Thursday, August 02, 2018

Kudos to the Integrity of Nanjibhai Bajaniya

Nanjibhai Bajaniya with his Auto Rickshaw
Four Lakh rupees is not called a small amount, and that too for the poor man running auto rickshaw.


What will you do when a passenger travelling in your auto rickshaw goes away leaving behind packet containing Rs. 4,00,000 and if the packet is in your hand? I don’t come to the conclusion, but you must answer this...

The general impression of the people of Nomadic and De-Notified community is like thieves and burglars and the people at large are not willing to let them come close to themselves. Nanjibhai an ordinary person belonging to the said community found a sum of Rs.4,00,000 left by some passenger travelling in his auto rikshaw, he was terribly worried to see that. He knew about the person who forgot the money and  the purpose for it was to be used. Hence he was more concerned.

The money was to be used for Premlataben Gehlot who had come from Jodhpur and was to have a heart surgery at Sal Hospital. Nanjibhai terribly disturbed to think of the condition of Premlataben Gehlot and her husband if the money does not reach them. He took the auto rickshaw to the place where he had dropped the couple and asked people about them. After many efforts and search, he could finally locate them and handed over the money to them. Premlataben literally started crying and her husband asked Nanjibhai to take the amount he wants from those Rs.4,00,000.

Newspaper clipping appriaciating Nanjibhai's gesutre
Nanjibhai said “they were not rich people. They came to Ahmedabad with the savings of entire life”. What should I do by taking money from them? I said no but they happily gave me Rs.2,000.

In response to a question why he returned the money and did he not feel temptation to keep the entire amount. Nanjibhai's reply was simply wonderful.  He said “Ben, I can have only which is rightful. I can’t keep the money which is not rightfully gained. Though, they forgot that money, it was their hard earned money how can I be at rest if I swallow that? Further I am a leader of Bajaniya community. The behaviour of the leader should be exemplary. If I am caught with greediness then how can I contribute to my community? I should not do even a little wrong.  How wonderful! What should be the stature of a leader we should learn from a person belonging to the community whom we all neglect. 

Governor of Gujarat felicitating Nanjibhai

Our Governor appreciated Mr. Nanjibhai's honesty and gave him a prize of Rs 10,000. For Nanjibhai, this prize is more important than any award. A small man who is living in a constant deprived conditions still keeps aside greediness. Thereby he provides an example of how a good leader should be.

We Salute to the honesty of such leader Nanjibhai ... 


ગુજરાતીમાં અનુવાદ
ચાર લાખ એ કાંઈ નાની રકમ ના કહેવાય અને એય પાછા રીક્ષા ચલાવતા ગરીબ માણસ માટે. 

રીક્ષામાં બેઠેલા પેસેન્જ જ્યારે આવડી મોટી રકમ રીક્ષામાં ભુલીને જતા રહે ને એ પેકેટ તમને હાથ લાગે તો શું કરો? તારણ પર નથી આવતી પણ આનો જવાબ તમે જ આપો...

#વિચરતી #વિમુક્ત જાતિની છાપ ચોર, લુંટારા જેવી ને લોકો તેમને પોતાની નજીક રાખવાય રાજી નહીં. આવી છાપ ધરાવતી જાતિમાંનો એક સામાન્ય માણસ નાનજીભાઈ બજાણિયાને પોતાની રીક્ષામાં બેઠેલા પેસેન્જના ચાર લાખ જડી જાય છે ને એ પૈસા જોઈને એ ચિંતામાં આવી જાય છે. આ ચાર લાખ કોના છે ને એ ક્યાં વપરાવવાના છે તેની તેમને ખબર હતી એટલે ચિંતા ઔર વધી. જોધપુરથી આવેલા પ્રેમલતાબહેન ગેહલોતની સાલ હોસ્પીટલમાં હાર્ટ સર્જરી છે ને આ પૈસા એ માટેના છે. પૈસા એમને પાછા નહીં મળે તો પ્રેમલતાબહેન ને એમના પતિની હાલત શું થશે તે વિચારીને નાનજીભાઈને કંપારી આવી ગઈ. રીક્ષા દોડાવી જ્યાં આ દંપતીને ઉતાર્યુ હતું ત્યાં ને જઈને બધાને આવા દંપતીને જોયાનું પુછ્યુ. ઘણે ઠેકાણે દોડ્યા પછી દંપતી મળ્યું ને એમને હેમખેમ પૈસા આપ્યા. પ્રેમલતાબહેન તો રીતસર રડી પડ્યા તેમના પતિએ નાનજીભાઈને ચાર લાખમાંથી જેટલા જોઈએ એટલા લઈ લેવા કહ્યું. 

નાનજીભાઈ કહે, બેન એય કાંઈ બહુ મોટા માણસ નહોતા. આખી જીંદગીની જમા પુંજી લઈને અમદાવાદ આવેલા. એમની પાસેથી લઈને હું શું કરુ.મે ના પાડી પણ એમણે હરખથી મને બે હજાર આપ્યા. 
પૈસા પાછા આપવાનું કેમ કર્યું લાલચ ના થઈ એવા પ્રશ્નના જવાબમાં નાનજીભાઈએ અદભૂત વાત કરી. બેન મારા હકનું હોય એ મને ખપે અણહકનું લઉં તો મને ના પચે. વળી એ લોકો ભલે ભુલી ગયા પણ તેમની આંતરડી તો પૈસા પાછળ કકડી જ હોય ને આવા પૈસા લઉં તો હું કેવી રીતે સુખી થવુંં? પાછો હું બજાણિયા સમાજના મંડળમાં આગેવાન છું. આગેવાનનું વર્તન અનુકરણીય હોવું જોઈએ આવામાં હું જ લાલચમાં આવી જવું તો મારા સમાજના ઘડતરમાં હું શું યોગદાન આપી શકુ? મારાથી તો જરાય ખોટુ આચરણ ના કરાય. 
કેવી અદભૂત વાત. આગેવાન કેવો હોય એ સાવ નાનો ને આપણે સૌ જેને ધુત્કારીએ છીએ એવા સમાજના વ્યક્તિ પાસેથી શીખવાની જરૃર છે.

નાનજીભાઈની આ ઈમાનદારીની કદર આપણા રાજ્યપાલ શ્રીએ કરીને રૃા.૧૦, ૦૦૦નું ઈનામ તેમને આપ્યું. 
નાનજીભાઈ માટે આ પુરસ્કાર કોઈ પણ એવોર્ડ કરતા વધારે મહત્વનો છે.. એક નાનો માણસ જે સતત અભાવમાં જીવે છે છતાં ખોટી લાલચોને બાજુમાં હડસેલી ઉત્તમ આગેવાન કેવો હોય તેનું ઉદાહરણ પુરુ પાડે છે. આવા આગેવાન નાનજીભાઈની ઈમાનદારીને સલામ....


No comments:

Post a Comment