
There are large concentrations of nomadic families in Diyodar block of Banaskantha district. The government has allotted plots to many of these families here but still large number of them wait to benefit from the housing guarantee scheme. There are these 37 families who inspite of featuring in the BPL list are awaiting allotment of plots. The are appealing the authorities since last two years but things did not move. VSSM made a presentation of the matter to the district Collector and as a result of this the government machinery have become active in the direction.

In the picture below are the families seeking plots and the conditions they live in...
ગુજરાતીમાં અનુવાદ..
રાજ્ય સરકારનો સંકલ્પ ક્યારે પૂરો થશે ????
રાજ્ય સરકારે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે BPL યાદીમાં એટલે કે ૦ થી ૧૬ ની યાદીમાં હોય અને જેમની પાસે રહેણાંક અર્થે પ્લોટ કે ઘર ના હોય તેમને વહેલી તકે પ્લોટ અને ઘર આપવાનો શુભ સંકલ્પ કર્યો હતો. જે અંતર્ગત ઘણા પરિવારોને પ્લોટ મળ્યા પણ ખરા છતાં હજુ ઘણા પરિવારો બાકી છે.
વિચરતી જાતિમાંના મોટાભાગના પરિવારોના નામ તો BPL યાદીમાં હોતા જ નથી એટલે સરકારની કોઈ યોજનાની મદદ મેળવવી એમને માટે મુશ્કેલ બની જાય છે. કેટલીક બાબતોમાં વિચરતી જાતિના લોકો માટે BPL યાદીમાં હોવું જરૂરી નથી છતાં અધિકારી ગણ આ સ્વીકારવા તૈયાર નથી એટલે એમના કામ થતા નથી.
બનાસકાંઠા જીલ્લાના દિયોદરગામમાં વિચરતી જાતિના ઘણા પરિવારો વસે છે. આ પરીવારોમાંના ઘણાને સરકારે રહેણાંક અર્થે પ્લોટ આપ્યા છે છતાં હજુ ઘણા પરિવારોને પ્લોટ મળ્યા નથી. જયારે ૩૭ પરિવારોનો સમાવેશ તો BPL યાદીમાં છે છતાં તેમને પ્લોટ મળ્યા નથી. છેલ્લા બે વર્ષથી આ પરિવારોને પ્લોટ મળે એ માટે રજૂઆત કરી રહ્યા છીએ. કલેકટર શ્રી સમક્ષ આ બાબતે એકવાર ફરી રજૂઆત કરતા તેમના દ્વારા અપાયેલી સુચનાથી વહીવટીતંત્ર કામે લાગ્યું છે.
આજ રોજ (તા.૨૩/૦૭/૧૪)ના રોજ ઉપરોક્ત બાબતે આયોજિત બેઠકમાં મામલતદાર શ્રીએ આ પરિવારો હાલમાં જ્યાં છાપરાં કરીને રહે છે એ જગ્યા ખાલી કરવા કહ્યું અને એ ખાલી થાય પછી એ જગ્યાને ગામતળ નીમ કરવાની દરખાસ્ત તેઓ કલેકટરને કરશે અને ગામતળ નીમ થશે પછી એમને પ્લોટ આપીશું એમ કહ્યું.
કાચાં છાપરાં, આમ તો મીણયાની આડાશોમાં જીવન વ્યતીત કરતા આ પરિવારોને ચોમાસામાં જગ્યા ખાલી કરવા કહેવું અને પછી ગામતળની દરખાસ્ત કરવા કહેવું એ કેવું વાહિયાત લાગે. એમના છાપરાં હોય અને ગામતળ નીમની દરખાસ્ત કરીએ તો શું ફેર પડે! પણ આ વહીવટીતંત્રની આંટીઘૂટીમાં આ પરિવારોને કોણ જાણે ક્યારે પ્લોટ મળશે અને રાજ્ય સરકારનો સંકલ્પ ક્યારે પૂરો થશે ????
જે પરિવારોએ પ્લોટની માંગણી કરી છે એ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે.
No comments:
Post a Comment