Tuesday, December 03, 2019

On 3rd January the Dafer leaders from entire Gujarat will congregate in Ahmedabad to deliberate on the solutions to their pertinent issue of police harassment and atrocities and plan ways to earn dignified living...

Mittal Patel during the meeting with Dafer Community
“We are so tired  of being constantly on the run our entire lives but the police never tires of  chasing us. Once upon a time some individuals from our tribe took up the some unlawful activities, today they have given up all those activities for good yet, the police keeps harassing them and us!!”

Mittal Patel meets the Dafer leaders of  North Gujarat
“For few individuals in a community the entire tribe is repeatedly  subjected to atrocious behaviour by police. How does one justify such harassment? Please help us stop this or one day we will kill ourselves at a police station!”

Dilabhai and Lakhabhai Dafer were in deep anguish when they  shared their plight with us. They reside in Rajpura village of Mehsana’s Kadi block. The families were under distress for three days after  some episode in Kadi had once again brought police to their Dangaa/settlement and resulted in arrest of the Dafer men.

The nomadic women of Dafer Community

It took great altercation and Tohid’s constant running around to release the arrested men. Every year we do witness 3-4 such instances of police atrocities. Last year we had Dilabhai’s entire Dangaa suffer massive destruction. Honestly, it is one episode after the other.

The current living condition of  nomadic families
We had a meeting with the Dafer leaders of North Gujarat. What is the solution to this constant anguish, how does one stop it?? It has been decided to hold a meeting in Ahmedabad to find answers to this quest.

On 3rd January the Dafer  leaders from entire Gujarat will congregate  in Ahmedabad to deliberate on the solutions to their pertinent issue of police harassment and atrocities and  plan ways to earn dignified living.


Mittal Patel during the meeting with Dafer Community

Dafer is an extremely marginalised and deprived community, there needs to be some focused  collective efforts for their inclusive growth,  for which we request the government to take the lead and plan some concreted measures.



The picture is of our recent meeting with the Dafer leaders of north Gujarat.

'આખી જીંદગી પોલીસ અમારી વાંહે રહી ને અમે એમનાથી ભાગતા રીયા. પણ હવે થાઈકા બાપલા. પેલાં અમારામાંના કોક ક્યાંક આડા મારગે વળી ગ્યા'તા પણ હવે તો ભગવાનનો મારગ ઝાલ્યો સે, સતાંય પોલીસ કનડે!અમારા આખા સમાજમાં પાંચ - દહ માણહ ખરાબ નીહરે પણ આખો સમાજ એ દહ માણહના વાંકે પોલીસ દંડી નાખે ઈ ક્યાંનો ન્યાય? હવે આ બધાનું કાંક કરો નકર દવા પીને પોલીટેશણે જ મરી જાવું સે'

મહેસાણાના કડીના રાજપુરગામમાં રહેતા દીલાભાઈ અને લાખાભાઈ ડફેરે વલોવાતાં હૈયે આ વાત કરી. કડીમાં કોઈ બનાવ બનેલો ને પોલીસે એમના ડંગામાં જઈને પુરુષોને પકડી લીધેલા. ત્રણ દિવસ સખત હેરાનગતી આ બધાય પરિવારોને થઈ. છેવટે ઘણી માથાકૂટ કાર્યકર તોહીદની સતત દોડધામ પછી એ બધાને છોડાવવામાં અમે સફળ રહ્યા. પણ વરસમાં બે ચાર વખત આવી ઘટનાઓ તો ઘટે જ.

ગયા વર્ષે દીલાભાઈના આખા ડંગાની તોડફોડ કરેલી. આમ એક ઓલવાતું નથી ત્યાં બીજુ તૈયાર..
ઉત્તર ગુજરાતમાં રહેતા ડફેર આગેવાનો સાથે આ બાબતે બેઠક થઈ અને ડફેર સમાજે આ દશામાંથી છુટવા શું કરવું તેનું મનોમંથન કરવા અમદાવાદમાં એક બેઠક બોલાવવાનું આયોજન ક્યું.

ત્રીજીએ સમગ્ર ગુજરાતના ડફેર સમાજના આગેવાનો અમદાવાદમાં ભેગા થશું અને આ બધી માથાકૂટોમાંથી છુટવા, સ્વમાનભેર રોજગારી મેળવવા શું કરવું તેનું આયોજન પણ કરીશું.પણ એક વાત ચોક્કસ આ બહુ દુઃખી સમાજ છે એની ચિંતા કરી તેમના વિકાસના કામો થાય તે માટે સરકારને પણ વિનંતી કરીએ છીએ.
ફોટોમાં ઉત્તર ગુજરાતના ડફેર આગેવાનો સાથે થયેલી બેઠક.. તથા આ પરિવારો જે હાલમાં રહે છે એ પણ ફોટોમાં જોઈ શકાય છે.

#VSSM #Mittalpatel #NomadsOfIndia #Dafer #NomadicDenotified #collector_Mehsana #NomadicTribes #humanity #NTDNT #denotifiedtribes #rights #fightforsurvivle #dream #ownland #districtcollector #residentialplot #humanrights #empathy #sympathy #humans #gujarat





No comments:

Post a Comment