Wednesday, September 21, 2022

VSSM began providing Mafakaka with a monthly ration kit and also carried out the repairs of Mafakaka's house...

Mittal Patel with Mafakaka , VSSM coordinator Rizwan and
Jitubhai

Mafakaka from Gandhinagar’s Samou stays alone in a small single-room shanty like a house devoid of power or other facilities. Since Kaka cannot work because of his age,  he begs for money to buy grains to cook his meals. However, Jitubhai, his neighbor, takes utmost care of kaka’s well-being, bringing him tea twice a day and whatever else he might need. 

VSSM began providing Mafakaka with a monthly ration kit, so he does not have to beg for money. But his house is in complete tethers. The tin roof is filled with holes, so spending the monsoon inside the house would be challenging. It also does not have a power connection.

With support from its donors,  VSSM carried out the repairs of Mafakaka’s house. Jitubhai (in black T-shirt) has an extended power connection from his house.

VSSM’s Rizwan brings him a monthly ration kit.

I recently had the opportunity to meet him, “Hope everything is ok now and you are at peace.” I inquired.

“Everything is fine, I have no worries. Life has become stress-free. And I also get to smoke chilam and a fair amount of  chai.” A happy Kaka reveals how life has gotten better. At his age, we weren’t going to advise him to give up smoking chilam. All we wish is for him to be happy.

It was a scorching summer day when we met Kaka, seated outside his house. His condition had pained us. We had shared the image of kaka’s house before we met him to understand his living situation. Kaka had come across as a mentally unstable individual, but our recent meeting proved otherwise. He was fine, talked well, and seemed happy.

The initiative under which we provide care and support to these elderly is called Maavjat. It has become one of the favorite programs of our team. And it is your invaluable support that helps us reach these elderly.

મફાકાકા ગાંધીનગરના માણસના સમૌમાં રહે..

એકલા છે. ઘર આમ તો ઘર શું નાનકડી ઓરડી જેમાં લાઈટ કે અન્ય કોઈ સુવિધા નહીં. કામ તો થાય નહીં એટલે લોકો પાસેથી પૈસા માંગે ને જે મળે તેમાંથી અનાજ લાવી રાંધી ખાય. 

પડોશમાં રહેતા જીતુભાઈ મફાકાકાનું જબરુ ધ્યાન રાખે.. બે ટાઈમ ચા આપે. એ સિવાય પણ કાકાને જ્યારે જરૃર પડે ત્યારે મદદ કરે. 

મફાકાકાને અમે રાશન આપવાનું શરૃ કર્યું જેથી માંગવું ન પડે. એ બે ટંક પેટ ભરીને ખાઈ શકે છે. પણ જે ઓરડીમાં રહે તે ઓરડીના બધા પતરા કાણા. ચોમાસુ કાઢવું તો બહુ અઘરુ પડે. વળી લાઈટ પંખાની સુવિધા નહીં. 

અમે એમની ઓરડી રીપેર કરી આપવાનું નક્કી કર્યું. આપે એ કાર્યમાં મદદ કરી. જીતુભાઈએ લાઈટ, પંખા માટે વિજળી પોતાના ઘરેથી આપી. જીતુભાઈ ફોટોમાં કાળી ટીશર્ટમાં..

બાકી દર મહિને રાશન આપવાનું કામ અમારો રીઝવાન કરે..

કાકાને હમણાં મળવાનું થયું મે પુછ્યું, કાકા હવે શાંતિ છે.. એમણે કહ્યું. હવે બધી વાતે હખ છે. જીવને તોબા નથી.. 

કાકાને ચલમની ટેવ. કાકા કહે, બે ટંક ચા ને ચલમ વના મને ન ચાલે.. 

ઉંમર થઈ હવે ચલમ છોડવાનું તો શું કહીએ.. પણ એ રાજી રહે એવું કરવાનું.

અમે એમને ધોમધખતા તાપમાં ઘર બહાર નેવા નીચે બેઠેલા જોયેલા. જોઈને જીવ બળી ગયેલો. એ ફોટો પણ આ સાથે મુકુ છુ જેથી પહેલાનું ઘર ખબર પડે. પણ એ વખતે કાકાને જાણે ઝાઝી સુઝબુઝ ન હોય એવું લાગેલું.

પણ ઘર થયા પછી મળી તો ચહેરાની રોનક જ બદલાઈ ગયેલી... એમની સાથે સરસ વાત થઈ.

આવા વડિલોને સાતા આપવાનો અમારા માવજત કાર્યક્રમ. અમારી ટીમનું આ સૌથી ગમતીલું કામ.

તમે સૌ મદદ કરો છો માટે આભારી છીએ. તમારા સહયોગ થકી જ અમે આવા માવતરોને સાતા આપી શકીએ છીએ. 

#MittalPatel #vssm

Mafakaka’s house before Mittal Patel met him to understand
his living situation


No comments:

Post a Comment