Tuesday, June 13, 2023

VSSM wants to curtain the distress migration from this region...

Mittal Patel visits water management site

 If you wish to know water's actual value, ask those with the least access to it!

This statement often falls to our ears, but we got to experience it recently in Poshina.

We were in Poshina block's Chochar village; we met 4-5 men sitting in Rameshbhai's front yard as we walked across his house. VSSM has taken up deepening a  lake in the village and asked if it would benefit them, "if the lake is cleaned and deepened, it will hold more water, and we will experience some water relief. At present, we leave the village as soon as the winters are over. We are here for a ceremony we had to attend here in the village; otherwise, we work as agricultural laborers in Banaskantha,  Patan, Mehsana etc. Some go to work in stone quarries; who wants to leave home in search of work? But this place does not have water; hence we have no choice."

Poshina is a rain-rich region, but the reservoirs to hold all that rainwater need to be improved. As a result, the region experiences a water crisis once the rain waters have been used. It is also a hilly region; hence the check-dams are filled with mud that has been washed away from the hills or were broken,  as everywhere else, the lakes had ceased to exist. If intense efforts to conserve water were to be implemented in this region, it would bring lot of relief to its inhabitants.

The farmers here have small land holdings and engage in terrace farming, the wells help irrigate their small farms. But the wells also dry up, and irrigating the farms becomes challenging. As a result of the lack of water, they also do not undertake cattle farming. If the upkeeping of check dams and lakes happens, they would hold water and help recharge the wells.

We discussed all of these while walking to the lake site and held a small meeting there where people requested support to dredge the wells. They wanted to increase the depth of the wells to increase their water-holding capacity. If there is water, it will provide better opportunities for farming. VSSM agreed to support the efforts.

Respected Pratulbhai Shroff – Dr. K R Shroff Foundation and VSSM work in partnership in Poshina. The team of the Shroff Foundation and VSSM's Tohid work hard in the region. This year they have identified  25 lake sites for deepening in the region.

Our state minister, Respected Shri  Rushikeshbhai Patel, helped with the deepening of these lakes under Sujalm Sufalam Scheme hence the project received aid from the government, while Dr K R Shroff Foundation supported the balance amount.

We want to curtain the distress migration from this region, and we will strive to make that happen.

જ્યાં નથી ત્યાં પુછો પાણીની શું કિંમત છે?

આ વાક્ય વારંવાર સાંભળવામાં આવે પણ હમણાં સાબરકાંઠાના પોશીનામાં આ વાક્યને બરાબર અનુભવ્યું.

પોશિના તાલુાકના છોછરગામના રમેશભાઈના ઘર પાસેથી અમે પસાર થયા. એમના ઘરના આંગણામાં ચાર પાંચ પુરુષો બેઠેલા. અમે આ ગામમાં તળાવ ગળાવી રહ્યા હતા. તળાવથી એમને લાભ થશે કે કેમ તે અંગે પુછ્યું, તો કહે, 'તળાવ થાય, પાણી ભરાય તો અમને હખ થઈ જાય. હાલ તો શિયાળો ઉતરતા અમે ગામ છોડી ભાગી જઈએ. આ ગામમાં પ્રસંગ હતો એટલે આવ્યો. બાકી બનાસકાંઠા, પાટણ મહેસાણા બાજરી વાઢવા કે જે મળે તે ખેતમજૂરી કરવા ભાગી જઈએ. કેટલાક પથ્થરની ગાડીઓ ભરાવવા જાય. ઘર છોડી ભાગવું કોને ગમે? પણ અહીંયા પાણી નથી. એટલે મજબૂરીના માર્યા જઈએ.'

પોશીના વિસ્તારમાં વરસાદ સારો પડે.પણ વરસાદી પાણી સંગ્રહ કરવાના જલસ્ત્રોતો બહુ ઊંડા નહીં એટલે આ બધી મુશ્કેલીઓ. પહાડી વિસ્તાર ચેકડેમ પણ માટીથી ભરાઈ ગયેલા. ક્યાંક તૂટેલા પણ ખરા અને તળાવો તો તળાવ જેવા દેખાય જ નહીં. પણ આ વિસ્તારમાં સઘન કામગીરી પાણીને લઈને કરવામાં આવે અને બારે મહિના પાણી મળી રહે તો લોકોને ઘણી રાહત થઈ જાય. 

લોકો પાસે નાની નાની જમીન, પહાડમાં થાય તેવી ઢોળાવવાળી ખેતી કરે. કૂવાથી પીયત કરે. પણ કૂવામાં હોય તો અવાડામાં આવે ને? કૂવામાં પાણી જ ન હોય તો ખેતરમાં પિયત ક્યાંથી થાય. ઢોરને કેવી રીતે પીવડાવે.  જો તળાવો, ચેકડેેમ બરાબર સાફ, ગળાયેલા હોય તો વરસાદી પાણી એમાં બરાબર ભરાય ને એના લીધે લોકોના કૂવા પણ રીચાર્જ થાય. 

આ બધી વાતો કરતા કરતા રમેશભાઈ, સાહેબાભાઈ સાથે અમે તળાવ ગળાઈ રહ્યું હતું તે સ્થળે પહોંચ્યા. ને ત્યાં પાછી એક બેઠક કરી લોકોએ પોતાના કૂવા ગાળવા મદદ કરવા વિનંતી કરી. જો કૂવો વધારે ઊંડો હોય તો પાણી વધારે સમય રહે ને ખેતી, પશુપાલન થાય. માટે આકાર્યમાં પણ મદદ કરવાનું નક્કી કર્યું. 

પોશિનામાં આદરણીય પ્રતુલભાઈ શ્રોફ - ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન અને VSSM ભગીની સંસ્થાની જેેમ કામ કરે. ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનની ટીમ અને VSSM ના કાર્યકર તોહીદ ટૂંકમાં બધાની જબરી મહેનત એ લોકોએ જ આ વર્ષે 25 તળાવ કરવાની જગ્યાઓ શોધી.

આદરણીય ઋષીકેશભાઈ પેટલ. માનનીય મંત્રી શ્રી એમણે આ તળાવો સુજલામ સુફલામ અભીયાન અંતર્ગત ગળાય તે માટે મદદ કરી. સરકારના પૈસા સિવાયના પૈસા Dr K R Shroff Foundation એ આપ્યા. આમ સૌના સહિયારા પ્રયાસથી સુંદર કામ થઈ રહ્યું છે....

આ વિસ્તારના લોકો સ્થળાંતર કરતા અટકે એ અમારો આશય. બસ એ આશય પુર્ણ થાય તે માટે મથીશું. 

#MittalPatel #drkrshrofffoundation #VSSM  #watermanagement



Mittal Patel with Rameshbhai and others discusses water
management

Mittal Patel with villagers and community members held
meeting where they requested support to dredge the wells

Ongoing lake deepening work

Mittal Patel visits Chochaar water management site

Mittal Patel with villagers while walking towards the water
management site


No comments:

Post a Comment