Monday, July 21, 2014

Better late then never!!!!

In March 2013,  78 monadic families from Morbi applied for ration cards. Sadly, no progress happened on the front for a very long time.  However,  with the newly appointed  Mamlatdar Shri. Dave and Dy. Mamlatdar Shri. Jobanputra  took the matter in their hands and issued APL-1  cards to 75 families  on 9th July. 

More than one year is the time taken by the authorities to issue one of the most basic entitlement document. As we sit back and recall the efforts that went into getting these ration cards issued a feeling of fatigue settles on us. Presentations on the matter  to the respective Mamlatdars, Collectors of Rajkot and Morbi, Secretary of Food and Civil Supplies Department, complains in writing,  online complains,  writing to the Chief minister, there was nothing we missed,   but nothing moved. The deadlock on the case became nerve wrecking for the team members of the region so much so that  Kanubhai, the  coordinator from the region wanted to be transferred to other region as it was becoming difficult for him to work with the bunch of authorities he had to deal with. He was aghast with the attitude the authorities portrayed when it came to working for the marginalised. 

Now with the appointments of new officials things seem to be changing for better and we hope they continue to remain better. 

These particular families as such are eligible for antyoday ration cards but they have been given APL-1 cards for the time being. We shall be applying for BPL cards soon…...

મોરબીમાં રેહતા વિચરતા સમુદાયના ૭૮ પરિવારોની રેશનકાર્ડ માટે માર્ચ -૨૦૧૩માં અરજી કરી હતી. પણ આ સંદર્ભે કોઈ કાર્યવાહી થતી નહોતી. ઘણી રજૂઆત પછી આ પરિવારોને કાર્ડ મળે એ માટેની પ્રક્રિયા શરુ થઇ અને ૭૫ પરિવારોને ૯ જુલાઈ ના રોજ APL -1 રેશનકાર્ડ આપવામાં આવ્યા. 

નવા આવેલા મામલતદાર શ્રી દવે અને નાયબ મામલતદાર શ્રી જોબનપુત્રાએ પોતાનો ચાર્જ સંભાળ્યા પછીનું તુરતનું કામ એમણે આ પરિવારોને રેશનકાર્ડ આપવાનું કર્યું. જે માટે સમગ્ર તંત્રના આભારી છીએ.
૭૮ પરિવારોને રેશનકાર્ડ મળે એ માટે કેટલી રજૂઆતો, કેટલા ધક્કા એ બધું  યાદ કરીએ તો આજે પણ થાકી જવાયા. (રાજકોટ કલેકટર અને મોરબી કલેકટરને તો બધા જ પરિવારોએ સામુહિક રજૂઆત કરેલી. ત્યારબાદ અગ્રસચિવ  અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ ગાંધીનગરને રજૂઆત – લેખિતમાં ફરિયાદ, ઓનલાઈન ફરિયાદ, મુખ્યમંત્રીને રજૂઆત, મામલતદાર કચેરીના તો અસંખ્ય ધક્કા.) મોરબીમાં કામ કરતા આપણા કાર્યકર કનુભાઈ તો હિંમત જ હારી ગયેલા. કંટાળીને એમણે કહ્યું હતું કે, ‘મને બીજા જીલ્લામાં કામ સોંપો અહીંના વહીવટીતંત્રને વંચિતોના કામમાં રસ જ નથી.’ એ ખુબ હતાશ હતા. સાથે સાથે એમને સાંભળીને અમે પણ હતાશ થઇ ગયેલા. તે વખતે સૌરાષ્ટ્રમાં વહીવટીતંત્ર સાથે કામ કરવાનું થોડું મુશ્કેલ લાગ્યું હતું. પણ આખરે સફળ થયા અને આ પરિવારોને કાર્ડ મળ્યા.  

આમ તો આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોતા એમને BPL કે અંત્યોદય રેશનકાર્ડ મળવા જોઈએ પણ હાલ પૂરતા એમને APL -1 કાર્ડ આપ્યા છે. BPL માટે પ્રયત્ન કરીશું અને એમાં સફળ થઈશું એવી શ્રધ્ધા પણ છે...

No comments:

Post a Comment