Tuesday, June 13, 2023

Best wishes to all on this World Environment Day...

Mittal Patel under the trees that have 
grown and provide shade

Today, several tree plantation projects will be launched at multiple places.  Thousands of young & delicate saplings will be sowed to mark the World Environment Day. A great act but what follows is tragedy.  A vast majority of them will in couple of days be deprived of life-giving water.  Young saplings will yearn desperately for water but there is none who would quench their thirst. Like a small human baby, it will cry, it will get sad & it will get tired eagerly waiting for someone to give water. But people who sowed have moved on and there is none to take care of this young sapling. They are abandoned. Without water, without oxygen it will wither and die. A case of infant mortality. Isn’t this as serious as infanticide?

Our soil is dry and bereft of water. The sowed sapling does not get any nutrition from the soil for it to grow on its own. It needs a life-line of water to survive. Imagine a mother giving up on the new born baby. Imagine a mother telling her new born that her job of giving birth is done and from now on you will have to take care of yourself. What will a child do?  It cannot even move on its own, how will it take care of its life to survive without mother’s support? Same with baby saplings.

That is why I have repeatedly said that to sow a plant is easy. To take care & nurture it is difficult. It is better not to sow if you are not in a position to take care of the sapling.  Sow only if you have the time & inclination to take care.  Just for the sake of symbolic photo opportunity, just for the sake of showing the world that you celebrated 5th June, don’t sow. 

This year at VSSM we will plant over 3.5 lakhs trees in our villages. This is not the right time to sow. We will do it after the rains makes its presence. We will also depute a friend of the tree, a caretaker, to take care of the newly planted saplings. 

The shade of our trees will provide comfort to the tired. I can with immense joy show you my pictures with the lovely, sturdy trees that have grown from young & delicate saplings. Even you can do it & show your picture with pride. Please take care of the plantation in a manner that we can inspire our next generation to grow more trees & make this earth a more beautiful place to live. 

THE TREES THAT HAVE GROWN & PROVIDE SHADE IN THE CREMATORIUM, WE ARE ONLY A MEDIUM & WE ARE IMMENSELY HAPPY ABOUT IT. 

#વિશ્વ_પર્યાવરણ_દિવસની ઘણી ઘણી શુભેચ્છા...

આજે ઢગલો કાર્યક્રમ થશે ને કેટલા બાલતરૃની વાવણી થશે. 
જેમાંના મોટાભાગના બાલતરુ બે દિવસ પછી પાણી માટે ટળવળશે, એ જોરથી રડશે, થાકશે ને ઉદાસ થઈ કોઈ પાણી આપશેની વાટે જોશે.. 

પણ વાવણી કરનાર મોટાભાગના એના તરફ ફરકશે નહીં. આખરે ઓક્સિજન વગર, પાણી વગર માણસ કેવો ટળવળે એમ ટળવળશે ને પછી મૃત્યુ પામશે.

શું આ પાપ ભ્રુણહત્યા જેટલું જ મોટું નથી?

આપણી જમીનમાં એવો ભેજ નથી કે વાવેલું બચ્ચુ જાતે એ ભેજ વાટે મોટુ થઈ જાય?
બાળકને જન્મ આપ્યા પછી મા બાળકને એવું કહી દે કે, આજથી તારી પીપી ને પોર્ટી જાતે જોઈ લેવાની, ખાઈ પણ જાતે લેવાનું? તો એ બચ્ચુ શું કરશે? એ તો બાપડુ પડખુયે માની મદદ વગર ન ફેરવી શકે એ ક્યાંથી આ કરવાનું..

બાલતરુનુ પણ આજ..
એટલે જ વારંવાર કહુ, વાવવું સહેલું પણ ઉછેરવું મુશ્કેલ પણ એજ અગત્યનું..
એટલે વાવતા પહેલાં ભ્રુણને યાદ કરજો... ને ઉછેરવાના હોવ તો જ વાવજો.. બાકી ફોટો પાડવા કે પાંચમી જૂને કાંઈક કર્યું એ બતાવવા બાલતરુ ન વાવતા.

અમે આ વર્ષે અમારા ગ્રામવનમાં 3.5 લાખ વૃક્ષો વાવીશું પણ આજે વાવણીનો સમય નથી.. બરાબર વરસાદ થશે પછી વાવીશું ને વાવ્યા પછી એને ઉછેરવા માણસ રાખીશું. જેથી કાળજી થાય..
અમે વાવેલા વૃક્ષના છાંયે... 

પેલા ગીતની જેમ થોડોક તો વિસામો મને લેવા દે હરી.. 
ને હા મે વાવેલા હું બધા ફોટો સાથે આજે કેવડા થયા એ બતાવી શકુ. તમે પણ એ રીતે બતાવી શકો એ રીતે ઉછેરજો... તો જ આપણે આપણી આવનારી પેઢીને એ બતાવી શકીશું ને એને પણ વૃક્ષ વાવી ઉછેરવા પ્રોત્સાહીત કરી શકીશું. 

વખાના સ્મશાનમાં અમે વાવેલા વૃક્ષોની છાયામાં... બસ અમે તો માધ્યમ.. ને એનો ઘણો રાજીપો..
#MittalPatel #vssm #WorldEnvironmentDay #TreePlantation



No comments:

Post a Comment