Wednesday, March 11, 2020

Mittal Patel, felicitated for her efforts to the upliftment and development of women the extremely marginalised nomadic communities by the Ministry of Information and Broadcasting, GOI’s Press Information Bureau, Ahmedabad and Gujarat University’s Department of Communication and Journalism...

Mittal Patel receives award from her teacher Smt. Sonalbahen
The  Ministry of  Information and Broadcasting, GOI’s Press Information Bureau, Ahmedabad and Gujarat University’s Department of Communication and Journalism on the occasion of International Women’s Day hosted a joint program to facilitate women path-breakers who have innovatively used the information and communication platform for the upliftment and development of women at extreme margins. 

 VSSM works for the marginalised communities that include a significant number of women. We are grateful for the honour and recognition of these efforts. 

 One of the primary reason to accept this award is my Guru Ms Sonalbahen. It is a matter of honour to receive the award from a teacher whom I respect the most. She was the one who instilled some very important life lessons, it is a good fortune to be able to have Sonalbahen as a teacher. I have studied under numerous teachers from grade 1 to M.Phil but very few teachers have made a lasting impact and Sonalbahen tops the list. Even today whenever I have to talk about my teachers Sonalbahen comes first to my mind.

 Thank you, Ma’am, you are one of those who enabled me to find my goal in life!!

 The honour was accepted on behalf of all who have walked with me through VSSM’s journey.

 Many thanks to the Press Information Bureau too.

ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન પ્લેટફોર્મનો ઉપયોગ છેવાડાની બહેનોના વિકાસ માટે કરી નવો ચીલો ચાતરનાર મહિલા માધ્યકર્મીઓનું સન્માન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ કચેરી અને ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જનર્લિઝમ, ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આંતરારાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે થયું...

અમે વંચિત સમાજ માટે કામ કરીએ એમાં મહિલાઓ પણ આવી ગઈ. અમારી આ સેવાકીય પ્રવૃતિઓ માટે થયેલા આ સન્માન માટે આભારી છીએ.
આ સન્માન માટે હા પાડવાનું સૌથી મોટું આકર્ષણ મારા શિક્ષક સોનલબહેન.. તેમના હસ્તે સન્માન મેળવવું એ ગૌરવની ઘટના...
સોનલબહેન જેમણે મને જીવનલક્ષી શિક્ષણ આપ્યું. તેમના જેવા શિક્ષક મેળવવા એ નસીબની વાત. એકડા ધોરણથી લઈને એમ.ફીલ સુધી ઘણા શિક્ષકોએ ભણાવ્યું તેમાં આંગળીના વેઠે ગણાય એટલા જ શિક્ષકો યાદ રહ્યા છે એમાં સોનલબહેન મોખરે. આજે પણ શિક્ષકની વાત આવે તો સૌથી પહેલાં તેઓ જ મારી નજર સામે આવે.. થેક્યુ મેમ મારા જીવનને એક ધ્યેય અપાવવામાં નિમિત્તે બનેલા કેટલાકમાંના એક આપ પણ છો...

સન્માન મારા આ કાર્યમાં મદદ કરનાર સૌનું...
આભાર પી.આઈ.બી.
NEWS- PRESS Information Bureau PIB in Gujarat
Ministry of Information & Broadcasting, Government of India
Department of Communication, Journalism & Public Relation..
Department of Communication, Journalism & Public Relation.
#PressInformationBureau #media #journalism #communication #PIB #IAndBministry #award #socialimpact
#socialgood #gujaratuniversity #ahmedabad #gujarat #award
#recognization

No comments:

Post a Comment