Saturday, June 16, 2018

Water Management work takes place in Nevru talav in Shiya village with the help of VSSM...

Mittal Patel and VSSM Coordinators at
Water Management site
We are working for water management programme in Shiya village of Dhanera Taluka. This village suffered a big loss in 2017. The lake which is being dug by VSSM was entirely filled with the soil which came along with the waters of the flood. This lake was again brought to existence.  This lake has better water flow. We hope for the good rains so that this lake is filled fully. 
Lake Deepening work
The sarpanch of the village is a very noble person and he continuously provided tractors for the lake digging work.  
we wished to dig the other lake as well but the sarpanch and other people believe that the people of the village will not support to carry the soil. So, we will not be able to dig the other lake although it is actually useful. 
Shiya Water Management Site
We expect from all the villages to think about future. Everytime I say that we are digging the lake for the betterment of people of the village. The people who are digging it, have nothing to achieve out of it. Be concerned about the lakes for posterity. Then you will be able to bask in the pride of giving the inheritance of water along with the property to your next generation. It is our concern to see that the next generation doesn’t have to leave the village due to water scarcity.  
Thank you again to all dear ones who are helping selflessly in this work, otherwise it was impossible to carry on with this work..

The Sarpanch of the village
ધાનેરાના શિયામાં તળાવનું કામ ચાલી રહ્યું છે. 2017ના પુરમાં આ ગામને ઘણું નુકશાન થયું. VSSM દ્વારા જે તળાવ ખોદાઈ રહ્યું છે એ તળાવ પુરમાં તણાઈ આવેલી માટીના લીધે લગભગ પુરાઈ જ ગયું હતું. જેનું નવસર્જન થયું. પાણીનો ફ્લો આ તળાવમાં સારો છે. આશા રાખીએ આ ચોમાસામાં વરસાદ સારો પડે ને આ તળાવ આખુ ભરાય.

ગામના સરપંચ ખુબ ઉમદા વ્યક્તિ આ તળાવ ખોદકામમાં એમણે સતત ટ્રેક્ટરો આપ્યા. ગામનું બીજુ તળાવ ખોદાય તેવી અમારી ઈચ્છા હતી પણ ગામલોકોનો સહયોગ માટી ઉપાડવામાં નહીં મળે તવું સરપંચને અન્યોનું માનવું છે. આથી આ ગામનું બીજુ તળાવ જે ખરેખર ઉપયોગી છે છતાં આપણે નહીં ખોદી શકીએ.
Shiya Water Management site

ગામલોકો થોડુ લાંબુ વિચારતા થાય એવી અપેક્ષા દરેક ગામ પાસે રાખીએ છીએ. ને દરેક વખતે કહુ છુ એમ ગામલોકોના હીતાર્થે તળાવ ખોદાય છે આ તળાવમાંથી અમારે કે મદદ કરનાર સ્વજનોને લોટોય પાણી લેવું નથી. તમારી ભાવી પેઢી માટે તળાવની ચિંતા કરતા થાવ તો ભાવી પેઢીને વારસામાં જમીન - જાગીર સાથે પાણીનોય વારસોય આપ્યાનું ગૌરવ લઈ શકશો. બાકી પાણીના અભાવે ગામ છોડવા આવનારી પેઢી મજબૂર ના બને તે જોવું રહ્યું..

ફરી આ કાર્યમાં મદદરૃપ થનાર પ્રિયજનોનો આભાર નિસ્વાર્થ એમની મદદ વગર આ બધુએ થવું અસંભવ હતું.

#VSSM #MittalPatel #Water #Bnaskantha Rashmin Sanghvi Kanubhai Bajaniya

No comments:

Post a Comment