Friday, March 13, 2020

Extremely grateful to respected Chief Minister and Mehsana District Collector…

Mittal Patel during her visit to Visnagar
“Ben, we have been wandering for so many years. Do you feel that we will ever be able to settle down?? Here we are, living on the banks of a lake, everyone can see our pathetic living conditions yet they choose to ignore us. Nobody is willing to give us land for settling down!!”

Be it Bashirbhai Oad or Natubhai Bajaniya, whenever I happen to be in Visnagar for a meeting or a visit these men would come to meet me in person or callup at regular interval to inquire about the status of their applications and I would always assure them that things will move for sure. I remember once Natubhai lost his patience and had an outburst. A very annoyed Natubhai had lectured me for 15 minutes, telling me to stop giving false hope!!

The current living condition of the nomadic families
Today Natubhai, Bashirbhai and like them 119 families of Gadaliya, Raval, Vansfoda, Vadi, Bajaniya, Oad communities have a reason to celebrate. Mehsana District Collector, the very compassionate  Shri Patel Saheb has allotted residential plots to these families. These families will now be able to fulfil their dream of a house which they will not be required to vacate or move away from.

VSSM and these families have been struggling to obtain residential plots for the last 10 years. Our team members Tohid and Rizwan have left no stone unturned to make the possibility of residential plots a reality for these families. There have been numerous occasions they have felt dejected, defeated but they never lost hope and continued to strive. The families receiving plots today is a result of their untiring efforts.
Mittal Patel recently visited these families with VSSM
co-ordinator Tohid and Rizwan

It is always said however hard you try things happen when the time is ripe, perhaps the time had ripened for these families.

 We are grateful to Mehsana District Collector for his empathetic decision. There are thousands of nomadic families in Mehsana, we humbly request you to help them realise their dream of a home!!

We are deeply grateful to  Chief Minister Shri Vijaybhai Rupani, Shri Ishwarbhai Parmar, Minister Social Justice and Empowerment, K Kailashnathan Sir, D. H. Shah Saheb, Bhagwankaka (Panchal) and all our will well-wishing elders. It is your goodwill that makes all of these possible. May you continue to be instrumental in bringing joy and hope in the lives of the poor and deprived.

The current living condition of nomadic families


The images shared here are of the current living conditions of these families, a recent meeting we had with them and our Tohid and Rizwan who work for these families 24X7!!

આભાર મુખ્યમંત્રી શ્રી તેમજ મહેસાણા કલેક્ટર શ્રીનો.... આપ પ્રત્યે રાજીપો..

'બેન ચેટલા વરહથી રઝળીએ સીએ.. તે અમારુ હાચેન ચોય ઠેકોણું પડશે ક નઈ? આ તળાવની પાળે પડ્યા સીએ. બધાય અમન ભાળ પણ કોય રહેવા બલ્લે જમી આલતું નહીં..'

બશીરભાઈ ઓડ હોય કે નટુભાઈ બજાણિયા #વિસનગર જવાનું થાય કે કોઈ મીટીંગમાં એ લોકો આવ્યા હોય કે દર થોડા સમયે ફોન કરીને બસ આ એક જ વાત કર્યા કરે અને હું દર વખતે ધરપત રાખવાનું કહેતી. એક વખતે તો નટુભાઈ સખત ગુસ્સે થયેલા બેન તમારાથી ના થાય તો રહેવા દ્યો. પણ ખોટી આશા ના વતાડો... વગેરે જેવું લગભગ પંદર મીનીટ બોલી ગયેલા..

આજે નટુભાઈ અને બશીરભાઈ જેવા #ગાડલિયા, #રાવળ, #વાંસફોડા, #વાદી, #બજાણિયા, #ઓડ સમુદાયના 119 પરિવારોના જીવને સાતા મળશે.
#મહેસાણા #કલેક્ટર શ્રી પટેલ સાહેબે આ પરિવારોની સ્થિતિ સમજી તેમને રહેણાંર અર્થે પ્લોટ ફાળવ્યા. હવે સ્વપ્નનું ઘર બનશે જ્યાંથી કોઈ એમને ખાલી નહીં કરાવી શકે.
છેલ્લા દસ વર્ષથી આ પરિવારોને પ્લોટ મળે તે માટે VSSM દ્વારા અમે મથી રહ્યા હતા. કાર્યકર તોહીદ અને રીઝવાને તો સરકારી કચેરીના પગથિયાં ઘસી નાખેલા. તોહીદ તો ઘણીવાર નાસીપાસ થઈ જાય જોકે હારે થાકે ચાલે એમ નહોતું એટલે આવેલી નિરાશા ખંખેરી પાછો કામે લાગી જતો જેનું પરિણામ આજે એને મળ્યું.

કહેવાય છે દરેકનો એક સમય હોય છે એ સમય પહેલાં લાખ વલખાં મારીએ કાંઈ થતું નથી. બસ આ પરિવારોનો સમય હવે પાક્યો.
આભાર કલેક્ટર સાહેબ આપની લાગણીના લીધે જ આ શક્ય બન્યું. સાથે મહેસાણા જિલ્લામાં વસતા અન્ય વિચરતી જાતિના પરિવારોને પણ ઘર માટે જગ્યા અપાવવામાં નિમિત્ત બનવા આગ્રહભરી પ્રેમપૂર્વકની વિનંતી...

આપણા રાજ્યના વડા #મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી, #સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, કે કેલાસ નાથન સર, ડી.એચ.શાહ સાહેબ, ભગવાનકાકા (પંચાલ) વગેરે સ્નેહીજનોનો આભાર.. આપ સૌની લાગણીના લીધે જ આ બધું શક્ય બન્યું..

સૌના શુભમાં આપ સૌ નિમિત્ત બનો તેવી શુભભાવના... હાલમાં આ પરિવારો જે હાલમાં રહે છે તે, આ પરિવારો સાથે થયેલી બેઠક તેમજ આ પરિવારોના કલ્યાણ માટે દિવસ રાત મથતા અમારા કાર્યકર તોહીદ, રીઝવાન સાથે... ફોટો સમજવા ખાતર

#Mittalpatel #VSSM #મિત્તલપટેલ #વિચરતીજાતિઓ #માનવઅધિકાર #રહેવાપ્લોટ #ઘર

No comments:

Post a Comment