Wednesday, August 08, 2018

Valamadi Lake at Shera of Dhanera Taluka is dug with the help of VSSM

Digging in progress at Valamdi Talav
When Rameshbhai Desai from Shera village of Dhanera heard about our work of desilting the lakes, he immediately contacted worker Naran. He said to desilt the lakes of his village and we will co-operate.

Then we started working in Valamdi lake. Rameshbhai is an aware sarpanch. He wanted us to desilt both the lakes of his village. But then we did not get sufficient support from the village to dig the other lake of the village, so we could not dig the other lake.

The geographical condition of Dhanera of Banaskantha is such that only if there are special circumstances then only the canal can be installed else, there is no canal at present. Farmers are dependent on the underground water only. In such a case, due to continuous extraction of water, the water tables have gone till 800 to 1000 feet deep which is a matter of concern.

Water Management at Shera
The way people are worried about the underground water in Diyodar and Kankrej and Suigam (to some extent) blocks of Banaskantha, to the extent that the sarpanchs nag me to no end for desilting the lakes of their village. But this is not the case in Dhanera. That’s the place where we need to worry about the water tables the most. 

We hope that when we begin the water management work again in September, Dhanera taluka would wake up soon and support the desiliting like other talukas.

Else, we found many youngsters like Rameshbhai in Dhanera and our fieldworkers like Kanubhai and Jayantibhai also helped a lot. But they alone can’t make everything possible. If the entire village becomes aware, then Mother Earth who is tilled by the farmers, will express her happiness in a different way for repaying her favour. And we must do this much. Else, we will die if we send her to the oldage home.
Lake digging at Shera

We are thankful to Shera sarpanch and people of the village who co-operated in this work. I hope if there will be more awareness then we will dig the other lake of Shera. But the only condition is to carry the soil by your tractors.

We are thankful to Sanjaybhai who has never seen Dhanera or Shera but he actually worried for Mother Earth…

ધાનેરાનું સેરાગામના સરપંચ રમેશભાઈ દેસાઈએ જ્યારે જાણ્યું કે અમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાનું કરી રહ્યા છીએ એટલે તુરત એમણે કાર્યકર નારણનો સંપર્ક કર્યો ને અમારા ગામના #તળાવો ઊંડા કરાવો અમે સહયોગ કરશું તેવી ભાવના વ્યક્ત કરી.

એ પછી અમે વાલમડી તળાવમાં કામ શરૃ કર્યું. રમેશભાઈ ખુબ જ જાગૃત સરપંચ તેમની ઈચ્છા તેમના ગામના બેય તળાવ ઊંડા થાય તેવી પણ ગામમાંથી તળાવ ખોદાયા પછી માટી ઉપાડવા માટે જોઈએ તેવો સહયોગ ના મળતા અમે બીજુ તળાવ ખોદાવી ના શક્યા.

Valamdi Lake digging about to end
#બનાસકાંઠાના #ધાનેરા તાલુકાની #ભૌગોલીક સ્થિતિ એવી છે કે ત્યાં ખાસ સંજોગો ઊભા થાય તો જ કેનાલ થાય બાકી હાલ કેનાલ નથી. ખેડુતો પેટાળના પાણી ઉપર જ નિર્ભર છે. આવામાં બોરવેલથી સતત પાણી ખેંચીને પાણીના તળ લગભગ 800 થી 1000 ફૂટ ઊંડા કરી નાખ્યા છે. જે ચિંતાનો વિષય છે.

બનાસકાંઠાના દિયોદર, કાંકરેજ ને કેટલાક અંશે સુઈગામ તાલુકાના ગામોમાં ભૂગર્ભ જળની જે રીતે ચિંતા થઈ રહી છે જે રીતે ત્યાં તળાવો ઊંડા કરાવવા સરપંચ અમારો એકદમ સાચુ કહુ તો જીવ ખાઈ જાય છે એવું ધાનેરા બાજુ થતું નથી. જબકી ત્યાં ભૂગર્ભજળની સૌથી વધારે ચિંતા કરવાની જરૃર છે.

આશા રાખીએ સપ્ટેમ્બર પછી ફરી #જળસંચયના કામો થાય તે વખતે ધાનેરા તાલુકો વહેલો જાગે ને બીજા
તાલુકાની જેમ સહયોગ કરી તેમના તળાવો ઊંડા કરાવવા સજાગ બને..
Valamdi Talav being dug

બાકી ધાનેરામાં રમેશભાઈ જેવા ઘણા ઉત્સાહી યુવાનો મળ્યા અમારા કાર્યકર કનુભાઈ, જયંતીભાઈને તેમણે ખુબ સહયોગ કર્યો. પણ તેમના એકલાથી કશુંએ થવાનું નથી. આખુ ગામ જાગે તો જે #ધરતી #ખેડુતો ખેડે છે એ ધરતી માં જાગે ને મારા બાળકોએ અત્યાર સુધી મને દોહ્યા કર્યું પણ હવે મારી ચિંતા કરી મારામાંથી લીધેલું પાછુ વાળે છે તેવો રાજીપો જુદી રીતે વ્યક્ત કરે. અને ધરતી મા માટે આટલું તો આપણે કરવું જ રહ્યું. એને કાંઈ આમ વૃદ્ધાશ્રમના હવાલે થોડી કરાય નહીં તો આપણે મરી જઈએ.

આભાર સેરા સરપંચ ને ગામના જેમણે પણ આ કાર્યમાં સહયોગ કર્યો તે સૌનો.. હજુ આશા છે વધુ સજાગતાની જો એ થાય તો સેરાનું બીજુ તળાવેય ખોદીશું. પણ શરત માટી ઉપાડવાના ટ્રેક્ટર તમારાની...

જે પણ સહયોગ મળ્યો તેમાંથી ખોદાયેલા તળાવ અંગેની વાત સરપંચ રમેશભાઈના મોંઢે વિડીયોમાં જોઈ સાંભળી શકાય છે.

આભાર સંજયભાઈનો જેઓએ ક્યારેય ધાનેરા કે સેરા જોયું નથી પણ ધરતી માની ખરા અર્થમાં ચિંતા કરી.

No comments:

Post a Comment