Thursday, March 19, 2020

Contemplating to extend water conservation efforts to Surendranagar!!

Mittal Patel discusses WaterManagement
Almost 10 years ago I happen to read a  very pragmatic book on the water woes of Zalawad/Surendranagar region authored by my very dear Arvindbhai Acharya whom we all called Bhai.

A couple of years ago VSSM initiated water conservation works in Banasknatha. Until now it has facilitated deepening of 97 lakes in a region that is increasingly becoming water-starved. The efforts VSSM has undertaken receive and applaud from state Chief Minister Shri Vijaybhai Rupani.

Dudhai village's Hadasar Lake
I received an early morning message by Surendranagar District Collector Shri K Rajesh who had recently learnt that we work on the issues of water in Banaskantha, telling us to begin water conservation efforts in Surendranagar too, and that government is prepared to support the efforts.

Gadhda village's Khara Lake
VSSM has its own set of preconditions before commencing on any such work. As it is we call the efforts ‘Participatory Water Management Program’. The village leadership and community must contribute both in cash and kind. There has to be a corpus for maintaining the deepened lakes.

Mittal Patel visits WaterManagement site at Surendranagar
VSSM also need support from its well-wishing donors to be able to carry out such mammoth efforts. I spoke to respected Rashminbhai Sanghvi about the same. He assured we will work hard. We comprehend the fact that Surendranagar too needs massive water conservation efforts. But to be dependent on the Government alone is not a sustainable solution. Community participation equals community responsibility.

We were looking at villages that faced acute water shortages. We reached out to our dear Truptiben or Tiniben as we all call her. So what she is a grandmother now. For us, she will always be Tiniben someone who has stood by us right from the beginning of our journey of working for the nomads of Gujarat. She spoke to Ramkubhai and very soon we received an invite from him.

 I arrived at his village Dudhai where he had already gathered leaders from three villages.  After the first stage of the conversation, we went ahead to see Dudhai’s Hadasar lake, Sarla’s Ratda and Narali lakes and Gadhda’s Khara lake.

The region is struggling to meet it’s water needs. The groundwater is saline hence, exploring it is not an option they can work with. Lakes are their saviours.

The villagers use the lake waters to irrigate monsoon crops and if there is surplus water left they think about doing winter crops.

Water scarcity triggers distress migration during winters and summers when families migrate to urban regions in search of livelihood.

Thank you Shri K Rajesh for drawing our attention and giving your mandate to the need of launching water conservation efforts in Surendranagar.  We shall work together to improve the water conditions of this region.

We hope the communities realise the need to work in this direction and become aware to put in efforts for the same.

The images share glimpses of all that is narrated above.  

ઝાલાવાડની જળસમસ્યા પુસ્તક મારા પ્રિય અરવીંદભાઈ આચાર્ય જેમને અમે ભાઈ કહેતા તેમણે લખેલું જે મે દસેક વર્ષ પહેલાં વાંચેલું.

અમે જળ સમસ્યા માટે બનાસકાંઠામાં કામ કરીએ. 97 જેટલા તળાવો અમે ત્યાં ઊંડા કરી દીધા. આપણા મુખ્યમંત્રી શ્રીએ પણ અમારા આ કાર્યને બીદરાદવ્યું.

આવામાં સુરેન્દ્રનગરના ખુબ લાગણીશીલ અધિકારી એવા કલેકટર શ્રી કે. રાજેશને પણ પાણીના કાર્યો અમે કરતા હોવાનો ખ્યાલ આવ્યો ને એમનો એક સવારે સુરેન્દ્રનગરમાં પણ આ પ્રકારના કાર્યો શરૃ કરવા માટેનો મેસેજ આવ્યો. સરકાર પણ મદદ કરશે તેવું તેમણે કહ્યું.

પણ સરકારની સાથે સાથે સમાજ તરીકે પણ અમારે ભંડોળ ભેગું કરવું પડે. વળી ગામને તૈયાર કરવું પડે. કેમ કે અમે ગામની ભાગીદારી વગર તળાવો ઊંડા કરવાના કાર્યો કરીએ નહીં.

ભંડોળ માટે તો અમારા પ્રિય આદરણીય રશ્મીભાઈ સંઘવી સાથે વાત કરી અને તેઓએ કહ્યું આપણે મહેનત કરીશું. સુરેન્દ્રનગરમાં પણ તળાવો ઊંડા કરવાની ખુબ જરૃર છે.

અમારા કાર્યકર હર્ષદે કેટલાક ગામલોકો સાથે બેઠક કરી રાખેલી. હું પણ એ ગામોમાં ગઈ. પણ મને હજુ વધારે અછત વાળો વિસ્તાર કામ કરવા માટે મળે તો સારુ એવું થતું હતું.

વિચરતી જાતિઓના કામોમાં શરૃઆતથી મારા સાથીદાર તૃપ્તીબેન અમે તો ટીનીબેન કહીએ ભલેને હવે એમની દીકરીના ઘરે દીકરી આવી પણ અમારા સૌ માટે તો એ ટીનીબહેન જ રહ્યા. એમને વાત કરી એમણે મૂળીના રામકુભાઈ સાથે વાત કરવા કહ્યું. ને રામકુભાઈને ફોન કર્યો ને એમણે તો તુરત આવો એમ કહ્યું.

હું એમના ગામ દૂધઈ પહોંચી તો એમણે ત્રણ ગામના આગેવાનોને ભેગા કરી રાખ્યા હતા. એમની સાથે પ્રાથમિક વાત કરીને અમે દૂધઈગામનું હાદાસર તળાવ, સરલાગામનું રાતડા તેમજ નરાળી તળાવ અને ગઢડાગામનું ખારા તળાવ જોવા ગયા.

આ વિસ્તાર પાણી માટે ઝઝૂમી રહ્યો છે. તળમાં ખારા પાણી છે. એટલે બોરવેલથી પણ ખેતી થતી નથી. તળાવ એક માત્ર આધાર છે.

લોકો તળાવમાંથી ચોમાસુ અને વધારે પાણી રહે તો શિયાળું ખેતી કરે છે.
રામકુભાઈએ કહ્યું બેન, 'દર વર્ષે ગામમાંથી પંદર વીસ પરિવારો ગામ ખાલીને રોજી રોટીની શોધમાં શહેરભણી જઈ રહ્યા છે. શહેરમાં જનારા પાસે ખેતીની જમીન છે પણ પાણી નથી એટલે જાય છે.'
થેક્યુ કલેક્ટર સાહેબ આપે ધ્યાન દોર્યું અને આ વિસ્તાર પાણીની દષ્ટિએ જોયો. આ વિસ્તારના તળાવ કરીશું એ નક્કી..
બસ લોકો વધુ જાગૃત થાય અને પોતાના વિસ્તારમાં પાણીના તળ વધારે સાબદા થાય તે માટે કાર્યશીલ બને તેવી અભ્યર્થના..

લખ્યું એ બધુંયે ફોટોમાં....

No comments:

Post a Comment