Thursday, August 25, 2022

Tejal and her siblings' life improves with the help of VSSM and District Collector...

Mittal Patel meets Divya

The one clinging to me is Divya, a grade 2 student. She must have been four years old when her mother passed away. 2 years back, she lost her father to Corona. Divya's eldest sister Tejal is 15 years old, but she has taken it upon herself to raise her three younger sisters, Hetal, Rajshree and Divya. Tejal works as domestic help, but the income is insufficient to meet the expenses. VSSM's Vinodbhai learned about the condition of the four sisters and reached their home in Ghoghamba.

The girls endure pathetic living conditions. "I experience constant fear. Nobody from our parent's families comes to inquire about our well-being !" Tejal shared. Some relatives come to meet them but cannot be of much help as their living condition is equally poor. As a result, the girls live as destitute orphans.

To being, we decided to provide monthly ration kits to the girls. We also decided to build them a house for which Nimeshbhai donated Rs. 50,000. In the meantime, we also brought the plight of these girls to the notice of Panchmahal District Collector Shri Sujal Myatra. He immediately linked them to Palak Mata Pita Scheme. The girls also received Rs. 4000 each as their father had succumbed to Corona. However, they were not entitled to receive any assistance for the construction of the house because they were minors. Shri Myatra appealed to a private firm to help build a house for these girls, and the construction for the same is underway. VSSM's Vinod inquires about their well-being when he visits them to deliver the ratio kit.

Recently, I was in the region and decided to see them. Tejal has dropped out of school. She wants to take up some vocational skills like sewing or beautician training. Hetal also doesn't like to go to school, but we have convinced her to continue. And Divya and Rajshree decided to come hug me. As if she wanted to come along with me, Divya keep holding me tightly.

"What would you live to be when to grow up?" I asked her.

"Madam," she replied.

I feel immense love for these girls. Next year they will be with us at our hostel, for sure.

We are grateful to the district collector for his immediate response to provide them with a safe roof over their head. Nimeshbhai's contribution helped us install electric fittings and an almirah the girls needed.

Vitthalbhai, the girls' neighbor, has accepted the responsibility of becoming their guardian. And Vinod's care for these girls has made him Kaka to them. 

It is incredible to experience these connections God creates. It makes me feel grateful to him.

આ મને વળગીને ઊભી છે એ દિવ્યા. બીજા ધોરણમાં ભણે. એ લગભગ ત્રણ - ચાર વર્ષની હશે ત્યારે એની મા ગુજરી ગઈ અને બે વર્ષ પહેલાં એના પિતા કોરોનામાં ગયા. મોટી બહેન તેજલ આમ તો એય 15 વર્ષની જ. એણે દિવ્યા સહીત હેતલ અને રાજશ્રીને ઉછેરવાનું કર્યું. એ કચરા પોતા કરવા જતી ને એમાં જે મળે તેમાં પુરુ કરવા કોશીશ કરે. અમારા કાર્યકર વિનોદના ધ્યાને આ વાત આવી. એ પહોંચ્યો ધોધંબા તેજલના ઘરે. 

સ્થિતિ અત્યંત દયનીય રહેવા સરખુ ઘર પણ નહીં. પછીત પડી ગયેલી. તેજલ કહે, "મને સતત બીક લાગે છે" વળી મા કે પિતાના ઘરમાંથી કોઈ ખબર પુછવા પણ ન આવે. સાવ નોંધારી દીકરીઓ. હા ફોઈ ક્યારેક ખબર પુછી જાય પણ એમની સ્થિતિ કાંઈ એવી સારી નહીં કે એ મદદ કરી શકે. 

અમે પ્રથમ અનાજ આપવાનું નક્કી કર્યું. ઘર બાંધવાનું પણ નક્કી કર્યું ને એ માટે અમારા નિમેશભાઈએ 50,000 મોકલી પણ આપ્યા. પણ ત્યાં કલેક્ટર શ્રી પંચમહાલ સુજલ મયાત્રાના ધ્યાને અમે વિગત મૂકીૂ કે એમણે તુરત પાલક માતા પિતા સહાય શરૃ કરાવી. પિતા કોરોનામાં ગુજરી ગયેલા એટલે પ્રત્યેક દીકરીને 4000 લેખે 16,000 મળે. ઘર બાંધકામમાં સરકારી સહાય મળે એમ નહોતું. મૂળ દીકરીઓ નાની એટલે. કલેક્ટર શ્રીએ એક કંપનીને આ દીકરીઓનું ઘર બાંધી આપવા કહ્યું ને ઘર બાંધકામ શરૃ થયું.અમે દીકરીઓને દર મહિને રાશન આપીયે. મૂળ એ બહાને અમારો વિનોદ દીકરીઓ પાસે નિયમીત જાય ને એમના ખબર અંતર લઈ શકે. 

હમણાં મારે જવાનું થયું. તેજલે ભણવાનું છોડી દીધું છે. એને ગમતુ નથી. એને કોઈ સીવણ કે બ્યુટીપાર્લરનો કોર્સ કરવાની ઈચ્છા છે. જ્યારે હેતલને પણ નિશાળ નથી ગમતી. અમે સમજાવી એટલે એ નિશાળ જવા તૈયાર થઈ.પણ નાની દિવ્યા અને રાજશ્રી તો મને આમ ચોંટી જ ગઈ. દિવ્યા તો એકદમ જ.. હું તમારી સાથે અમદાવાદ આવીશ એવા ભાવથી મને પકડીને જ રહી. પરાણે વહાલી લાગે એવી મીઠુડી. મે એને પુછ્યું ભણીને શું બનીશ તો કહે, "મેડમ..."

આવી દીકરીઓ ઉપર તો ખુબ હેત આવે. બસ આવતા વર્ષે એને ઉપાડી આવીશું અમારી પાસે.. 

પણ કલેક્ટર શ્રીનો આભાર એમણે આ દિકરીઓને છત કરી આપી. નિમેશભાઈની મદદથી દીકરીઓના ઘરમાં લાઈટ ફીટીંગ કરાવ્યું. તેમજ એમને જરૃર તીજોરીની હતી એ લઈ આપી. આ દીકરીઓના પાલક તરીકે તેમના પડોશમાં રહેતા વિઠ્ઠલભાઈએ જવાબદારી સ્વીકારી છે. તેમનો પણ આભાર... અને વિનોદને આ દીકરીઓ કાકા કહે.. અને વિનોદ પણ કાકા જેવું જ હેત રાખે... ક્યારેક થાય ઈશ્વરે કેવી અદભૂત રીતે બધાને ભેગા કરી દીધા... થેક્યુ તો એને કહેવાનું જ હોય..

#MittalPatel #vssm #humanrights #humanity



Mittal Patel with four sisters,their neighbour Vitthalbhai
and our Co-ordinator Vinodbhai who have accepted
the responsibility of becoming their guardian


Mittal Patel was in Panchamal district and decided
to see these four sisters

The four girls namely Hetal, Tejal, Rajshree & Divya
 live as destitute orphans.


No comments:

Post a Comment