Thursday, August 22, 2019

The Junagadh police crossed their limits…

Mittal Patel meets Bajaniya men 
 On 15th August at 3 AM the police pick up 12 innocent men belonging to a particular nomadic community. The accusation was, they were robbers. After taking them in at 3 in the night they begin beating them until 8 in the morning. They were being compelled to take ownership of the thefts, when that did not happen the beating resumed from 9 in the morning  until 3 in the afternoon.

Bajaniya men visits our office
They were never presented before a judge, nor was a remand issued yet these men were thrashed without any constrains.

We never knew about it until the Bajaniya youth came to our office and shared the episode with us.

Also at the office  were the bruised men who had experienced police wrath. Some were unable  to seat for long, every few minutes they would get up in pain.  Even the doctor ‘oouched’  when he saw the bruises after the men undressed  for treatment.

Amongst these 12 was a 65 years old elderly who couldn’t endure the beating and died in the police station. The police have declared it was a heart failure,  the post mortem has  also being conducted by them. The report isn’t out yet but we know for sure heart fail it would be!!  

The police claim that Hirakaka ( who died in police custody) has confessed of stealing 35 to 40 mobile phones as well as some other stuff. Hirabapa isn’t amidst us to let us know the truth. We will be examining whether this confession has been  recorded on video or not.

The Bajaniya bury their dead, but the police hurriedly cremated Hirabapa.

One person is still in police custody, he has confessed to robbery. He tells his friends the confession came because he couldn’t endure the beating.
The people who live on Chobari Road assure that the Bajaniya men who have been living in the hutments for past 30 years have never been involved in any illegal activities. The police believes that  those who live in the shanties are not just homeless but guardian-less too, hence they felt it was alright to do what they did with these men.
 I have not mentioned the entire narrative here,  but would definitely want to mention that it is time police stops misusing their powers to  harass the poor and voiceless. We live in a democracy and not atro-cracy/beat-ocracy…

We would wish to have a proper investigation into this entire episode, with honest investigators  heading the investigation committee. The police needs to understand that their uniform does not give them the liberties they are enjoying in such a manner.

The images of the  Bajaniya men as they visit our office are shared so that it helps understanding their plight. 
Listen to the video for the honest narration of the entire episode, it will surly evoke pain and anger. : https://www.facebook.com/mittal.patel.5836/videos/pcb.10206263312778762/10206263306298600/?type=3&theater

‘આ જુનાગઢ પોલીસે હદ કરી નાખી..

વિચરતી જાતિના 12 નિર્દોષ વ્યક્તિઓને ચોરી કરી છે એમ કહીને તા.15 ઓગષ્ટના રાતના 3 વાગે ઉપાડ્યા અને પછી શરૃ થયો ઢોર માર એ પણ સવારના 8 વાગ્યા સુધી.

ગુનો કબૂલ કરો નહીં તો... વાળી વાતથી પાછું નવ વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી વારાફરતી માર.

જજ સામે હાજર કરવાનું પણ ના થયું ના કોઈ રીમાન્ડ઼ મળ્યા છતાં ઢોર માર માર્યો.’ આજે ઓફીસ પર મળવા આવેલા બજાણિયા યુવાનોએ આ વાત કરી..

આજે અમદાવાદ આ લોકો આવ્યા. નીચે બેસી શકે એવી હાલત એક જણાની નથી. તો એક જણ બેસી શકે છે પણ વધુ બેસાતુ નથી એમ કહીને પાંચમી મીનીટે ઊભા થઈ જાય છે.

અમે આ લોકોને હોસ્પીટલ લઈ ગયા. જેને વધુ તકલીફ હતી તેમણે ડોક્ટર સામે ડ્રેસીંગ માટે પેન્ટ ઉતાર્યું ને ડોક્ટર મોંઢામાંથી અરર બોલી ગયા..
આ 12માંથી 65 વર્ષના કાકાને પોલીસે ખૂબ માર્યા અને પોલીસ કસ્ટડીમાં જ એમનું મરણ થઈ ગયું. પણ પોલીસે કહ્યું હાર્ટ એટેકથી મોત થયું છે. પોલીસે જ પીએમ કરાવ્યું. પીએમ રીપોર્ટ હાથમાં આવ્યો નથી. જો કે હાથમાં આવશે તો પણ એમાં તો હાર્ટએટેક આવવાનો એ નક્કી..

કાકાએ મરતા પહેલાં 35 થી 40 મોબાઈલ અને અન્ય લૂંટો કર્યાનું કબૂલ્યાનું પોલીસે કહ્યું. સાચુ ખોટુ કરાવવા હવે હિરાબાપા પાસે કોણ જવાનું? વિડીયો રેકોર્ડીંગની જોગવાઈ છે એ કરી છે કે નહીં એ અમે તપાસીશું..
આ સિવાય બજાણિયા મૃતકની તફન વીધી કરે પણ હીરાબાપાના અડધી રાતે જ અગ્ની સંસ્કાર થઈ ગયા.

એક વ્યક્તિ હજી પોલીસ કસ્ટડીમાં છે અને ઢોર મારના કારણે એણે ચોરી કર્યાનું કબૂલ્યું છે. એણે પણ કહ્યું માર સહન નથી થતો એટલે કબૂલ્યું...
ઝૂંપડાંવાળીને 30 વર્ષથી રહેનાર બજાણિયાનું નામ કોઈ ખરાબ કામમાં નથી. ચોબારી રોડ પર રહેનાર લોકો એની ખાત્રી આપે.

પણ પોલીસે છાપરાંમાં રહેનારનું વળી ઘણી કોણ એટલે રાતો રાત ઉપાડ્યાને પછી જે કર્યું તે....

અહીંયા બધુ નથી લખ્યું પણ એટલું ચોક્કસ કહીશ આમ નિર્દોષોને પજવવાનું બંધ કરો. દેશમાં લોકશાહી છે ઠોકશાહી નહીં.
આખી ઘટનાની ન્યાયીક તપાસ થાય એ માટે કમીટી અથવા નિષ્ઠાવાન પ્રમાણીક વ્યક્તિની નિયુક્ત થાય અને જેઓ ગુનેગાર છે તેમને સજા થાય એ ઈચ્છનીય..

વરદી પહેરી છે એટલે બધી છૂટ નથી મળતી એ પોલીસે સમજવાનું...
આજે ઓફીસમાં આવેલા આ લોકોના ફોટો ખાલી સમજવા ખાતર મૂક્યા છે. બાકી વિડીયો છે આખું રેકોર્ડીંગ સાઁભળો તો રૃવાટા ઊભા થઈ જાય...અહીંયા ટૂંકુ કરીને મૂક્યું છે.

કાર્યકર કનુભાઈ બજાણિયા આ પરિવારો સાથે સતત રહ્યા અને તેમને સધીયારો આપ્યો.. પણ લડાઈ લાંબી છે.

#atrocity #policeatrocity #humanrights #Bajaniya #NTDNT #discrimination #violence #Junagadh #Gujarat #police #nomadictribes #denotifiedtribes

No comments:

Post a Comment