Saturday, December 07, 2019

The entire team of VSSM always remians eager to help the nomadic communities...

Mehboobbhai Salat showing his file containing documents to
Mittal Patel
“Kanu Saheb, can you please go through these documents to check if anything is missing?”

Mehboob Salat of Morbi’s Nava-Jambuliya appeared before us with a file containing the documents he wanted Kanubhai to review.

“Why don’t you check it for yourself, see if it has Aadhar card, ration card, voter id card, Ma card, caste and income certificates.” I replied.  

Mehboobbhai Salat with his documents
“Ben, I will not be able to make-out! Kanubhai, tell me which of the document  that Ben just mentioned is missing.”

“Arre, why don’t you read and confirm by yourself.”

“I have not gone to school,” Mehboob replied hesitantly.

“Oh! So where did you get this nice looking file from? Who taught you to file the documents in such an organised  way?”

“I have followed Kanu Saheb to Mamlatdar’s office many a times. I would see the  officials  carry documents in  files. I too had decided that on the day  I obtain my identity documents I too will  file them in a good file. When I received Voter ID card I went to a shop and bought back the best looking file from many the shopkeeper showed me.” Mehboob gave a generous smile after narrating this.

“Good, now that we have a file the documents will be preserved well,” I said taking the file from his hand. I found an unopened envelope while going through the documents in the file. I looked at the envelope, before anyone could say a word Mehboob spoke up, “Glad you took a look at it. The letter has been with us for such a  long time since,  Kanu Saheb had  not come to the settlement, it is yet to be opened!” Mehboob replied.

“So every letter you receive needs to be opened by Kanu Saheb?”

“ Of course, what would we do after opening it, we can hardly read or understand. So we await his arrival.”

“You set-out of  the settlement, people can read it for you anywhere you have gone so why just Kanu Saheb.”

“That is true but Kanusaheb makes it very easy for us to understand.”

Kanubhai and Chayaben are in charge of Morbi and Rajkot district. The communities hold tremendous respect for this empathetic duo. In fact the entire team of VSSM always remains eager to help the nomadic communities.  

Mehboob has immense affability towards his file, he was happy he too had a proper file like other individuals and officials to hold his important documents. So much so that he has preserved the postal documents well too.

 The images helps you comprehend all we have written!!

'કનુસાહેબ આ મારા કાગરિયા જોઈ દ્યોને આમાં કાંઈ ખુટે સે...'

આવું કહીને હાથમાં ફાઈલ લઈને મોરબીના નવા જાંબુડિયામાં રહેતો મહેબુબ સલાટ અમારી સામે આવ્યો. મે કહ્યું,
'તુ જાતે જ જોઈ લેને આધારકાર્ડ, રેશનકાર્ડ, મતદારકાર્ડ, મા કાર્ડ, જાતિપ્રમાણપત્ર અને આવકનો દાખલો હોવો જોઈએ એમાંથી શું નથી?'

'મોટાબેન એવી કાંઈ અમને ખબર નો પડે. ઓ કનુભાઈ આ બેન કેસે એમાંથી કોઈ કાગરિયું આ ફાઈલમાં ખુટે સે..'
'અરે તુ વાંચને એમાં કનુભાઈને શું પુછવાનું?' થોડું શરમાઈને મહેબુબે કહ્યું, 'હું નેહાળ નથ ગ્યો'
'ઓહ'
'તો આટલી સરસ ફાઈલ ક્યાંથી લાવ્યો અને એમાં કાગળિયા મુકાય એવું કોણે સમજાવ્યું?'
'હું કનુસાહેબ હારે મામલતદાર કસેરીએ ગ્યો તો ન્યાં હંધા આવી ફાઈલો લઈને આવ'તા. ઈ ટાણે તો મારી પાહે કોઈ પુરાવા નહોતા. પણ તે દિવસે નક્કી કઈર્યું તું કે જે દાડે પુરાવા જડશે તે દાડે આવી ફાઈલમાં જ હુંએ બધુ ગોઠવીશ. તે મતદારકાર્ડ જઈડું પસી દુકાને જઈને મે કાગરિયા ભીડાવવાની ફાઈલ માંગી. દુકાનવાળાએ ઘણી ફાઈલો બતાવી પણ મે એમાંથી હારામાં હારી અને મોંધી ફાઈલ લીધી'

આટલું બોલી મેહબુબ એકદમ મસ્ત હસ્યો.ચાલો ફાઈલ આવી એટલે કાગળિયા સચવાશે એમ કહીને મે એની પાસેથી ફાઈલ માંગી. ફાઈલના પાના ફંફોસતા. એક કવર શીલબંધ પડેલું જોયું. મે કવરહાથમાં લીધુ અને મહેબુબને કશું પુછુ એ પહેલાં જ એણે કહ્યું,

'આ લો તમે હારુ કઈર્યુ. આ ટપાલ કે'દીની આઈવીતી. પણ કનુસાહેબ આઈવા નહોતા એટલે ટપાલ ખોલી નોતી'
'તે દરેક ટપાલ આવે તે કનુસાહેબ જ ખોલે?'
'હાસ્તો.. અમે ખોલીને હું કરીએ. સાહેબ જ વાંસે અને પસી અમને કે આમ કરવાનું કે તેમ કરવાનું..'
'પણ ટપાલ તો વસાહતમાંથી તમે જ્યાં કામે જતા હોય તેમને બતાવો તો એ લોકો પણ કહી દે કે આમાં શું લખ્યું છે?'
'હા માળુ એ વાતેય રાઈટસે. પણ બેન કનુભાઈ ખોલે તો હારુ એ બધુ ગેડ પાડીને હજમાવે..'

કનુભાઈ અને છાયાબહેન VSSMના મોરબી, રાજકોટ જિલ્લાના કાર્યકર. બંને માટે વસાહતના લોકોને બહુ માન અને બેય સદાય વંચિત પરિવારોના કામ માટે તત્પર. કનુભાઈ, છાયાબહેનની જેમ VSSMની આખી ટીમ એવી જ મજબૂત છે..
મહેબુબને ફાઈલ પ્રત્યે બહુ પ્રેમ હતો. ભણ્યો નથી પણ બધા સાહેબ રાખે એવી ફાઈલ એની પાસે છે એનો આનંદ એને છે વળી સૌથી અગત્યનું આ ફાઈલનો તેણે બરાબર ઉપયોગ કર્યો છે આ ઉપયોગ ત્યાં સુધી કે ટપાલના કવરો પણ એણે એટલી જ માવજતથી સાચવ્યા છે...

ફોટોમાં લખ્યું એ બધુયે જોઈ શકાય છે...

#MittalPatel #VSSM #Salat #Nomadic

No comments:

Post a Comment