Tuesday, October 19, 2021

VSSM aspires to provide an emery fitted bicycle to each Saraniya who practices this traditional occupation...

Mittal Patel with the Saraniya community

“You have eased our shoulders from carrying 15 kilos of weight… we can’t thank you enough…”

The Saraniya; popularly known as knife sharpeners are identified by the Saraan (the apparatus to sharpen tools) over their shoulders and also the black marks it leaves after they  off load it.

“Ben, we walk and wander across the villages with this Saraan over our shoulders. Despite of the availability of transport, the auto guys do not allow us to board their vehicle as 3-4 of us take too much of space along with the Saraan we carry. Hence, we have no choice but to walk across the villages. Walking also means we cannot cover too many villages at one go.” Surendranagar’s Bhailalbhai shared.

“If we could fix an emery on bicycle we can manage to reach 4-5 villages in a day, but who would think so for us? May God bless Krishnakant uncle who has taken the weight off our shoulders.”

VSSM, with support from Shri Krishnakant Mehta and Dr. Indira Mehta enabled the Saraniya families fix an emery (sharpening tool) on bicycles.

“We now have our own vehicle, not just to sharpen the knives but also to take our better-half on a pillion ride,” an upbeat Bhailalbhai shared with great enthusiasm.

Bhailalbhai’s narrative was music to our ears.

Krishnakant uncle and Indira auntie have become family to us, their proactive and progressive approach makes them support all our heuristic endeavours. VSSM is extremely grateful to them.

VSSM aspires to provide an emery fitted bicycle to each Saraniya who practices this traditional occupation.

Hope the universe conspires to turn this aspiration into a reality.

#MittalPatel #VSSM

'તમે અમારા ખભા પરથી પંદર કિ.લો. વજન ઉતાર્યું તમારો ઘણો આભાર..'

સરાણિયા છરી ચપ્પા સજાવવાનું કામ કરે ને એ માટે ગામે ગામ વિચરણ કરે. સરાણિયા સમુદાયની ઓળખ તેમના ખભા પરનો સંચો તો ખરો પણ સંચો ઉતર્યા પછી ખભા પર પડી ગયેલા કાળા પાઠાય ખરા.

સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈ કહે, 'બેન હંચો ખભે લઈ પગપાળા ગામે ગામ ફરીએ. હાલ વાહનની સગવડ થઈ ગઈ પણ અમને કોઈ રીક્ષાવાળા વાહનમાં ન બેસાડે. મૂળ હંચા સાથે અમે બે ત્રણ માણસોની જગ્યા રોકીએ ને માટે. એટલે ના છૂટકે પગગાડીથી ફરવાનું અમે કરીએ જોકે એમાં અમે ઝાઝા ગામ ફરી નો હકીએ..

સાયકલ પર હેમરી ગોઠવાય તો અમે એક શું પાંચ ગામ ફરી હકીએ. પણ અમારા માટે આવું વિચાર કોણ કરે?

ભલુ થશો આ ્ક્રિષ્ણકાંત કાકાનું તે એમણે અમારો ભાર હેઠો ઉતાર્યો'

સરાણિયા પરિવારોને સાયકલ પર ધાર કાઢવાની હેમરી ગોઠવી આપવાનું અમે ક્રિષ્ણકાંત મહેતા તેમજ ડો. ઈન્દિરા મહેતાની મદદથી કર્યું. 

ભાઈલાલભાઈ કહે, 'અમારે હવે ઘરનું વાહન થઈ ગ્યું. ચાકા હજાવવા તો પાંચ ગામ ફરાશે પણ ઘરવાળીને સાયકલ પાછળ બેસાડી અમે બજારેય જઈ શકીશું'

કેવી સરસ વાત.. સાંભળીને રાજી થવાયું. 

ક્રિષ્ણકાંત અંકલ ને આન્ટી તો અમારા એવા સ્વજન થઈ ગયા છે કે કોઈ પણ નવા પ્રયોગાત્મક કામ માટે અમે એમને કહી શકીએ છીએ.. ને તેઓ હંમેશાં મદદ પણ કરે છે. તમારા બેઉ પ્રત્યે કૃતજ્ઞતા. 

છરી ચપ્પુની ધાર કાઢવા સંચો લઈ ફરતા તમામ સરાણિયાને તેમની ભાષામાં કહુ તો ઘરનું સાધન કરી આપવાની અમારી ભાવાના..

કુદરત આ સ્વપ્નને પૂર્ણ કરાવે તેવી અભ્યર્થના...

#MittalPatel #VSSM

No comments:

Post a Comment