Tuesday, March 17, 2020

It is high time we erase the taboos and stigma surrounding Menstruation…

Mittal Patel at a program organised at IIM-Ahmedabad
The program had presence of  Ms. Jyoti and Dr. Archana
Menstruation, a natural physiological occurrence each woman undergoes every month, a cycle that is responsible for keeping her healthy. ‘Period’ is a simple and straight forward term to describe this cycle whereas Gujarati describes it called ‘Masik Dharm’ and there are all sorts of religious sanctions surrounding it. In India, we have a lot of stigma and taboo attached to this natural phenomenon. There is a long list of cannot/don’ts to be adhered to for women during her periods. Cannot go to the temple, touch anything auspicious, can’t go near the gas-stove, water pot or enter the kitchen, don’t touch a million things…it’s an exhaustive list

 Even in 21 century our society who otherwise aims of Mars and Moon, showcases and practices medieval and orthodox approach when it comes to women’s menstrual cycle. 

Mittal Patel with Milanbhai
 I recently had an opportunity to share rural beliefs and perspectives about the menstrual cycle at a program organised at IIM-Ahmedabad. Jyoti has made a though-provoking documentary series on the subject. The program had presence of Ms. Jyoti and Dr. Archana. 

 I have spent my childhood in  village (like everywhere else)  such beliefs and practices are a norm and I still witness the same when working with the women of nomadic and de-notified communities. At times I have a deep surge of irritation towards our mindsets whereas there is a sense of pity for women who still are forced to follow the dictates. 

 Milanbhai captured the event in his camera, some of which are only of me. Sharing here because I liked them all. Thank you Milanbhai. 
Mittal Patel had an opportunity to share rural beliefs and
perspective sbout the menstrual cycle

 માસીક ધર્મ જબરો ગુજરાતી શબ્દ છે...

અમે એને #પીરીયડમાં થવું કે પીરીયડમાં હોવું એમ કહીએ..
આ પીરીયડ એ કુદરતી પ્રક્રિયા છે.. દરેક સ્ત્રી દર મહિને પીરીયડમાંથી પસાર થાય છે..
પણ સમાજે મહિનાના ચાર દિવસ પીરીયડમાં થનારી સ્ત્રીને લઈને કેવા કેવા વિચિત્ર અને દુઃખદ નિયમો બનાવ્યા.
રસોઈ કરાય નહીં, આને અડાય નહીં, મંદિરમાં જવાય નહીં. લીસ્ટ ઘણું લાંબુ અને થકવાડનારુ છે..

21મી સદીમાં વિકાસની દિશામાં હરણફાળ ભરવાના અભરખા રાખનાર આપણે સ્ત્રીઓના પીરીયડને લઈને ભયંકર સંકુચિતતા દાખવીયે છીએ..

આઈઆઈએમમાં આ વિષયને લઈને આયોજીત એક ચર્ચા સત્રમાં જવાનું થયું. જ્યોતિએ આ મુદ્દે સરસ વીડિયો સીરીઝ કરી છે. તે અને ડો. અર્ચના બેન પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. મારા ભાગે ગામડાંઓમાં આ વિષયને લઈને કેવી માન્યતાઓ છે તેની વાત કરવાની મારા શીરે આવી...
હું ગામડાંમાં ઊછરી છું. ત્યાં આ બધુ બહુ નજીકથી જોયું છે આજેય વિચરતી જાતિઓની વસાહતોમાં આ બધુ જોવું છું ત્યારે આપણા સમાજની આ બધી વિચિત્ર અને રૃઢિગત માન્યતાઓને લઈને દયા ઉપજે છે...
કુદરત સૌનું ભલુ કરે અને કેટલાકને ખાસ સદબુદ્ધી આપે..

પ્રિય મીલનભાઈ બારડે આ કાર્યક્રમની સુંદર તસવીરો લીધી.જે અહીંયા મુકી છે. આ તસવીરોમાંથી કેટલીક મારા એકલાની છે જે મને બહુ ગમી જે અહીંયા મુકી છે.. થેક્યુ મીલનભાઈ..
#MittalPatel #VSSM #periodtalk #periods #menstruation #periodcramps #menstruationmatters #periodpositive #period #womenshealth #pms #menstrualcycle #menstrualhealth #health #womenhealth #socialperpesctive #periodstories

No comments:

Post a Comment