું. કેટલાય બાળકો ઘરમાં વિજળી મળતા રાજી રાજી થયા.

ટૂંકમાં કલેક્ટર શ્રીની લાગણીના લીધે આખુ તંત્ર સરસ મદદ કરી રહ્યું છે.. ખરેખર ઘરનો વડો જેવો હોય તેવું આખુ ઘર હોય એવું ખેડાના વહીવટીતંત્રને જોઈને લાગે છે.

આભાર બાચણી સાહેબ, દવે સાહેબ.. ને સમગ્ર ખેડા જિલ્લાની ટીમ.. તમારી પાસેથી અન્ય જિલ્લાનું વહીવટીતંત્ર શીખે એમ ઈચ્છીએ...

Nomadic families recieved their ration cards after the 
interventions from government officials

The District Collector Shri Bachhani Saheb The District
Development Officer Shri Mehul Dave



Pasi Maa immediately received a ration card
that could help them access rations from the PDS store

Mittal Patel meets nomadic families
of Kheda district



No comments:

Post a Comment