
Such attitude of the community is rampant and disturbing. We have no choice but to engage in a constant dialogue, sensitise them, convince them on the need and importance of educating children. The result of such engagement was evident when a few days back the community members of Rohitdaspara built a place for the children to study. Such altered attitude is definitely going to have a positive impact on the future go these children.
In the picute below are the parents building the Balghar/school, VSSM team member Rameshbhai with the children of the Bridge school…...
ગુજરાતીમાં અનુવાદ..
મોરબી જીલ્લાના રોહીદાસપરા વિસ્તારમાં વિચરતા સમુદાયના પરિવારો રહે છે. આ પરિવારના શાળાએ જઈ શકે એ ઉંમરના ૩૫ જેટલા બાળકો. પણ આખી વસાહતમાંથી એક પણ બાળક શાળામાં જાય નહિ. એમની વસાહતથી શાળા એકાદ કી.મી.ના અંતરે પણ શાળા આચાર્ય આ બાળકો નિયમિત શાળાએ આવતા નથી એમ કહી એમને પ્રવેશ આપવાની ના પડે.
આપણે આ બાળકોને દિવસના ચાર કલાક ભણાવીએ. પહેલા બાળકોના માતા-પિતા આપણને આ બાબતે ખાસ મદદ ના કરે. એમને એમના મતદારકાર્ડ, રેશનકાર્ડ મેળવવામાં રસ પણ બાળકોને ભણાવવામાં કોઈ રસ નહિ. એટલે આ બાબતમાં આપણને ખાસ મદદ ના કરે. એમને બાળકો ભીખ માંગવા કે કાગળ વીણવા જાય એ વધારે ગમે કેમ કે એમાંથી આવક ઉભી થાય.
આવામાં બાળકોની સાથે સાથે તેમના માતા-પિતાને પણ આપણે સતત સમજાવતા ગયા જેના પરિણામ સ્વરૂપ થોડા દિવસ પહેલા જ એમણે પોતાના બાળકોને ભણવા બેસવાની જગ્યા બનાવીને આપી.
નીચે ફોટોમાં બાળઘર બનાવી રહેલા બાળકોના વાલી અને એ બાળઘરમાં vssmના કાર્યકર અને આ બાળકોના બાલદોસ્ત રમેશભાઈ સાથે બાળકો.
આ બાળકોને સારું ભવિષ્ય આપવાનો નિર્ધાર સફળ થાય તેવી પ્રભુ પ્રાર્થના ...
No comments:
Post a Comment